NEWS

મોટા સમાચાર: આણંદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના, પથ્થરો નીચે દબાઈ જતા 3 મજૂરોના મોત

આણંદ: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અંદર એક મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે. વાસદ નદી પાસે મેટ્રો પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું. જેમાં અચાનકથી પથ્થરો નીચે પડતા 4 મજૂરો દબાઈ ગયા હતા. આ ઘટનામાં 3 મજૂરનું કરુણ મોત નિપજ્યું છે. જ્યારે 1 મજૂરને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. લોખંડની ગડર બેસી જતા આ પથ્થરો ધરાશાયી થયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે રેલ્વે પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. જેના કારણે આ ઘટના બની છે. જેસીબી મશીન વડે પથ્થરો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેસીબી મશીન વડે પથ્થરોને હટાવવાની કામગીરી ચાલી રહી હતી. તે સમયે મજૂરો બ્રિજ પાસે ઉભા રહીને પથ્થરો ગોઠવી રહ્યા હતા. જેમાં લોખંડની ગડર બેસી જતા પથ્થરો ધરાશાયી થયા હતા. આ ભયંકર દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. વાસદ પાસે બુલેટ ટ્રેનની કામગીરી દરમ્યાન પથ્થરો તૂટીને પડતા ભયંકર દુર્ઘટના ઘટી હતી. #WATCH | Gujarat: Concrete blocks collapsed at a construction site of the bullet train project in Anand, today. Rescue operations are underway. Anand police, fire brigade officials have reached the spot. National High Speed Rail Corporation Limited says, "Today evening at Mahi… pic.twitter.com/LapwfEOo5h ઘટનાની જો વિગતવાર વાત કરીએ તો પથ્થરો બેસાડવાની કામગીરી કરવામાં આવી રહી હતી. તે સમયે દુર્ઘટના ઘટી છે. જેમાં રેલ્વે પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આ ઘટના બની છે. જેસીબી મશીન દ્વારા પથ્થરોને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી. જે કામગીરી વાસદ નદી પાસે આવેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ચાલી રહી હતી. ઘટનામાં 3 મજૂરોના કરુણ મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક મજૂરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.