NEWS

ફ્લિપકાર્ટ-એમેઝોનને ટક્કર આપી રહી છે સરકારની આ ઓનલાઇન દુકાન! મળે છે સસ્તો સામાન અને પૈસા કમાવાની તક

એમેઝોન-ફ્લિપકાર્ટને ટક્કર આપે છે આ સરકારી દુકાન આજે આપણે કોઇ પણ સામાન લેવા માટે બહાર જવાની જરૂર પડતી નથી. આંગળીનો ટેરવે દુનિયાના કોઇ પણ ખૂણેથી તમે ઘરેબેઠા સામાન મેળવી શકો છો. ઑનલાઇન શોપિંગ અને ફૂડ ડિલિવરી માટે ફ્લિપકાર્ટ, એમેઝોન અને ઝોમેટો અને સ્વિગી જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરીએ છીએ. જોકે આ એપ્સના ચાર્જ ઘણી વખત ગ્રાહકો માટે વધી જાય છે. પરંતુ, શું તમે જાણો છો કે એક સસ્તું સરકારી ઈ-કોમર્સ પ્લેટફોર્મ પણ છે જ્યાંથી ગ્રોસરી, ગેજેટ્સ અને ફૂડ ઓર્ડર કરી શકાય છે. અમે વાત કરી રહ્યા છીએ સરકાર સમર્થિત ઈ-કોમર્સ પ્લેટફોર્મ ONDC વિશે, જેની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. સરકારે કહ્યું કે અત્યાર સુધીમાં 7 લાખથી વધુ સેલર અને સર્વિસ પ્રોવાઇડર તેના ઈ-કોમર્સ પ્લેટફોર્મ ONDC સાથે જોડાયા છે. સરકાર સમર્થિત પહેલ ‘ઓપન નેટવર્ક ફોર ડીજીટલ કોમર્સ’ (ONDC) વર્ષ 2021માં શરૂ કરવામાં આવી હતી. તેની સ્થાપના મુખ્યત્વે નાના વિક્રેતાઓ માટે ડિજિટલ કોમર્સ સુધી પહોંચવાનું સરળ બનાવવા માટે કરવામાં આવી હતી. આ પણ વાંચોઃ લખીને લઈ લો! આ વર્ષે શેરબજારમાં મંગલ જ મંગલ, ફેમસ જ્યોતિષી સંજય જુમાનીએ કરી ભવિષ્યવાણી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ONDC એ નાના ઉદ્યોગોને સશક્ત બનાવવામાં અને ઈ-કોમર્સમાં ક્રાંતિ લાવવામાં યોગદાન આપ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલની પોસ્ટ પર કોમેન્ટ કરીને વડા પ્રધાને જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં, આ પ્લેટફોર્મે નાના ઉદ્યોગો માટે સ્પર્ધાની સમાન પરીસ્થિતિઓ બનાવીને તેને સશક્ત બનાવ્યા છે. મોદીએ કહ્યું, “ONDCએ નાના બિઝનેસ સશક્ત બનાવવામાં અને ઈ-કોમર્સમાં ક્રાંતિ લાવવામાં યોગદાન આપ્યું છે. આમ, તે વિકાસ અને સમૃદ્ધિને ચલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.’’ ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, છેલ્લા 3 વર્ષમાં આ મંચે નેટવર્ક પર નાના ઉદ્યોગો માટે સમાન અવસરો ઉપલબ્ધ કરાવીને તેને સશક્ત બનાવ્યા છે. આ પણ વાંચોઃ Budget 2025: સીનિયર સિટિઝન્સ આની જ તો રાહ જોતા હતાં, બજેટમાં સરકાર આપી શકે છે મોટી ગિફ્ટ ONDCનો ઉદ્દેશ્ય રિટેલ ઈ-કોમર્સનાં તમામ પાસાઓ માટે ખુલ્લા પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવાનો છે. તે નાના રિટેલરોને ઈ-કોમર્સ સાથે જોડીને તેમના બિઝનેસને વિસ્તૃત કરવામાં અને આ ક્ષેત્રમાં દિગ્ગજોનું વર્ચસ્વ ઘટાડવામાં મદદ કરે છે. એક બિન-સરકારી કંપની ONDCએ અત્યાર સુધીમાં 200 થી વધુ નેટવર્ક સહભાગીઓ સાથે 15 કરોડ વ્યવહારો પાર કરી ચૂક્યૂ છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.