NEWS

ઘરે બેઠા ગણતરીની મિનિટમાં બની જશે દેશી ચણાના લાડુ, જાણો સરળ રેસિપી

અમદાવાદ: શિયાળાની સિઝન ચાલી રહી છે, ત્યારે લોકો મેથીના લાડુ, ગુંદર પાક, અળદ પાક જેવી વાનગી ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. આ સિવાય ઘણા લોકો ચણાના લાડુ બનાવીને પણ આરોગતા હોય છે. જે ખાવામાં એકદમ યુનિક અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તો આવો ફૂડ રેસિપીસ્ટ નિનાબેન દેસાઈ પાસેથી આજે આપણે દેશી ચણાના લાડુ બનાવવાની રીત જાણીએ. લોકલ 18 સાથે વાત કરતા ફૂડ રેસિપીસ્ટ નિનાબેન દેસાઈએ જણાવ્યું કે, સામાન્ય રીતે લોકો બાફેલા ચણા કે પલાળેલા ચણા ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. કારણ કે ચણામાંથી આપણને પ્રોટીન વધુ પ્રમાણમાં મળે છે. પરંતુ તમે પલાળેલા કે બાફેલા ચણાના લોટમાં ઈલાયચી, જાયફળ, તલ, ઘી, ગોળ વગેરે વસ્તુ ઉમેરીને તેના લાડુ પણ બનાવી શકો છો. જે સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે. જો કે ચણાના લોટના લાડુ બનાવવા એકદમ સહેલા છે અને તેને તૈયાર કરવામાં પણ વધારે સમય લાગતો નથી. દેશી ચણાના લાડુ બનાવવા માટેની સામગ્રી 1. કાળા દેશી ચણા – 250 ગ્રામ 2. દેશી ગોળ – 250 ગ્રામ 3. ગાયનું ઘી – 200 ગ્રામ 4. સમારેલા બદામ અને પિસ્તા – 50 ગ્રામ 5. તલ – 2 ચમચી 6. ઈલાયચીનો પાવડર – 1 ચમચી 7. જાયફળનો પાવડર – 1 ચમચી 8. દૂધ – ½ કપ દેશી ચણાના લાડુ બનાવવાની રીત સૌપ્રથમ તો જ્યારે ચણાના લાડુ બનાવવાના હોય તેના એક દિવસ પહેલા એટલે કે એક રાત ચણાને પાણીમાં પલાળી રાખો. ત્યારપબાદ બીજા દિવસે ચણાના લાડુ બનાવવાના હોય તેના થોડા સમય પહેલા પલાળેલા ચણાને કૂકરમાં એક સીટી વગાડી બાફી લો. પરંતુ દેશી ચણા થોડા કાચા રહે તે રીતે બાફવા. ચણા બફાઈ જાય એટલે તેને એક બાઉલમાં લઈ સુકવી લો. હવે સુકા ચણાનો લોટ બની જાય તે રીતે તેને દળી લો. હવે આ ચણાના લોટમાં થોડું ઘીનું મોવણ નાખો. આ સાથે દૂધ વડે લોટ બાંધી લો. લોટ બંધાઈ જાય એટલે તેના નાના નાના મુઠીયા વાળી લો. એ પછી મુઠીયાને ઘીમાં ફ્રાય કરી લો. હવે મુઠીયા થોડા ઠંડા થઈ જાય એટલે તેનો ભૂકો કરી ચુરમુ બનાવી લેવું. હવે તેમાં શેકેલા તલ, ઈલાયચીનો પાવડર, જાયફળનો પાવડર અને થોડો બદામ-પિસ્તાનો ભૂકો ઉમેરી ચુરમાને બરાબર મિક્સ કરી લો. બીજી તરફ એક પેનમાં થોડું ઘી ગરમ કરી તેમાં દેશી ગોળ ઉમેરો. ગોળ સંપૂર્ણપણે ઓગળી જાય એટલે તેને ચણાના લોટના ચુરમામાં ઉમેરી ચુરમાને બરાબર મિક્સ કરી લો. આટલું કર્યા બાદ હવે આ ચુરમાના નાના નાના લાડુ વાળી લો. છેલ્લે આ ચણાના લાડુને એક પ્લેટમાં લઈ તેના પર સમારેલા બદામ વડે સુંદર ગાર્નિશિંગ કરો. દેશી ચણાના લાડુ તૈયાર છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.