Justin Trudeau Resignation: કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. પોતાની સરકાર અને વ્યક્તિગત ટીકાઓની વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશ માટે પોતાના સંબોધનમાં ટ્રુડોએ પોતાના રાજીનામાની જાહેરાત કરી છે. જસ્ટિન ટ્રુડોએ સત્તાધારી લિબરલ પાર્ટીના નેતા તરીકે પોતાના રાજીનામાની ઘોષણા કરી છે. 53 વર્ષીય ટ્રુડોએ સોમવારે ઓટાવામાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, “હું પાર્ટીના નવા નેતાની પસંદગી બાદ પાર્ટી નેતા અને પ્રધાનમંત્રી તરીકે રાજીનામું આપવાનો ઈરાદો રાખું છું.” ટ્રુડો ત્યાં સુધી કાર્યવાહક ક્ષમતામાં પ્રધાનમંત્રી બન્યા રહેશે, જ્યાં સુધી કોઈ નવા નેતા ચૂંટાઈ ન આવે. જસ્ટિન ટ્રુડો 11 વર્ષથી લિબરલ પાર્ટીના નેતા અને નવ વર્ષથી પ્રધાનમંત્રી હતા. તેઓ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીઓથી લઈને મુખ્ય સહયોગીઓના રાજીનામા અને જનમત સર્વે સુધીના કેટલાય સંકટોનો સામનો કરી રહ્યા હતા. ટ્રુડોએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આ દેશ આગામી ચૂંટણીમાં એક વાસ્તવિક વિકલ્પનો હકદાર છે અને તે મારા માટે સ્પષ્ટ થઈ ગયું છે કે જો મને આંતરિક લડાઈ લડવી પડે છે તો હું આ ચૂંટણીમાં સૌથી સારો વિકલ્પ નહીં બની શકું. ટ્રુડોએ આગળ કહ્યું કે, એક નવા પ્રધાનમંત્રી અને લિબરલ પાર્ટીના નેતા આગામી ચૂંટણીમાં પોતાના મૂલ્યો અને આદર્શોને લઈને જશે. હું આવનારા મહિનામાં આ પ્રક્રિયાને જોવા માટે ઉત્સાહિત છું. જસ્ટિન ટ્રુડોએ પોતાના સંબોધનમાં કહ્યું કે, સત્ય તો એ છે કે તેના પર કામ કરવું સર્વોત્તમ પ્રયાસો છતાં સંસદ, મહિનાઓથી પાંગળી બની ગઈ છે. એટલા માટે આજે સવારે મેં ગવર્નર-જનરલને સલાહ આપી કે આપણે સંસદનું નવું સત્ર બોલાવવાની જરૂર છે. તેમણે આ અનુરોધનો સ્વીકાર કરી લીધો છે અને હવે સદન 24 માર્ચ સુધી સ્થગિત રહેશે. અહીં ઉલ્લેખનીય છે કે કેનેડિયન સંસદની કાર્યવાહી 27 જાન્યુઆરીથી ફરીથી શરૂ થવાની હતી અને વિપક્ષી પાર્ટીઓએ સરકારને ફટાફટ પાડવાની કોશિશમાં હતી. મતલબ વિપક્ષી પાર્ટીઓ ટ્રુડોની લિબરલ પાર્ટીની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં હતી, પણ જો સંસદ 24 માર્ચ સુધી સ્થગિત રહે તો વિપક્ષી પાર્ટીઓ મે મહિના સુધી સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. તો વળી ઓક્ટોબર મહિના સુધી કેનેડામાં ચૂંટણી થઈ શકે છે. None
Popular Tags:
Share This Post:
What’s New
Spotlight
Today’s Hot
-
- January 7, 2025
-
- January 7, 2025
-
- January 7, 2025
Featured News
Latest From This Week
રાજકોટ: વિંછીયામાં પોલીસ સ્ટેશન પર પથ્થરમારો, 52 લોકોની અટકાયત, 3 પોલીસ કર્મી ઘાયલ
NEWS
- by Sarkai Info
- January 6, 2025
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.