NEWS

બસમાં બેઠી હતી મહિલા, ત્યાં જ યુવકને પહેલી નજરનો પ્રેમ થયો, ઈઝહાર કરતાં તેણે બતાવી દીધી 'એ' વાળી આંગળી!

પ્રેમ એ ખૂબસૂરત બંધન છે, જે ન ઉંમર જુએ છે, ન તો ચહેરો. બસ દિલથી દિલ મળે છે અને બે દિલ એકસાથે થઈ જાય છે. ત્યારબાદ તે જીવનભરના સાથી બની જાય છે. ખાસ કરીને પ્રેમની શોધમાં લોકોને ખૂબ સમય લાગે છે. પરંતુ કેટલીક વાર લોકોને પહેલી નજરમાં પ્રેમ થઈ જાય છે. તેવામાં લોકો તુરંત પ્યારનો એકરાર કરે છે, તો કેટલાક લોકો વિચારતાં જ રહી જાય છે. પહેલી નજરમાં પ્રેમ વ્યક્ત કરવાની રીત થોડી અજીબ હોય છે. પરંતુ ઘણી વખત તે લોકોનાં દિલ જીતી લે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બસમાં એક મહિલાને બેઠેલી જોતાં જ રસ્તા પર ચાલતા યુવકને પહેલી નજરનો પ્રેમ થઈ જાય છે. આ પછી તેણે તરત જ પ્રેમનો ઈઝહાર કરવા લાગ્યો. પરંતુ મહિલાએ ‘એ’ વાળી આંગળી દેખાડી દીધી. તમે વિચારી રહ્યા હશો કે એ વાળી આંગળીનો મતલબ શું છે? તો ચાલો અમે તમને જણાવીએ. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક મોટી બસ ઊભી છે, જેની અંદર એક ખૂબસૂરત મહિલા બેઠી છે. તે પોતાની ધૂનમાં મસ્ત છે. તેને જોતા જ બહાર ઊભેલા છોકરાને કદાચ પહેલી નજરમાં પ્રેમ થઈ જાય છે. આ પણ વાંચો: કેમ ન્હાતી વખતે હંમેશા આવે છે બેસ્ટ આઈડિયા? તમારી સાથે પણ આવું થયું હશે, પરંતુ કારણ ખબર નહીં હોય! તેવામાં તે છોકરો તેની બારી પાસે પહોંચી જાય છે. બહાર ઠંડીની મોસમ છે. તેવામાં છોકરો પોતાના મોઢામાંથી વરાળ કાઢે છે, જે છોકરીની સામેની બારીના કાચ પર જાય છે. આ પછી છોકરો બારી પર દિલનું ચિત્ર દોરે છે. છોકરી અંદરથી સ્મિત કરે છે. પરંતુ આ પછી તે જે પણ કરે છે તેનાથી છોકરાનું દિલ તૂટી જાય છે. હકીકતમાં છોકરાના પ્રપોઝલથી મહિલા ખુશ થઈ જાય છે, પરંતુ તરત જ તે તેને તે આંગળી બતાવે છે જેના પર તેણે એન્ગેજમેન્ટ રીંગ પહેરી છે. છોકરી છોકરાને રીંગ બતાવે છે અને કહે છે કે, તે રિલેશનશિપમાં છે. પરંતુ આ સમય દરમિયાન છોકરીની સ્મિત ખરેખર ખૂબ જ સુંદર હતી. જોકે, છોકરીની રીંગ જોઈને છોકરાનું દિલ ચકનાચૂર થઈ જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને @volkan_saracbasi નામના એકાઉન્ટથી શેર કરાયો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 35 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. તેમજ લાખો લોકોએ તેને લાઈક અને શેર કર્યું છે. આ સિવાય વીડિયો પર ઘણી કોમેન્ટ્સ પણ આવી છે. વીડિયો જોઈને લાગે છે કે તે રશિયા, ઉઝબેકિસ્તાન, તુર્કી કે યુક્રેનનો હોઈ શકે છે. આ વીડિયો જોયા બાદ ઘણા બધા લોકોએ તેની સુંદરતા અને સ્મિત પર કોમેન્ટ્સ કરી હતી. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.