NEWS

Aaj Nu Panchang: 7 જાન્યુઆરી 2025નું પંચાંગ, શુભ મુહૂર્ત, તિથિ અને શુભ-અશુભ ચોઘડિયાં

આજનું પંચાગ Aaj Nu Panchang: ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે પોષ શુદ આઠમ છે. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે જાન્યુઆરી મહિનાની 7 તારીખ અને મંગળવાર છે. લોકો કોઈ પણ શુભ કામ કરતા પહેલા ચોઘડિયું એટલે કે સારું મૂહૂર્ત જોતા હોય છે. આજના તિથિ, વાર, ચોઘડિયાં સહિતની માહિતી મેળવીએ. આજની તિથિ: પોષ સુદ આઠમ, વિક્રમ સંવત: 2081 ઉત્તર ભારતીય તિથિ: પોષ શુક્લ અષ્ટમી, વિક્રમ સંવત: 2081 આજનો તહેવાર: દિવસના ચોઘડિયા: અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત રાત્રિના ચોઘડિયા: ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ આજના શુભ ચોઘડિયાનો સમય: આજે સવારે 10.05થી 11.25 સુધી ચલ, 11.25થી 12.46 સુધી લાભ, 12.46થી 14.07 સુધી અમૃત, 15.27થી 16.47 સુધી શુભ અને 19.48થી 21.27 સુધી લાભ ચોઘડિયું રહેશે. નક્ષત્ર: આજે સાંજે 17.50 સુધી રેવતી ત્યારબાદ અશ્વિની રાહુકાળ સમય: 15.00થી 16.30 કરણ: બાલવ અમદાવાદ શહેરમાં આજે સવારે 07.23 વાગ્યે સુર્યોદય થશે અને 18.08 વાગ્યે અસ્ત થશે. સુરત શહેરમાં આજે સવારે 07.19 વાગ્યે સુર્યોદય અને 18.11 વાગ્યે અસ્ત થશે. આજની રાશિ: આજે સાંજે 17.50 સુધી મીન(દ, ચ, ઝ, થ) ત્યારબાદ મેષ(અ, લ, ઈ) રાશિ રહેશે. આ પણ વાંચો: Horoscope 7th January: મિથુન રાશિના જાતકો અનુભવશે એનર્જેટિક, નાણાકિય બાબતોમાં રાખો સાવધાની સામાન્ય રીતે ચોઘડિયાંનો સમય આશરે દોઢ કલાક એટલે કે 90 મિનિટ હોય છે. ચોઘડિયાં સવાર અને રાત્રિ એમ બે પ્રકારના હોય છે. સવારના ચોઘડિયાંનો સમય સવારે છ વાગ્યે અને સાંજના ચોઘડિયાંનો સમય સાંજે છ વાગ્યાથી શરૂ થાય છે, એટલે કે સૂર્યોદય સાથે સવારના ચોઘડિયાંની શરૂઆત થાય છે અને સૂર્યાસ્ત પછી રાત્રિના ચોઘડિયાંની શરૂઆત થાય છે. તમે જોયું હશે કે દરેક કેલેન્ડરમાં સૂર્ય કેટલા વાગ્યે ઊગશે અને કેટલા વાગ્યે અસ્ત થશે તેની વિગત આપવામાં આવે છે. એ પાછળનું કારણ પણ આ જ છે. ચોઘડિયાં ત્રણ પ્રકારના હોય છે. જેમાં શુભ, અશુભ અને મધ્યમ ચોઘડિયાંનો સમાવેશ થાય છે. શુભ ચોઘડિયાં: શુભ, અમૃત, લાભ, અશુભ ચોઘડિયાં: ઉદ્વેગ, કાળ, રોગ મધ્યમ ચોઘડિયું: ચલ ચોઘડિયાં કેવી રીતે જોવા? દરેક વારનો એક સ્વામી હોય છે, અને જે તે વારનાં ચોઘડિયાની શરૂઆત નક્કી જ હોય છે. દા.ત. દરેક સોમવારે પ્રથમ ચોઘડિયું અમૃત જ હોય છે. એવી રીતે મંગળવારે પ્રથમ ચોઘડિયું રોગ જ હોય છે. આ પણ વાંચો: Weekly Horoscope: આ સપ્તાહ શુભ અને સૌભાગ્ય લાવશે, બનશે આવકના વધારાના સ્ત્રોત; વાંચો સાપ્તાહિક રાશિફળ ચોઘડિયું - વાર ઉદ્વેગ - રવિવાર અમૃત - સોમવાર રોગ - મંગળવાર લાભ - બુધવાર શુભ - ગુરુવાર ચલ - શુક્રવાર કાળ - શનિવાર None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.