સુરત: શહેરના ખટોદરા, પાંડેસરા, ભેસ્તાન અને ઉધના વિસ્તારમાં ધમધમતા કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા પાલિકાની ડ્રેનેજ લાઇનમાં એસિડ અને કેમિકલ યુક્ત પાણી છોડવાના કારણે સેકન્ડરી અને તરસરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડતાં ડ્રેનેજ સમિતિના ચેરમેન દોડતા થયા હતા અને તાત્કાલિક ધોરણે પાલિકાની ડ્રેનેજ લાઈનમાં એસિડ અને કેમિકલ યુક્ત પાણી છોડનારા એકમો સામે કાર્યવાહીના આદેશ કરતાં બે જેટલા એકમોને સીલ કરી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ બંધ કરવામાં આવેલા પ્લાન્ટને ફરી પૂર્ણવર્ત કરાયો હતો. સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ધમધમતા થયેલા ડાઇંગ અને ઔદ્યોગિક એકમો દ્વારા પાલિકાની ડ્રેનેજ લાઈનમાં એસિડ અને કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. ડ્રેનેજ સમિતિના ચેરમેન દ્વારા આવા એકમો સામે કડક કાર્યવાહીના આદેશો આપવામાં આવ્યા છે. અગાઉ શહેરના વિવિધ ઝોનમાં પાલિકા દ્વારા 300 થી વધુ એકમો સીલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમ છતાં પણ શહેરના કેટલાક વિસ્તારોમાં હજી આવા અનેક ઔદ્યોગિક એકમો દ્વારા ગેરકાયદેસર રીતે પાલિકાની ડ્રેનેજ લાઈનમાં એસિડ અને કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં પાંડેસરા, ઉધના, ભેસ્તાન અને ખટોદરા વિસ્તારમાં પાલિકાની ડ્રેનેજ લાઇનમાં છોડવામાં આવી રહેલા ગંદા પાણીના કારણે સેકન્ડરી પ્લાન્ટ અને તરસરી ટ્રીટમેન્ટ પ્લાન્ટને બંધ કરવાની પાલિકાને ફરજ પડી હતી. આ પણ વાંચો: સુરત: ઓનલાઈન ગેમમાં હારી જતા 19 વર્ષીય યુવકે ATMમાં ચોરીનો પ્રયાસ કર્યો, આખી ઘટના જાણી આંખો પહોળી થઈ જશે પાલિકાની ડ્રેનેજ લાઈનમાં ગંદા પાણી છોડવાના કારણે બમરોલી વિસ્તારમાં આવેલ પાલિકાનો 40 એમ.એલ.ડી.નો પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડતાં ડ્રેનેજ સમિતિના ચેરમેન કેયુર ચપટવાલા તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. જ્યાં પરિસ્થિતિનો ચિતાર મેળવી અધિકારીઓને ગંદા પાણી છોડતા એકમો સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. જે પૈકી ભેસ્તાન વિસ્તારમાં આવેલા સાંઈ આશિષ સહિત બે એકમોને પાલિકાના ઉધના ઝોન દ્વારા સીલ કરી દેવાયા હતા. પાલિકાના ડ્રેનેજ સમિતિના ચેરમેન કેયુર ચપટવાલાએ જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી આ બાબતેની ફરિયાદો મળી હતી. જેથી અગાઉ પણ પાલિકા અધિકારીઓને આવા એકમો સામે કડક કાર્યવાહી અને સીલ કરવા માટેના આદેશ આપ્યા હતા. છેલ્લા ત્રણ થી ચાર દિવસ દરમિયાન 50 જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા છે. જે એકમો દ્વારા પાલિકાની ડ્રેનેજ લાઈનમાં ગેરકાયદેસર રીતે એસિડ અને કેમિકલ યુક્ત પાણી ટ્રીટ કર્યા વિના જ છોડવામાં આવી રહ્યું હતું. આ પણ વાંચો: રાજકોટ: લંપટ આચાર્ય વિદ્યાર્થીનીઓને બગીચામાં લઈ જઈ અશ્લીલ વીડિયો બતાવતો, બાદમાં પોતાનું પેન્ટ કાઢી નાખતો ઉલ્લેખનીય છે કે, પાલિકા પાણીને ટ્રીટ કરી ઔદ્યોગિક એકમોને તે પાણી પૂરું પાડી રેવન્યુ ઉભી કરે છે. જે માટે બમરોલી ખાતે સેકન્ડરી અને તરસરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે. પરંતુ બે-ત્રણ દિવસથી આ પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડી હતી. જેથી પ્લાન્ટ બંધ ન કરવો પડે તે માટે તાત્કાલિક ધોરણે જે એકમો દ્વારા ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું હતું, એવા એકમોને શોધી કાર્યવાહી કરવામાં આવી છે. જ્યાં પ્લાન્ટ પણ હાલ પૂર્ણવર્ત કરી દેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આવા એકમો સામે આગળ પણ કાર્યવાહી ચાલુ રહેશે. None
Popular Tags:
Share This Post:
What’s New
Spotlight
Today’s Hot
-
- January 7, 2025
-
- January 7, 2025
-
- January 7, 2025
Featured News
Latest From This Week
રાજકોટ: વિંછીયામાં પોલીસ સ્ટેશન પર પથ્થરમારો, 52 લોકોની અટકાયત, 3 પોલીસ કર્મી ઘાયલ
NEWS
- by Sarkai Info
- January 6, 2025
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.