NEWS

Tricks: બુઠ્ઠી કાતરની ધાર તેજતર્રાર થઇ જશે! રસોડામાં પડેલુ આ પેપર કરો યુઝ, સાવ મફતમાં થઇ જશે કામ

કિચનમાં રહેલું એક પેપર તમારા ખૂબ કામ આવશે How to sharpen scissors at home: કિચનમાં મરચા કે ભાજી કાપવા માટે લોકો કાતરનો ઉપયોગ કરે છે. આ સિવાય ઘરમાં અલગ-અલગ કામો માટે લોકો નાની-મોટી સાઇઝની કાતર રાખે છે. ઘણીવાર લાંબા સમય સુધી કાતરનો ઉપયોગ ન થવાના કારણે અથવા તો પ્લાસ્ટિક કાપવાના કારણે તેની ધાર ખરાબ થઇ જાય છે. ખોટી રીતે કપડું કાપવાથી પણ કાતરની ધાર બુઠ્ઠી થઇ જાય છે. હવે કાતરની ધાર ઓછી થઇ જાય કે ખરાબ થઇ જાય તો તે ઉપયોગ કરવા લાયક નથી કહેતી. ધાર કઢાવવા જેવા નાના કામ માટે બજાર જવુ પડે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે ઘરે જ ફ્રીમાં તમારી કાતરની ધાર કાઢી શકો છો. તેના માટે કિચનમાં રહેલું એક પેપર તમારા ખૂબ કામ આવશે અને તમારે તેના માટે એકપણ રૂપિયો ખર્ચ નહીં કરવો પડે. ફોઇલ પેપરનો ઉપયોગ કરો કિચનમાં રહેલુ એલ્યુમિનિયમ ફોઇલ પેપર કાતરની ધાર તેજતર્રાર કરવામાં ખૂબ કામ આવે છે. તમારે ફોઇલ પેપરનો એક ટુકડો લેવાનો છે, ગવે તેને 4-5 વાર ફોલ્ડ કરી લો. હવે તે થોડા જાડા થઇ ગયેલા ફોઇલ પેપરના ટુકડાને કાતરથી કાપવાનો પ્રયાસ કરો. ફોઇલ પેપરની ઉપરથી 10થી 15 વાર કાતર ચલાવો. આ રીતે ફોઇલ પેપર કાપવાથી બ્લેડ પર જોર પડશે અને તેની ધાર તેજ થઇ જશે. આ પણ વાંચો: Walk: ઠંડીમાં કેટલા કલાક વોક કરવી જોઇએ? જાણો કયા સમયે ચાલવાથી સૌથી વધારે ફાયદો થાય આ વાતનું ધ્યાન રાખો કાતરની બ્લેડ પર ફોઇલ પેપરના નાના ટુકડા રહી જશે, તેથી તેને કાપ્યા બાદ સારી રીતે સાફ કરો. ફોઇલ પેપરની રીત નોર્મલ કાતર માટે કામ આવશે. વધારે કાટ લાગેલી કાતર દુકાનદારને બતાવો. ફોઇલ પેપરની ટ્રિક મહિનામાં એકવાર કરવાથી કાતરની ધાર લાંબા સમય સુધી તેજતર્રાર રહેશે. સેન્ડપેપર કામ આવશે સેન્ડપેપરની મદદથી કાતરની ધાર તેજ કરવા માટે તમારે 5થી 10 રૂપિયા ખર્ચ કરવાની જરૂર પડશે. સેન્ડપેપર ખરીદ્યા બાદ તમે તેના પર કાતરની ધારવાળી બાજુ ધીમે-ધીમે થોડીવાર માટે ઘસો. તમે જોશો કે કાતર ધારદાર થઇ ગઇ છે. જો તમે ફોઇલ પેપરની જેમ સેન્ડપેપર કાપશો તો તેનાથી પણ કાતરની ધાર તેજ થઇ જશે. આ પણ વાંચો: Cracked Heels: ફાટેલી એડીના કારણે ચાલવામાં પણ તકલીફ થાય છે? રાત્રે આ વસ્તુ લગાવીને સુવો, અઠવાડિયામાં સોફ્ટ થઇ જશે પગની સ્કિન પત્થર અને લોખંડ પણ આવશે કામ કાતરની ધાર તેજ કરવા માટે તમે ગ્રેનાઇટ કે માર્બલના પત્થરની મદદ પણ લઇ શકો છો. તેના માટે તમારે કાતરને આ પત્થર પર ઘસવાની છે. જો કે આ દરમિયાન તમારે સાવચેતી રાખવી પડશે કારણ કે હાથ લપસી જવાથી તમને ઇજા થઇ શકે છે. આ સિવાય ઘરમાં રહેલા લોખંડની મદદથી પણ તમે કાતરની ધાર કાઢી શકો છો. આ દરમિયાન ક્યારેક તણખા પણ ઉડી શકે છે, તેથી કાતરની ધાર કાઢતી વખતે સાવચેતી રાખો. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.