બૈતૂલ: મધ્ય પ્રદેશના બૈતૂલ જિલ્લામાં આદિવાસી ખેડૂતો સાથે ટ્રેક્ટર અપાવવાના નામ પર છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ભેંસદેહી અને આઠનેર બ્લોકના 6 ખેડૂતોમાંથી એક યુવકે આધાર કાર્ડ લઈને તેના નામ પર ટ્રેક્ટર ફાઇનાન્સ કરાવી લીધું. ફાઇનાન્સ કરવામાં આવેલ ટ્રેક્ટર ક્યાં છે, તે પણ આદિવાસી ખેડૂતોને ખબર નથી. જ્યારે બેન્કના કર્મચારીઓ લોન વસૂલવા ખેડૂતોના ઘરે આવ્યા તો આ આખો કાંડ ખુલ્યો. ખેડૂતોએ તેની ફરિયાદ એસપી અને કલેક્ટરને કરી અને આ સમગ્ર મામલે દોષિતો પર કાર્યવાહી કરી તેમને ટ્રેક્ટર અપાવવાની માગ કરી છે. ખેડૂતોની વાત માનીએ તો, ભેંસદેહી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના રહેવાસી રાજેશ વિજયકરે ખેડૂતોને એવું કહીને આધાર કાર્ડ લઈ લીધા કે “આ વિસ્તારમાં એક મોટો ડેમ બની રહ્યો છે. આ ડેમ માટે ટ્રેક્ટરની જરૂર છે. ખેડૂતોના નામ પર તે ટ્રેક્ટર લેશે અને દર મહિને ટ્રેક્ટરના હપ્તા આગામી બે વર્ષ સુધી તે ભરશે અને દર મહિને ખેડૂતોને પણ પૈસા આપવામાં આવશે.” આ પણ વાંચો: ટ્રક ડ્રાઈવરના પ્રેમમાં પાગલ થઈ 19 વર્ષની છોકરી, મા-બાપને અંધારામાં સુતા મુકી ભાગી ગઈ, દુલ્હન બનીને પાછી આવી પણ આરોપી વિજય ખેડૂતોના આધાર કાર્ડ લઈને ગાયબ થઈ ગયો. બાદમાં જ્યારે ખેડૂતો પાસે બેન્ક કર્મચારી વ્યાજ વસૂલવા આવ્યા ત્યારે ખેડૂતોને ખબર પડી કે તેમના નામ પર ખોટી રીતે રાજેશે ટ્રેક્ટર લઈ લીધા છે. હવે ખેડૂતો કલેક્ટર અને એસપીને ફરિયાદ કરી આ સમગ્ર મામલે કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. આ મામલે બૈતૂલ કલેક્ટરનું કહેવું છે કે આરોપી રાજેશ વિજયકર પર પહેલા પણ ફરિયાદ નોંધાયેલી છે. તો વળી કલેક્ટરે સમગ્ર મામલે તપાસના આદેશ આપી દીધા છે. આરોપી વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી લેવામાં આવી છે. તો વળી પોલીસ આ મામલે આરોપી રાજેશ પર પહેલાથી ગુન્હો નોંધેલો હોવાની વાત કરી રહી છે અને જે ખેડૂતો હાલમાં ફરિયાદ કરી રહ્યા છે, તેમની ફરિયાદ પર અલગથી ગુન્હો નોંધી આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. None
Popular Tags:
Share This Post:
What’s New
Spotlight
Today’s Hot
-
- January 7, 2025
-
- January 7, 2025
-
- January 7, 2025
Featured News
Latest From This Week
રાજકોટ: વિંછીયામાં પોલીસ સ્ટેશન પર પથ્થરમારો, 52 લોકોની અટકાયત, 3 પોલીસ કર્મી ઘાયલ
NEWS
- by Sarkai Info
- January 6, 2025
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.