NEWS

એક દિવસમાં કેટલાં અંજીર ખાવા જોઈએ? જાણશો તો સ્વાસ્થ્યને થશે અઢળક લાભ

અંજીર અનેક ગુણોથી ભરપૂર હોય છે. Health care: અંજીર અનેક ગુણોથી ભરપૂર હોય છે. અંજીર હેલ્થને અંદર અને બહારથી મજબૂત કરવાનું કામ કરે છે. આ સાથે સ્કિન અને વાળ માટે પણ અનેક રીતે ગુણકારી છે. પરંતુ અંજીર ખાવાની પણ એક લિમિટેશન હોય છે. તમે વધારે માત્રામાં અંજીર ખાઓ છો તો હેલ્થને નુકસાન થઈ શકે છે. આ માટે સિમિત માત્રામાં અંજીર ખાવા ખૂબ જરૂરી છે. તો જાણો એક દિવસમાં કેટલાં અંજીર ખાવાથી હેલ્થને ફાયદો થાય છે? એક દિવસમાં તમે બેથી ત્રણ અંજીર ખાઈ શકો છો. તમે 2-3 કરતા વધારે અંજીર ખાઓ છો તો સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ થઈ શકે છે. તમે ઈચ્છો છો તો અંજીરની સાથે-સાથે પાણી પણ પી શકો છો. આર્યુવેદ અનુસાર અંજીરનું પાણી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે. આ પણ વાંચો: ઊનનાં કપડા પર ફેરવી દો આ વસ્તુ, એક-એક રેસા નીકળી જશે, ચમક આવશે ફાઇબર રિચ અંજીર ખાવાથી ગટ હેલ્થમાં અનેક રીતે સુધારો થઈ શકે છે. તમે દરરોજ બે અંજીર ખાઓ છો તો કબજિયાતની તકલીફ દૂર થાય છે. આ સાથે પેટને લગતી તકલીફ છે તો તમે દૂર કરી શકો છો. દરરોજ બે અંજીર ખાવાથી પાચનને લગતી અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. અંજીરમાં પોટેશિયમ હોવાને કારણે આ બ્લડ સુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આ પણ વાંચો: વાળમાં ખોડો બહુ થાય છે? તો લીંબુનાં રસમાં આ વસ્તુ મિક્સ કરીને લગાવો, દૂર થઈ જશે અંજીર જમીન પર થાય છે જ્યાં કેલ્શિયમની માત્રા વધારે હોય છે. આ કારણે અંજીરના ફળમાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે. અંજીર ખાવાથી હાડકા મજબૂત થાય છે. અંજીર ખાવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. હેલ્ધી હાર્ટ માટે દરેક લોકોએ અંજીર ખાવા જોઈએ. અંજીર ખાવાથી હાર્ટને લગતી બીમારીઓ સામે લડી શકો છો. કોઈપણ વસ્તુને તમે વધારે પ્રમાણમાં ખાઓ છો તો હેલ્થને નુકસાન થઈ શકે છે. આ માટે દિવસ દરમિયાન માપસર અંજીર ખાઓ. લિમિટ કરતા વધારે અંજીર ખાવાથી પેટમાં ગેસ અને એસિડિટી જેવી સમસ્યા થઈ શકે છે. (નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.) None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.