NEWS

‘મને મારી જમીનમાં હિસ્સો કેમ નથી આપતા’ કહી પૌત્રએ ખેલ્યો ખૂની ખેલ, કોદાળીના ઘા મારી 90 વર્ષના દાદીની કરી હત્યા

ના વડોદરા: જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસ મથકની હદમાં આવેલા અભરામપુરા ગામે એક 90 વર્ષીય વૃદ્ધાને જમીનનો હિસ્સો આપી દો તેમ કહી પૌત્રએ કોદાળીના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાખી. ત્યારે જમીનના ટુકડા માટે ભૂખ્યા થયેલા હત્યારા કળિયુગી પૌત્રની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાની માહિતી આપતા dysp આકાશ પટેલે જણાવ્યું હતું કે, કે આજે સવારે 9:00 થી 9:30 ની વચ્ચેના સુમારે અભરામપુરા ગામે દરિયાબેન ચૌહાણ નામના વૃદ્ધાની હત્યાની ઘટના બની હતી. જેમાં હકીકત એવી છે કે દરિયાબેન જેઓ આશરે 90 વર્ષની ઉંમરના હતા અને તેમના બે પુત્ર હતા. એ બંને પુત્ર મરણ ગયેલ છે જેથી તેઓ પૌત્ર સાથે અભરામપુરા ગામે રહેતા હતા. આ પણ વાંચો: HMPV કેસની માહિતી છુપાવવા બદલ અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલને નોટિસ, 10 દિવસ સુધી અંધારામાં રાખ્યા આજે સવારે કરણ નામનો તેમનો પૌત્ર અચાનક ઘસી આવ્યો હતો અને “મને મારી જમીનમાં હિસ્સો કેમ નથી આપતા” તેવું જણાવી તેના દાદી દરિયાબેનના માથાના ભાગે કોદાળીના ઉપરાછાપરી બે ઘા મારી દીધા હતા, અને એના કારણે તેમનું મોત નીપજ્યું હતું. હાલ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. પૌત્રને એવું હતું કે તેને જમીનનો હિસ્સો આપી દે તે અનુસંધાને તેમને અગાઉ પણ ઘરમાં ખટપટ થઈ હતી. આ પણ વાંચો: અમદાવાદ: ફ્લાવર શોમાં 2 ફૂડ સ્ટોલને સીલ કરાયા, નિયમોના ભંગ બદલ AMCએ લીધા કડક પગલા ઉલ્લેખનીય છે કે, જમીનનો હિસ્સો આપી દો તેમ કહી તેમના પૌત્રે તેમને માથામાં કોદાળીના બે ફટકા મારી મોત નિપજાવી દીધું છે. હાલ, આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ દાદીની હત્યા કરનાર પૌત્ર કરણસિંહની જરોદ પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.