NEWS

ઇમારતની તીરાડમાંથી આવી રહ્યો હતો વિચિત્ર અવાજ, ટોર્ચ કરીને જોયું તો ચોંકી ગયો શખ્સ, તરત બોલાવી ફાયર બ્રિગેડ

શખ્સે દિવાલની તીરાડમાં જોયું તો ચોંકી ગયો. માણસે દરેક સ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ. કોણ જાણે ક્યારે કેવા પડકારનો સામનો કરવો પડે, તે કોઈ નથી જાણતુ, હાલમાં જ એક વ્યક્તિ સાથે પણ આવું જ થયું, જેને એક ઇમારતની તીરાડમાં વિચિત્ર અવાજો સંભળાયા. ત્યાર બાદ તેણે તીરાડમાં ટોર્સથી પ્રકાશ કરીને જોયું તો તેનો જીવ અધ્ધર થઈ ગયો. અંદર એક બિલાડી ફસાયેલી હતી. પહેલા તો તેણે પોતે જ બિલાડીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જ્યારે તેનાથી કામ ન બન્યું તો તેણે ફાયર બ્રિગેડને ફોન કરીને બોલાવી લીધી. 25 વર્ષીય મોહમ્મદ આશિક ચેન્નાઈમાં રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 8 લાખથી વધુ ફોલોઅર્સ છે. મોહમ્મદ હંમેશા બીજાને મદદ કરતા વીડિયો પોસ્ટ કરે છે. હાલમાં જ તેણે એક બિલાડીનો જીવ બચાવ્યો છે. તે એક ઇમારત પાસે તીરાડમાં ફસાઈ ગઈ હતી અને વિચિત્ર અવાજ કરી રહી હતી. ત્યાં ઉપસ્થિત લોકોએ તેને જણાવ્યું કે, એ અવાજ બિલાડીના છે. બિલાડી આશરે 1 મહિનાથી તે તીરાડમાં ફસાયેલી છે. જ્યારે તેને બિલાડીના પગ દેખાયા તો તેણે ખોરાક પણ આપ્યો હતો. ત્યારે બિલાડીએ ખાવાનું અંદર ખેંચી લીધુ, શખ્સે પણ ટોર્ચની લાઇટથી જોયું તો ત્યારે તેણે પણ બિલાડી જોઈ. આ પણ વાંચો : Video: 586 ફૂટ ઊંડી ગુફામાં મોકલ્યો કેમેરો, ભલભલાનું હ્રદય કંપાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા ઇમારતની તીરાડમાં દેખાઈ બિલાડી આ જોઈને શખ્સે દયા આવી અને તેણે બિલાડીને બહાર કાઢવાની યોજના બનાવી. જો કે તે તીરાડમાં અંદર હાથ નાખીને બિલાડીને બહાર કાઢી શકતો નહોતો, એટલે તેણે ઉપાય શોધી કાઢ્યો, તે છત પર ગયો, હકીકતમાં આ તીરાડ એક ચીમનીમાં હતી. છત પર ચિમનીના મોઢા પાસે પાસે પહોંચીને શખ્સે બીજાવાર ટોર્ચથી લાઈટને જોયું તો તેને બિલાડી ખરાબ હાલતમાં જોવા મળી. ત્યાર બાદ તેણે એક જુગાડ કર્યો એક પ્લાસ્ટિકના ડબ્બામાં દોરડુ બાંધી ચિમનીથી નીચે મોકલ્યું, પરંતુ બિલાડી તેમાં બેસી રહી નહોતી. જ્યારે તે શખ્સને સફળતા ન મળી તો તેણે તરત ફાયર બ્રિગેડને કોલ કરી દીધો. ફાયર બ્રિગેડના માણસો આવ્યા અને દોરડામાં એક ગાળીયો બાંધ્યો અને બિલાડીને પકડીને બહાર કાઢી. બિલાડી ખુબ ખરાબ હાલતમાં હતી. તેણે તેને ખોરાક અને પાણી આપ્યું. ત્યાર પછી તે ત્યાંથી ભાગી જાય છે. શખ્સે આ આખા રેસ્ક્યુને બે વીડિયોમાં બતાવ્યું છે. એક વીડિયોને 34 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે જ્યારે બીજા વીડિયોને 8 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે. લોકો કોમેન્ટ કરી તે વ્યક્તિની પ્રસંશા કરી રહ્યાં છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.