NEWS

મોટો ખુલાસો : મહિલા બનીને ઓલિમ્પિક ગોલ્ડ જીતનાર બોક્સર નીકળી પુરુષ! ઈમાન ખલીફના મેડિકલ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

ઈમાન ખલીફ મહિલા કે પુરુષ? Imane Khelif Medical Report: પેરિસ ઓલિમ્પિક 2024 દરમિયાન અલ્જીરિયન બોક્સર ઈમાન ખલીફને લઈને મોટો વિવાદ થયો હતો. પુરુષ હોવા છતાં મહિલા ઈવેન્ટમાં ભાગ લેવાને લઈને વિરોધ થયો હતો, આમ છતાં ઓલિમ્પિક કમિટીએ બોક્સરને રમવાની તક આપી હતી. ઈમાને પોતાના વજન કેટેગરીમાં અલ્જીરિયા માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, તે મહિલા નહીં પણ પુરુષ છે. પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીતનાર અલ્જીરિયન બોક્સર ફરી વિવાદમાં છે. ઓલિમ્પિક દરમિયાન ઈમાનના જેન્ડરને લઈને ઘણો હોબાળો થયો હતો, અલ્જીરિયન બોક્સરને લઇને હવે ચોંકવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. તેના મેડિકલ રિપોર્ટમાં એવી વાત સામે આવી કે, ઈમાનની અંદર પુરુષોના ઘણાં અંગ છે. આ પણ વાંચો : Chhath Puja: ટીમ ઇન્ડિયાના કેપ્ટન સહિત આ ખેલાડી પણ ઉજવે છે છઠ મહાપર્વ, ધામધૂમથી થાય છે પૂજા, જુઓ તસવીરો અલ્જીરિયન બોક્સર ઈમાન ખલીફના કેસમાં એક ચોંકવનારો વળાંક આવ્યો છે. એક ફ્રેન્ચ પત્રકારે કથિત રીતે એક મેડિકલ રિપોર્ટ મેળવ્યો છે, જેમાં ખુલાસો થયો છે કે, ખલીફના આંતરિક અંડકોષ છે. આ સમાચાર ત્યારે સામે આવ્યાં જ્યારે થોડા મહિના પહેલા ખલીફે પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની બોક્સિંગ કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ રિપોર્ટ જૂન 2023માં પેરિસ, ફ્રાન્સના ક્રેમલિન-બિસેત્ર હોસ્પિટલ અને અલ્જીયર્સ, અલ્જીરિયાના મોહમ્મદ લમીન દેબાઘીન હોસ્પિટલના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો હતો. એન્ડોક્રિનોલોજિસ્ટ સમૈયા ફેદાલા અને જેક્સ યંગ દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવાયું છે કે, ખલીફ 5-અલ્ફા રિડક્ટેસની ઉણપથી પ્રભાવિત છે, જે જાતીય વિકાસનો એક વિકાર છે અને માત્ર જૈવિક પુરુષોમાં જ જોવા મળે છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.