NEWS

HMPV: ચીનના ઘાતક વાયરસથી સંક્રમિત થયા તો દેખાશે આ 10 લક્ષણો, ભૂલેચૂકે પણ ન કરતા ઇગ્નોર; આ લોકોને સૌથી વધારે ખતરો

ભારતમાં પણ ત્રણ બાળકો HMPVથી સંક્રમિત થયા છે Symptoms of HMPV: આજકાલ દેશ અને દુનિયામાં ફરીથી ભયનો માહોલ વધતો જઈ રહ્યો છે. લોકોને ફરી એકવાર કોવિડ-19ના ભયાનક દિવસો યાદ આવી રહ્યા છે. જેની પાછળનું કારણ ચીનમાં એક નવો વાયરસ હ્યુમન મેટાન્યુમોવાયરસ (HMPV)નો ઝડપથી થઈ રહેલો ફેલાવો છે. રિપોર્ટ્સ અનુસાર, ચીનમાં આ વાયરસથી અત્યાર સુધી ઘણા લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. સ્થિતિ એવી છે કે હોસ્પિટલોમાં લોકોને સારવાર કરાવવા માટે બેડ પણ નથી મળી રહ્યા. તેવામાં ભારતમાં પણ ત્રણ બાળકો HMPVથી સંક્રમિત થયા છે, જેના કારણે લોકો ડરી ગયા છે. બેંગાલુરુમાં ત્રણ અને આઠ મહિનાના બે બાળકો અને અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં 2 મહિનાનું બાળક HMPVથી પોઝિટિવ છે. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પહેલાથી જ દેશમાં છે HMPV જો કે, એક્સપર્ટ એમ પણ કહી રહ્યા છે કે આ વાયરસ પહેલાથી જ અહીં હાજર છે. આ વાયરસ નવો નથી. પાછલા વર્ષે નવેમ્બરમાં પણ એક બાળક તેનાથી સંક્રમિત હતું. સંક્રમિત બાળકોની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આ બાળકોની ચીન, મલેશિયા કે અન્ય કોઈ દેશની ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી. HMPV એક એવો વાયરસ છે જે ભારતમાં પહેલાથી જ ઘણા સમયથી છે. શક્ય છે કે તે તેનો કોઈ નવો વેરિઅન્ટ હોય. તેવામાં પેનિક કરવાની કે વધારે ગભરાવાની જરૂર નથી. તમારે સાવચેતી રાખવી જોઈએ જેથી આ વાયરસથી ઝપટમાં ન આવો. શું છે હ્યુમન મેટાન્યૂમોવાયરસ (HMPV) હ્યુમન મેટાન્યૂમોવાયરસ (HMPV) એ એક વાયરસ છે જે મુખ્યત્વે ઠંડા હવામાન દરમિયાન ફેલાય છે. જો તે વધુ ગંભીર બને છે, તો તે ફેફસાં સુધી પહોંચી શકે છે અને ન્યુમોનિયા થઈ શકે છે. જેના કારણે શ્વાસ સંબંધિત સમસ્યાઓ થાય છે. બાળકો અને વૃદ્ધોને વધુ અસર કરે છે. આ વાયરસની ઓળખ સૌપ્રથમવાર 2001માં થઈ હતી. HMPV કેવી રીતે ફેલાય છે? તે ઉધરસ, છીંક, હાથ મિલાવવા અથવા સંક્રમિત વ્યક્તિને સ્પર્શ કરવાથી પણ ફેલાય છે. જો ચેપ લાગે છે, તો પાંચ દિવસ પછી લક્ષણો દેખાય છે. ઘણી હદ સુધી તેના લક્ષણો કોરોનાવાયરસ જેવા જ છે. કદાચ આ જ કારણથી લોકો આ વાયરસથી ખૂબ ડરી ગયા છે. HMPVના લક્ષણ શું છે? તેના લક્ષણો મોટાભાગે કોવિડ-19 ના પ્રારંભિક લક્ષણો જેવા જ છે. કેટલાક લક્ષણો નીચે મુજબ છે- શરદી થવી ગળામાં ખરાશ માથાનો દુખાવો તાવ આવે ઠંડી લાગે વહેતું નાક ઉધરસ થવી શ્વાસ લેવામાં તકલીફ ગંભીર લક્ષણોમાં ફેફસાંના ઇન્ફેક્શનનો સમાવેશ થઈ શકે છે. શ્વસન સંબંધી રોગો, અસ્થમા અને ફેફસાંના દર્દીઓએ સાવધાન રહેવું જોઈએ. HMPVથી બચાવના ઉપાય શું કરવું માસ્ક પહેરીને ઘરની બહાર નીકળો. ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં ન આવો. ખાંસી અને છીંકતી વખતે મોં પર રૂમાલ રાખો. વધુ પાણી પીવો. પૌષ્ટિક અને ઘરે બનાવેલો ખોરાક લો. પૂરતી ઊંઘ લો. સાબુથી હાથ ધોવાનું રાખો, સેનિટાઈઝરનો ઉપયોગ કરો. જમતી વખતે પણ હાથને સારી રીતે સાફ કરો. દરરોજ સ્નાન કરો. સ્વચ્છતાનું ધ્યાન રાખો. જો તમને ઉપર જણાવેલ લક્ષણો જણાય તો ડૉક્ટરની સલાહ લો. શું ન કરવું જો લક્ષણો દેખાય તો તમારી જાતે દવા ન લો. ચેપગ્રસ્ત વ્યક્તિને સ્પર્શ કરવાનું અથવા તેની નજીક રહેવાનું ટાળો. ચેપગ્રસ્ત વ્યક્તિના રૂમાલ, સામાન વગેરેનો ઉપયોગ કરશો નહીં. ભીડભાડવાળી જગ્યાએ વધુ સમય સુધી ન રહો. ગંદા હાથથી વારંવાર મોં, આંખ, નાકને સ્પર્શ કરવાનું ટાળો. ડૉક્ટરની સલાહ લીધા વિના તમારી જાતે કોઈ દવા ન લો. તમારા કપડાં, રૂમાલ, ટુવાલ વગેરે કોઈની સાથે શેર ન કરો. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.