NEWS

સપનામાં આ 3 સફેદ વસ્તુ દેખાય તો મળે છે સારા સમાચાર, નોકરીમાં મળી શકે પ્રમોશન, સાથે થાય છે આ લાભ

Image: Canva Dreams and Swapna Shastra: હિન્દુ ધર્મમાં અનેક શાસ્ત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાંથી એક છે સ્વપ્ન શાસ્ત્ર. સ્વપ્ન શાસ્ત્રમાં સપનાઓને લઈને વાત કરવામાં આવી છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં દેખાતી અનેક વસ્તુઓ એવી હોય છે જે તમને શુભ સંકેત આપે છે. આ સાથે અનેક વસ્તુઓ એવી હોય છે જે તમને અશુભ સંકેત આપે છે. આમ, આ સમયે તમારું થોડુ ધ્યાન વધારે રાખવું પડે છે. તો જાણો એવી 3 સફેદ વસ્તુઓ વિશે, જે તમને સપનામાં દેખાય છે તો શુભ સંકેત મળે છે અને સાથે તમારાં સારા દિવસો શરૂ થાય છે. આ પણ વાંચો: ઘરમાં લગાવો આ અદ્ભુત ચક્ર, નકારાત્મક ઉર્જા દૂર કરી ઘરમાં લાવશે સુખ-સમૃદ્ધિ સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં સફેદ ઘુવડ દેખાય છે તો એને શુભ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર સપનામાં સફેદ ઘુવડ દેખાય છે તો મા લક્ષ્મીની કૃપા થશે. આમ, તમે નબળી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છો અને સપનામાં સફેદ ઘુવડ દેખાય છે તો એનો મતલબ એ થાય છે કે ધનની પ્રાપ્તિ થશે અને સાથે આર્થિક સંકટ દૂર થશે. આ પણ વાંચો: નવેમ્બરમાં 7 ગ્રહોની ચાલમાં થશે મહા પરિવર્તન, આ રાશિવાળા મોજ કરશે, અપાર ધન-સંપત્તિ પ્રાપ્ત થશે સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં સફેદ ઘોડો દેખાય તો એને શુભ માનવામાં આવે છે. સપનામાં સફેદ ઘોડાનો સંકેત તમારાં કરિયરની પરિસ્થિતિ પહેલાં કરતાં વધારે સારી થશે એવો થાય છે. આ સાથે તમને નોકરીમાં પ્રમોશન તેમજ સેલેરીમાં વૃદ્ધિની સંભાવના વધારે રહે છે. કરિયર સાથે જોડાયેલી અનેક સારી ખબરો તમને મળી શકે છે. સફેદ ઘોડો સપનામાં આવે તો તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં સફેદ હાથીનો દેખાવવું અનેક રીતે લાભકારી માનવામાં આવે છે. સપનામાં સફેદ હાથી દેખાવવાનો સંકેત તમારાં માન સમ્માનમાં વૃદ્ધિ થશે એ છે. આ સાથે ધન લાભ પણ થઈ શકે છે. જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. માન્યતાઓ અનુસાર સપનામાં સફેદ હાથી દેખાય તો કુંડળીમાં રાજયોગનો સંકેત પણ હોઈ શકે છે. આમ, તમને સપનામાં આ ત્રણ વસ્તુ દેખાય તો અનેક રીતે લાભ થઈ શકે છે. (Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે. ન્યૂઝ18 ગુજરાતી તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.) None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.