NEWS

ગઢડાના આ ખેડૂતે કરી જામફળની પ્રાકૃતિક ખેતી, 4 લાખના ઉત્પાદનની આશ

બોટાદ: આજના ખેડૂતો ઓછા ખર્ચે મહત્તમ ઉત્પાદન તથા આવક મળે તેવી નફાયુક્ત ખેતી કરી રહ્યા છે. જેના માટે કેટલાક ખેડૂતો બાગાયતી ખેતી તરફ પણ વળ્યા છે. કારણ કે બાગાયતી ખેતી દ્વારા ખેડૂતોને લાખો રૂપિયાની કમાણી થઈ રહી છે. બાગાયતી પાકમાં ખેડૂતો જામફળ, ચીકુ, દાડમ, અંજીર, સીતાફળ જેવા ફળોની ખેતી કરી શકે છે. શિયાળામાં જામફળની આવક થતી હોય છે. ત્યારે બોટાદના એક ખેડૂતે સવા બે વિઘા જમીનમાં જામફળનું વાવેતર કર્યું છે. જેનાથી તેઓને લાખો રૂપિયાની આવક થવાનું અનુમાન છે. 4 લાખના જામફળનું વેચાણ થવાની આશ ગઢડાના પ્રગતિશીલ ખેડૂત દિનેશભાઈ જીવરાજભાઈ વઘાસિયાએ (ઉં. 53) 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેઓ છેલ્લા 20 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. તેમણે પોતાની ત્રણ વીઘા જમીનમાં ઈઝરાયલી પદ્ધતિથી જામફળની ખેતી કરી છે. સવા બે વિઘા જમીનમાં તેમણે 300 જેટલાં જામફળના છોડનું વાવેતર કર્યું છે. ‘લોકલ 18’ સાથે વાત કરતા ખેડૂત દિનેશભાઈએ જણાવ્યું કે, ‘‘મેં 10 બાય 10ના અંતરે જામફળનું વાવેતર કર્યું છે. સવા બે વિઘામાં જામફળનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાંથી 4 લાખ રૂપિયા જેટલું ઉત્પાદન થવાનો અંદાજ છે. તેઓ અત્યાર સુધી રૂ. 20,000 થી વધુના જામફળનું વેચાણ કરી ચૂક્યા છે. જો જામફળનું વેચાણ નહીં થાય તો પલ્પ બનાવીને પણ તેનું વેચાણ કરવામાં આવશે.’’ પોતાની ખેતીની પદ્ધતિ અંગે ખેડૂત દિનેશભાઈએ જણાવ્યું કે, જામફળની જાળવણીમાં બહુ ખર્ચો રહેતો નથી. તેને નિયમિત રીતે પાણી આપવામાં આવે છે, તેમજ સમયાંતરે જીવામૃતનો છંટકાવ કરવામાં આવે છે. તેઓ સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી જામફળનો ઉછેર કરે છે. ખેડૂત દિનેશભાઈએ ઈઝરાયલી પદ્ધતિથી જામફળનું વાવેતર કર્યું છે. આજની તારીખમાં જામફળના છોડ પાછળનો કુલ 30 થી 40 હજારનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેનાથી તેઓને લાખોનું ઉત્પાદન થવાની આશ છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.