NEWS

રાજકોટ: ચોરાયેલો મોબાઈલ પરત મળતા મહિલા કોન્સ્ટેબલે માગ્યા 1000 રૂપિયા, ACBએ રંગેહાથ લાંચ લેતા ઝડપી પાડ્યા

રાજકોટ: શહેરમાં એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનારી અનિતા વાઘેલાને રૂપિયા 1000ની લાંચ સ્વીકારતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતેથી જ ઝડપી પાડવામાં આવ્યા છે. રાજકોટ એન્ટી કરપ્શન બ્યુરો ખાતે ઇન્ચાર્જ ACP તરીકે ફરજ બજાવનારા કે. એચ. ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ફરિયાદીનો મોબાઇલ ફોન ખોવાઈ જતા તેમના દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે તે બાબતની અરજી કરી હતી. ફરિયાદીનો ખોવાઈ ગયેલ મોબાઈલ ફોન મળી જતા અનિતા વાઘેલા દ્વારા ફરિયાદીને પોતાનો ખોવાઈ ગયેલ મોબાઈલ ફોન પરત લેવા માટે રૂબરૂ મળવા બોલાવ્યા હતા. તેમજ અનિતા વાઘેલા દ્વારા મોબાઈલ ફોન પરત આપવાના અવેજ પેટે ₹1,000 ની લાંચની માંગણી કરવામાં આવી હતી. તેમજ મોબાઇલ ફોન લેવા આવે ત્યારે ₹1,000 આપી જવાનું જણાવવામાં આવ્યું હતું. આ પણ વાંચો: રાજકોટ: વિંછીયામાં પોલીસ સ્ટેશન પર પથ્થરમારો, 52 લોકોની અટકાયત, 3 પોલીસ કર્મી ઘાયલ જોકે ફરિયાદી લાંચની રકમ આપવા ન માંગતા હોવાથી તેમના દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જે અંતર્ગત એન્ટી કરપ્શન બ્યુરો રાજકોટ શહેર દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જે દરમિયાન અનિતા વાઘેલા દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે આવેલ સાયબર વિભાગ રૂમમાં ₹1,000 ની લાંચ સ્વીકારતા ઝડપાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આ પણ વાંચો: રાજકોટ: લંપટ આચાર્ય વિદ્યાર્થીનીઓને બગીચામાં લઈ જઈ અશ્લીલ વીડિયો બતાવતો, બાદમાં પોતાનું પેન્ટ કાઢી નાખતો ઉલ્લેખનીય છે કે, અનિતા વાઘેલા દ્વારા ગેરકાયદેસર લાંચની રકમની માંગણી કરી તેમજ તેનો સ્વીકાર કરી રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક આચરી સ્થળ પર ઝડપાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા તેમને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. જેથી આ સમગ્ર મામલે હવે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.