NEWS

રાજકોટ: વિંછીયામાં પોલીસ સ્ટેશન પર પથ્થરમારો, 52 લોકોની અટકાયત, 3 પોલીસ કર્મી ઘાયલ

રાજકોટ: જિલ્લાના વિંછીયા ખાતે ગત 29મી ડિસેમ્બરના રોજ ઘનશ્યામ રાજપરા નામના વ્યક્તિ ઉપર શેખા સાંબડ સહિતના વ્યક્તિઓ દ્વારા કુહાડી તેમજ લાકડી સહિતના હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે જીવલેણ હુમલામાં ઘનશ્યામ રાજપરા નામના વ્યક્તિનું મોત નીપજતા 31 ડિસેમ્બરના રોજ વિંછીયા પોલીસ સ્ટેશન ખાતે શેખા સાંબડ તેમજ 3 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ મર્ડરની કલમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મર્ડરના ગુનામાં સંડોવાયેલ શેખા સાંબડને ઝડપી પાડી સોમવારના રોજ ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શનની કામગીરી કરવામાં આવી હતી. બનાવ સંદર્ભે વિંછીયા પોલીસ દ્વારા કુલ સાત આરોપીઓના નામ ખોલવા પામ્યા છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. તેમજ તમામ આરોપીઓ હાલ રિમાન્ડ પર હોવાનું પણ સામે આવ્યું છે. વીંછિયામાં હત્યાના આરોપીઓ સામે જાહેરમાં લોકોનો ગુસ્સો ફૂટ્યો, પોલીસ પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ. #GujaratiNews #BreakingNews pic.twitter.com/oYw8f8MXsi સોમવારના રોજ પોલીસ દ્વારા મર્ડરના મુખ્ય આરોપીને રિકન્સ્ટ્રક્શન ખાતે લઈ ગયા બાદ સ્થાનિક લોકો દ્વારા આરોપીનું વિંછીયા શહેરમાં સરઘસ કાઢવાની માંગ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયેલા લોકોને સમજાવવામાં પણ આવ્યા હતા કે, “તેમના દ્વારા જે માંગણી કરવામાં આવી રહી છે તે ગેરબંધારણીય છે. તેમજ કાયદાકીય રીતે કોઈપણ આરોપીનું જાહેરમાં સરઘસ ન નીકળી શકે,” ત્યારે કેટલાક તોફાની તત્વો દ્વારા પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે પથ્થરમારાની ઘટનામાં ત્રણ જેટલા પોલીસ કર્મચારીઓને સામાન્ય ઈજા પહોંચવા પામી છે. સાથે જ પોલીસના બે જેટલા સરકારી વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા જવાબી કાર્યવાહીમાં લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. તો સાથોસાથ 10 જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તેમજ 52 જેટલા વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. તેમજ તમામ વ્યક્તિઓ વિરુદ્ધ હાલ ગુનો નોંધવાની કાર્યવાહી વિંછીયા પોલીસ સ્ટેશન ખાતે ચાલી રહી છે. બનાવની ગંભીરતાને જોતા રાજકોટ જિલ્લાના પોલીસ વડા હિમકર સિંહ તેમજ રાજકોટના રેન્જ આઈજી અશોકકુમાર યાદવ પણ ઘટના સ્થળે દોડી ગયા હોવાનું સામે આવ્યું છે. ઘટના સ્થળે દોડી જઈ બંને સિનિયર પોલીસ ઓફિસર દ્વારા ઘટનાનો તાગ મેળવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઘનશ્યામ રાજપરા દ્વારા મોટી થોરીયાળી ગામ ખાતે રબારી સમાજના મકાન પાડવા બાબતે અરજી કરવામાં આવી હતી. જે બાબતનો ખાર રાખીને શેખા સાંબડ સહિતના વ્યક્તિ દ્વારા ઘનશ્યામ રાજપરા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બનાવના દિવસે વિંછીયા બોટાદ રોડ ઉપર ઘનશ્યામ રાજપરા આઈસ્ક્રીમ રિપેરિંગ કરવા માટે ગયા હતા. તે દરમિયાન શેખા સાંબડ સહિતના વ્યક્તિઓ ત્યાં કુહાડી તેમજ લાકડી સાથે આવી પહોંચ્યા હતા. તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે, “થોરીયાળી ગામના અમારા રબારી સમાજના મકાન પાડવા માટે કેમ અરજી કર્યા કરો છો?” તેમ કહી બોલાચાલી કરવામાં આવી હતી. ત્યારબાદ શેખા સાંબડ દ્વારા પોતાના હાથમાં રહેલ કુહાડી વડે માથાના ભાગે ઘા ઝીંકીને ઘનશ્યામ રાજપરાને જીવલેણ ઇજા પહોંચાડી હતી. તેમજ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા પણ લાકડી વડે ઇજા પહોંચાડવામાં આવી હતી. જેથી સારવાર દરમિયાન ઘનશ્યામ રાજપરાનું મોત નીપજ્યું હતું. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.