NEWS

"સલામતીની સાથે ઉજવીએ મકરસંક્રાંતિ”, PGVCLએ પતંગબાજોને આપી ખાસ સલાહ

બોટાદ: ઉત્તરાયણના તહેવારમાં નજીવી કિંમતની પતંગ માટે બાળકો તથા જવાનિયાઓ પણ દોડધામ કરે છે. સાથોસાથ વીજળીના તાર પર લટકેલા પતંગ પણ ઉતારવાનું જોખમ લે છે. ઉત્તરાયણમાં દરેક જણે વીજ ઉપકરણોથી કેવી તકેદારી રાખવી જોઈએ તે અંગે બોટાદ PGVCL દ્વારા જરૂરી સૂચનો જણાવ્યા છે. આ સૂચનોનું પાલન કરીને મોટા અકસ્માતોનો ભય ટાળીને લોકોની અમૂલ્ય જિંદગી બચાવી શકાય છે. પતંગ ચગાવતી વખતે રાખો સાવધાની બોટાદ PGVCL દ્વારા જાહેર જનતાને ઉત્તરાયણનું પર્વ ઉત્સાહ અને વીજ સલામતી પૂર્વક ઉજવવા તથા વીજ અકસ્માત નિવારવા માટે પતંગ ચગાવતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતોની ખાસ કાળજી રાખવા અનુરોધ કરાયો છે. પતંગ કે દોરી વીજળીના થાંભલા કે તારમાં ફસાઈ જાય તેને લેવા માટે થાંભલા પર ચઢશો નહીં. વીજળીના તાર કે કેબલને અડકશો નહીં. વીજળીના વાયર કે તાર ઉપર પડેલ પતંગ લેવા લંગર નાખશો નહીં. તેમ કરવાથી વીજળીના તાર ભેગા થતાં મોટા ભડાકા થવાની, તાર તૂટી જવાની, અકસ્માત થવાની તેમજ વીજ વપરાશના સાધનો (ઉપકરણો) બળી જવાની સંભાવના રહે છે. થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે તાર કે લોખંડના સળિયાનો ઉપયોગ જીવલેણ નીવડી શકે છે. ધાતુના તાર કે મેગ્નેટિક ટેપ બાંધીને પતંગ ઉડાડશો નહીં, તેમ કરવાથી વીજળીના તારને અડકતા વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માતની સંભાવના છે. નજીવી કિંમતના પતંગ માટે આપની અણમોલ કિંમતી જિંદગી જોખમમાં ન મુકાય તેનો ખ્યાલ રાખો. ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરવો નહીં, તેનાથી વીજળીના વાયર કપાઈ શકે છે, જેથી અંધારપટ તેમજ વીજ અકસ્માત થઈ શકે છે. વીજવાયરો પસાર થતા હોય તેની સાવ નજીકથી પતંગ ઉડાડશો નહીં. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.