NEWS

બુટેલગરની ગાડી રોકતી વખતે PSIનું મોત, સુરેન્દ્રનગરના દસાડા નજીક દુ:ખદ ઘટના

સુરેન્દ્રનગર: જિલ્લાના દસાડા નજીક એક અત્યંત દુઃખદ ઘટના બની છે, જેમાં એસએમસીના પી.એસ.આઇ. જાવેદખાન પઠાણનું આકસ્મિક અવસાન થયું છે. પઠાણને માહિતી મળી હતી કે રાજસ્થાનથી દારૂ ભરેલી ગાડી ગુજરાતમાં પ્રવેશી રહી છે. આ બાતમીના આધારે પીએસઆઇ પઠાણે અને તેમની ટીમે બુટલેગરની આ ગાડીને રોકવા માટે મહત્ત્વપૂર્ણ કામગીરી હાથ ધરી હતી. ગાડી રોકવાના પ્રયત્નો દરમિયાન ગંભીર અકસ્માત થયો, જે પીએસઆઇ પઠાણ માટે ઘાતક સાબિત થયો. આ ઘટનાની વિગતો અનુસાર, પીએસઆઇ પઠાણે દસાડા પાસે બુટલેગરની ક્રેટા કારને રોકવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેમની પોતાની ફોર્ચ્યુનર કારને ગાડી સાથે અકસ્માત સર્જાયો. આ ટક્કર એટલી જોરદાર હતી કે પઠાણને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને તરત જ વિરમગામની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ દુખદ રીતે સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. આ દુર્ઘટનાએ સુરક્ષા તંત્રમાં આંચકો ફેલાવી દીધો છે, અને આ ઘટનાએ પોલીસ વિભાગને ખળભળાવી દીધો છે. આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય: દુષ્કર્મ પીડિતાને 17 અઠવાડીયાના ગર્ભને ગર્ભપાત કરવાની મંજૂરી આપી આ ઘટનામાં પીએસઆઇ પઠાણ ઉપરાંત અન્ય બે પોલીસકર્મીઓને પણ ઇજાઓ પહોંચી છે. હલાકી આ બંનેની હાલત હાલમાં સ્થિર છે. એસએમસીના વડા નિલિપ્ત રાએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, “અમારી ટીમ માટે આ એક ગંભીર દુઃખદ ઘટના છે. પઠાણના અવસાનથી અમને ભારે આઘાત છે, અને પોલીસ તંત્રે એક બહાદુર અને ઇમાનદાર અધિકારી ગુમાવ્યો છે.” જાવેદખાન પઠાણે એસએમસીમાં 8 મહિના પહેલા ફરજ સંભાળી હતી. આ સમયગાળામાં તેમણે બહુજ નિષ્ઠાપૂર્વક કામગીરી કરી હતી. પરિવારને મદદરૂપ થવા માટે એસએમસી દ્વારા તમામ પ્રકારની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ પણ વાંચો: “સંઘવી સાહેબને નોલેજ ઓછું છે” ભાભરમાં ગુલાબસિંહના આકરા પ્રહાર, હવે ખરાખરીનો જંગ ઉલ્લેખનીય છે કે, દારૂની હેરાફેરી અને બુટલેગિંગ રોકવા કડક પગલાંની જરૂરિયાતઆ દુખદ ઘટનાએ રાજ્યમાં બુટલેગિંગ અને દારૂની હેરાફેરીના વધતા કૌભાંડને લઈને કડક પગલાં લેવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.