NEWS

સુરત: ઓનલાઈન ગેમમાં હારી જતા 19 વર્ષીય યુવકે ATMમાં ચોરીનો પ્રયાસ કર્યો, આખી ઘટના જાણી આંખો પહોળી થઈ જશે

સુરત: શહેરમાં આઈ.ટી.આઈ.નો અભ્યાસ કરતા વિદ્યાર્થી સહિત સગીરની અઠવા પોલીસે ધરપકડ કરી છે. બે પૈકીનો એક આરોપી ઓનલાઇન ‘free fire’ ગેમમાં ચૌદ હજાર જેટલી રકમ હારી ગયો હતો. માતાના ‘google pay’માંથી ચોરીછુપીથી ચૌદ હજાર જેટલી રકમ ઉપાડી ગેમમાં હારી ગયો હતો. જેની જાણ માતાને નહીં થાય તે માટે સગીર વયના મિત્ર જોડે મળી બેંક ATMમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં બંનેએ ગુનાને અંજામ આપવા મોટરસાઇકલની ચોરી પણ કરી હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે સગીર સહિત બંને આરોપીઓને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી હતી. સુરતમાં એવી ઘટના સામે આવી છે જેમાં આઈ.ટી.આઈ.નો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાના જ સગીર વયના મિત્ર જોડે મળી બેન્ક ATMમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. માતાના ‘google pay’માંથી ચોરીછુપીથી રૂપિયા ઉપાડી ઓનલાઇન ‘ફ્રી ફાયર’ ગેમમાં હારી જતા વિદ્યાર્થીઓ ચોરીનો માર્ગ અપનાવ્યો હતો. જે ચોરી કરવા માટે મોટરસાઇકલની પણ ચોરી કરી હતી. પરંતુ CCTV ફૂટેજના આધારે બેન્ક ATMમાં થયેલા ચોરીના નિષ્ફળ પ્રયાસના ગુનામાં અઠવા પોલીસે સગીર સહિત બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અઠવા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ, સુરતના ગોપીપુરા વિસ્તારમાં ICICI બેંકનું ATM આવેલું છે. જે બેંક ATMમાં પહેલી જાન્યુઆરીના રોજ ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. મોડી રાત્રિના સમયે મોટરસાઇકલ લઈ આવી ચઢેલા બે ઈસમોએ ICICI બેંકના ATMને નિશાન બનાવ્યું હતું. ચોરીની ઘટનાને અંજામ આપે તે પહેલા બેંકના કંટ્રોલ રૂમમાં સાયરન વાગતા બંને ઈસમો ફરાર થઈ ગયા હતા. જે ઘટનાની જાણકારી મળતા અઠવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે બેંક મેનેજરની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ પણ વાંચો: રાજકોટ: ચોરાયેલો મોબાઈલ પરત મળતા મહિલા કોન્સ્ટેબલે માગ્યા 1000 રૂપિયા, ACBએ રંગેહાથ લાંચ લેતા ઝડપી પાડ્યા અઠવા પોલીસની તપાસ દરમિયાન ગોપીપુરાના બડેખા ચકલા પાસે રહેતા 19 વર્ષીય અંગત સંજયભાઈ મોરે સહિત સગીર વયના કિશોર દ્વારા ઘટનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવતા પોલીસે CCTV ફૂટેજના આધારે બંનેને ઝડપી પાડ્યા હતા. સગીર સહિત બંને શખ્સોની પૂછપરછમાં ચોકાવનારી બાબત સામે આવી હતી. જેમાં બે પૈકીનો 19 વર્ષીય અંગત સંજય મોરે દ્વારા બેંક ATMમાં ચોરીનો આ પ્લાન બનાવવામાં આવ્યો હોવાની હકીકત સામે આવી હતી. જે ચોરી પાછળનું કારણ પૂછતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસ પૂછપરછમાં 19 વર્ષીય આરોપી અંગત સંજય મોરે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પોતે આઈટીઆઈનો અભ્યાસ કરે છે. થોડા દિવસ અગાઉ મોબાઈલમાં ઓનલાઇન ‘free fire’ ગેમની અંદર 14 હજાર રૂપિયા જેટલી રકમ પોતે હારી ગયો હતો. જે રકમ તેણે માતાના મોબાઈલમાં રહેલા ‘google pay’માંથી ચોરીછુપીથી ઉપાડી ‘free fire’ ગેમની અંદર નાખ્યા હતા. માતાને આ બાબતની જાણ થશે તો ઠપકો આપશે તેમ વિચારી આરોપીએ પોતાના સગીર વયના મિત્ર જોડે મળી ચોરીનો પ્લાન બનાવ્યો હતો. બેંક ATMમાં ચોરી કરવા માટે આરોપી અંગત સંજય મોરે દ્વારા ઘર નજીકથી મોટરસાઇકલની ચોરી કરી હતી. જે મોટરસાઇકલ બંને ઈસમો પહેલી જાન્યુઆરીના રોજ ગોપીપુરા વિસ્તારમાં આવેલ હનુમાન ચાર રસ્તા નજીકની ICICI બેંકના ATMમાં ચોરી કરવા ગયા હતા. ATMને બ્રેક કરતી વેળાએ સાયરન વાગતા બંને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે સમગ્ર હકીકત આરોપીએ પોલીસ પૂછપરછમાં જણાવી હતી. આ પણ વાંચો: રાજકોટ: લંપટ આચાર્ય વિદ્યાર્થીનીઓને બગીચામાં લઈ જઈ અશ્લીલ વીડિયો બતાવતો, બાદમાં પોતાનું પેન્ટ કાઢી નાખતો અઠવા પોલીસની પૂછપરછમાં વધુ ચોકાવનારી હકીકત એ બનીને સામે આવી હતી કે, આ ચોરીની ઘટનાને અંજામ આપવા માટે આરોપી અંગત મોરે દ્વારા YouTube પર વીડિયો જોયો હતો. બેન્ક ATMને કઈ રીતે બ્રેક કરી શકાય તે અંગેની ટ્રિક આરોપીએ YouTube વિડીયો ઉપરથી શીખી હતી. જે YouTube પર વીડિયો જોયા બાદ તેણે બેન્ક ATMમાં ચોરી કરવાનો પ્લાન પોતાના સગીર વયના મિત્ર જોડે મળી બનાવ્યો હોવાની કબુલાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસ પૂછપરછમાં બેંક ATMમાં થયેલા ચોરીનો નિષ્ફળ પ્રયાસ અને વાહન ચોરીના ગુનાઓના ભેદ અઠવા પોલીસે ઉકેલી કાઢ્યા હતા. પોલીસના હાથે ધરપકડ કરાયેલો સગીર વયનો આરોપી ધોરણ 11માં અભ્યાસ કરે છે. જ્યારે મુખ્ય આરોપી હાલ આઈટીઆઈનો કોર્ષ કરી રહ્યો છે. જોકે માતાના ‘google pay’માંથી ચોરીછુપીથી ઉપાડેલી ચૌદ હજાર જેટલી રકમ ‘ફ્રી ફાયર’ ગેમમાં હારી જતા આરોપીએ માતાની રકમ પરત કરવા ચોરીનો માર્ગ અપનાવ્યો હતો. જ્યાં અંતે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હતો. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.