NEWS

હવે 10 રુપિયામાં ગ્લૂકોઝનું રિચાર્જ: રિલાયન્સ કન્ઝ્યુમરે રસકિક ગ્લૂકો એનર્જી લોન્ચ કર્યું

બેંગલુરુ **** : રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (આરસીપીએલ) એ આજે મહેનતુ ભારતીયો માટે તૈયાર કરાયેલું એનર્જી બુસ્ટિંગ અને રિ-હાઈડ્રેટિંગ બેવરેજ રસકિક ગ્લૂકો એનર્જી લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ઇલેક્ટ્રોલાઇટ્સ , ગ્લુકોઝ અને રિયલ લેમન જ્યૂસથી ભરપૂર આ પ્રેરણાદાયક પીણું સિંગલ-સર્વ SKU દીઠ રૂ.10ની કિંમતે ઉપલબ્ધ છે. રસકિક ગ્લૂકો એનર્જીની રજૂઆત સાથે આરસીપીએલ રિ-હાઈડ્રેશન સેગમેન્ટમાં પ્રવેશ કરીને આ કેટેગરીમાં નવો જ ચીલો ચાતર્યો છે , જે ભારતની તાજગીસભર રહેવાની પદ્ધતિને બદલી રહી છે. જ્યૂસ અને બેવરેજીસની ઓફરિંગ માટેની માસ્ટર બ્રાન્ડ તરીકે રસકિકની રજૂઆત સાથે આરસીપીએલ ભારતીય ગ્રાહકની રોજિંદી જરૂરિયાતોને અનુરૂપ ગ્રાહક-કેન્દ્રિત ઉત્પાદનો તૈયાર કરવા માટે સમર્પિત એક ’ ટોટલ બેવરેજ એન્ડ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ કંપની ’ તરીકે પણ પોતાને પ્રસ્થાપિત કરી રહી છે. સ્થાનિક સ્તરની ઊંડી સૂઝ સાથે વૈશ્વિક ધોરણોને જોડતી પ્રોડક્ટ્સ રજૂ કરવા માટે પ્રતિબદ્ધ રસકિક હવે વિવિધ રીતે સુલભ અને ઉત્તમ ગુણવત્તાયુક્ત ફ્રૂટ-બેઝ્ડ ડ્રિંક્સ , જ્યુસિસ અને ફંક્શનલ બેવરેજીસ પૂરા પાડવા માટેનું અનન્ય સ્થાન ધરાવે છે. રસકિક હાલમાં મેંગો , એપ્પલ , મિક્સ ફ્રૂટ , કોકોનટ વોટર અને નિમ્બુ પાની વેરિઅન્ટ્સ ઓફર કરે છે અને ભારતીય પ્રાદેશિક ફળોની વિવિધતા અને સ્વાદ પસંદગીઓથી પ્રેરિત પોર્ટફોલિયોને વિસ્તૃત બનાવશે. “ એક કંપની તરીકે અમે ભારતીય પરંપરાઓમાં ઊંડા ઊતરેલા છીએ અને અમારી બ્રાન્ડ્સ દ્વારા ભારતીય ગ્રાહક વારસાને પુનઃપ્રસ્થાપિત કરી રહ્યા છીએ અને રસકિક ગ્લૂકો એનર્જી પરંપરાગત રી-હાઈડ્રેશનની એ જ ખાસિયત પાછી લાવે છે જે આપણી માતાઓ આપણને બાળપણથી પીવડાવતી હતી , પછી ભલે તે રમત ગમત દરમિયાન હોય કે તે પછી પીવા માટે હોય કે પછી ગરમીથી રાહત મેળવવા માટે આપણે પીતા હતા. રસકિક ગ્લૂકો એનર્જી માત્ર એક પીણું નથી __ , તે માત્ર હાઇડ્રેશન કરતાં પણ કંઈક વિશેષ છે – તે ભારતીય ગ્રાહકને સ્વચ્છતા __ , ગુણવત્તા અને પીવા માટે તૈયાર ઉત્પાદનની સુગમતા સાથે દિવસ ભરના પડકારોનો સામનો કરવા માટે પુનઃતાજગી અને ઊર્જા પૂરી પાડનારું ભારતીય ગ્રાહકોની જરૂરિયાત પૂરી કરતું પીણું છે” __ , તેમ રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના ચીફ ઓપરેટિંગ ઓફિસર કેતન મોદી એ જણાવ્યું હતું. “ __ જ્યારે અમે ’ કુલ બેવરેજ અને કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ કંપની ’ બનવાની અમારી સફરમાં અમારા પોર્ટફોલિયોને વિસ્તૃત કરીએ છીએ અને વિવિધ પ્રકારની ઓફરિંગનો સમાવેશ કરીએ છીએ __ , ત્યારે ગ્લુકો એનર્જી ભારતીય ગ્રાહકોની જરૂરિયાતો વિશેની અમારી ઊંડી સમજણ અને તેમના દૈનિક જીવન અને દરેક ક્ષણનો અભિન્ન હિસ્સો બનવાની અમારી પ્રતિબદ્ધતાને રજૂ કરે છે.” તેમ કેતને વધુમાં ઉમેર્યું હતું. રસકિક ગ્લૂકો એનર્જી સાથે તમારા દિવસને તરોતાજા બનાવો ઇલેક્ટ્રોલાઇટ્સ , ગ્લુકોઝ અને લેમન જ્યૂસના પ્રેરણાદાયક સ્વાદથી ભરપૂર રસકિક ગ્લૂકો એનર્જી માત્ર સામાન્ય હાઇડ્રેશન કરતાં વધુ સંતોષ આપે છે. ભલે તમે જીમમાં પરસેવો પાડી રહ્યા હોવ , ઉનાળાની કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યાં હોવ અથવા તમારે દિવસ દરમિયાન શક્તિ વધારવાની જરૂર હોય રસકિક ગ્લૂકો એનર્જી તમારી સંપૂર્ણ સાથી બને છે. શા માટે રસકિક ગ્લૂકો એનર્જી પસંદ કરશો **** ? તાત્કાલિક એનર્જી વધારવાઃ શરીરની પ્રાથમિક ઊર્જા તરીકે ગ્લુકોઝ સાથે રસકિક ગ્લૂકો એનર્જી તાત્કાલિક ઊર્જા પૂરી પાડે છે , જે સુનિશ્ચિત કરે છે કે વ્યક્તિ સક્રિય અને તારોતાજા રહે છે. સવારથી કામે લાગ્યા હોવ અને બપોર સુધીમાં થાક લાગે ત્યારે નવી તાજગી મેળવવા માટે આ પીણું શ્રેષ્ઠ સહાયક છે , આખા દિવસ માટે ગ્લૂકોસનું લેવલ સારી રીતે જાળવી રાખે છે. હાઇડ્રેશન હીરોઃ સોડિયમ , પોટેશિયમ અને મેગ્નેશિયમ ક્ષાર જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ શરીરના પ્રવાહી અને પીએચ સ્તરને સંતુલિત કરે છે , પરસેવા દ્વારા ગુમાવેલા ખનિજોને ફરીથી શરીરમાં સંચારિત કરે છે. તીવ્ર કસરત કરતાં હોવ કે ઉનાળાની ગરમી દરમિયાન રસકિક ગ્લૂકો એનર્જી વ્યક્તિને સૌથી વધુ જરૂર હોય ત્યારે હાઇડ્રેટેડ રાખે છે. લેમન ઝિંગઃ લીંબુના રસનો કુદરતી આસ્વાદ એક રિફ્રેશિંગ સિટ્રસ રાહત આપે અને તે જેટલું સ્વાદિષ્ટ હોય છે તેટલું જ પ્રેરણાદાયક છે. સ્વાદ અને ઊર્જાનું સંપૂર્ણ સંતુલન રસકિક ગ્લૂકો એનર્જી ખાતરી કરે છે કે વ્યક્તિ ઉત્સાહિત અને તાજગી અનુભવે. રસકિક ગ્લૂકો એનર્જી ટૂંક સમયમાં 750 મિલીના ઘર વપરાશના પેકમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.