રાજકોટ: જિલ્લામાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ જિલ્લાના બેડી વાછકપર ગામ ખાતે પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવનારા કમલેશ અમૃતિયા વિરુદ્ધ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે છેડતી સહિતની કલમ અંતર્ગત ગુનો નોંધાયો છે. ત્યારે આચાર્ય દ્વારા બપોરના સમયે સ્કૂલના બગીચામાં લઈ જઈ વિદ્યાર્થીનીઓને પોતાના મોબાઈલ ફોનમાં ન્યૂડ વીડિયો તેમજ પોતાનું પેન્ટ કાઢી નાખતો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે સમગ્ર મામલે કુવાડવા રોડ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. 34 વર્ષીય ખેતી કામ કરનારા વ્યક્તિ દ્વારા રાજકોટ તાલુકાના બેડી વાછકપર પ્રાથમિક શાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવનારા કમલેશ અમૃતિયા વિરુદ્ધ બીએનએસની કલમ 75 (2), 295 તેમજ પોક્સો સહિતની કલમ અંતર્ગત કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવવામાં આવ્યો છે. કમલેશ અમૃતિયા દ્વારા 34 વર્ષીય ખેતી કામ કરનારા વ્યક્તિની દીકરી સહિત આશરે 12 જેટલી વિદ્યાર્થીનીઓને 17 ડિસેમ્બર 2024ના રોજ પાછળ પર પ્રાથમિક શાળાના બગીચામાં પોતાના મોબાઈલ ફોનમાં ન્યૂડ વીડિયો બતાવી પોતાનું પેન્ટ ઉતારી ગુનો આચરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. તમામ વિદ્યાર્થીનીઓની ઉંમર આશરે 10 થી 12 વર્ષ હોવાનું તેમજ તેઓ પ્રાથમિક શાળામાં ધોરણ પાંચ થી છ સુધીમાં અભ્યાસ કરતી હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. આ પણ વાંચો: રાજકોટ: વિંછીયામાં પોલીસ સ્ટેશન પર પથ્થરમારો, 52 લોકોની અટકાયત, 3 પોલીસ કર્મી ઘાયલ પોલીસને આપેલી ફરિયાદમાં ખેતી કામ કરનારા 34 વર્ષીય વ્યક્તિએ જણાવ્યું છે કે, પોતાની ત્રણ દીકરીઓ બેડી વાછકપર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. 1 જાન્યુઆરીના રોજ મારી પત્નીએ મને વાત કરી હતી કે, “આપણી દસ વર્ષની દીકરીએ મને વાત કરી છે કે આપણા ગામની પ્રાથમિક શાળામાં કમલેશ અમૃતિયા જેવો ધોરણ 5 માં વર્ગ શિક્ષક છે. તેઓ બપોરે બે થી અઢીના રિસેસના સમયમાં બે ત્રણ છોકરીઓને ભેગી કરી પોતાના મોબાઈલમાં ન્યૂડ વીડિયો બતાવે છે અને પોતાનું પેન્ટ ઉતારી નાખે છે.” ત્યારબાદ સમગ્ર મામલે મેં આપણી બંને દીકરીઓને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, આશરે 15 દિવસ પૂર્વે એટલે કે 17 ડિસેમ્બર 2024 ના રોજ બે થી અઢીની રિસેસમાં પોતાના મોબાઈલ ફોનમાં તેમને ન્યૂડ વીડિયો બતાવી પોતાનું પેન્ટ કાઢી નાખેલું હતું. તેમજ છેલ્લા આશરે બે વર્ષથી આવું કરે છે. જેથી અમારા દ્વારા ખાનગી રીતે નજર રાખવામાં આવતા આવી કોઈ પ્રવૃત્તિ અમને જણાઈ નહોતી આવી. પરંતુ ત્રણ જાન્યુઆરી 2025 ના રોજ શાળામાં અભ્યાસ કરનારી અન્ય વિદ્યાર્થીનીઓને પૂછતા તેમણે જણાવ્યું હતું કે “આપણા ગામની શાળામાં કમલેશ અમૃતિયા નામના વર્ગ શિક્ષક છે તેઓ ક્યારેક ક્યારેક બપોરે બે થી અઢીના રિસેસના સમયગાળા દરમિયાન બેથી ત્રણ છોકરીઓને ભેગી કરીને પોતાના મોબાઈલ ફોનમાં ન્યૂડ વીડિયો બતાવે છે અને પોતાનો પેન્ટ ઉતારી નાખે છે.” આ પણ વાંચો: ‘મને મારી જમીનમાં હિસ્સો કેમ નથી આપતા’ કહી પૌત્રએ ખેલ્યો ખૂની ખેલ, કોદાળીના ઘા મારી 90 વર્ષના દાદીની કરી હત્યા ઉલ્લેખનીય છે કે, પોલીસ સ્ટેશનના પીઆઇ બી.પી. રજીયાએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, “બનાવ ખૂબ જ ગંભીર છે. ગુનાની ગંભીરતાને જોતા પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી શિક્ષકને શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા બનાવ સંદર્ભે જરૂરી પુરાવાઓ એકત્રિત કરવામાં પણ આવી રહ્યા છે. તેમજ પોલીસ દ્વારા જરૂર જણાઈએ શાળા ખાતે ફરજ બજાવનારા અન્ય શિક્ષકોના તેમજ વિદ્યાર્થીનીઓના નિવેદન પણ નોંધવામાં આવશે.” સૂત્રોના જણાવ્યા અનુસાર કમલેશ અમૃતિયા બેડી વાછકપર પ્રાથમિક શાળા ખાતે પ્રાથમિક વિભાગમાં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. તેમજ પોતે પીટીસી સુધીનો અભ્યાસ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. None
Popular Tags:
Share This Post:
What’s New
Spotlight
Today’s Hot
-
- January 7, 2025
-
- January 7, 2025
-
- January 7, 2025
Featured News
Latest From This Week
રાજકોટ: વિંછીયામાં પોલીસ સ્ટેશન પર પથ્થરમારો, 52 લોકોની અટકાયત, 3 પોલીસ કર્મી ઘાયલ
NEWS
- by Sarkai Info
- January 6, 2025
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.