NEWS

Road Safety: B.Sc પાસ યુવતી રાત્રે રસ્તા પર કરે છે આ કામ, જાણી તમે પણ કહેશો વાહ!

ધારા ગોહેલની અનોખી સેવા અમરેલી: સાવરકુંડલાની યુવતી ધારા ગોહેલ લોકોના જીવ બચાવવા અનોખું કાર્ય કરી રહી છે. ધારા ગાયને રેડિયમના બેલ્ટ બાંધે છે. ધારા ગોહેલે જણાવ્યું હતું કે, “મેં B.Sc. સુધી અભ્યાસ કર્યો છે. હું સમાજ સેવાનું કામ કરી રહી છું. હાલમાં પોતાના એક ગૃપમાં એક યુવકનું રાત્રીના સમયે ગાય સાથે અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને આઘાત લાગ્યો હતો. ત્યારબાદ રાત્રીના સમયે રખડતા પશુઓ સાથે અકસ્માતની ઘટના બને છે અને અકસ્માતમાં પશુ અથવા તો માણસનું મૃત્યુ થાય છે. પશુઓને રેડિયમના બેલ્ટ બાંધવાથી અકસ્માત નિવારી શકાય તેમ છે.” ધારા ગોહેલે વધુમાં જણાવ્યું હતું કે, “રેડિયમ બેલ્ટ લગાવવાથી દૂરથી વાહન ચાલકને અહીં રોડ ઉપર બેસેલી ગાય અથવા અન્ય પશુઓ બેલ્ટથી ખબર પડે છે. જેથી પેડ ડાઉન થાય છે અને અકસ્માત થતો નથી. આ બેલ્ટ દિલ્હીથી મંગાવવામાં આવે છે. દિલ્હીમાં 60 રૂપિયાનો એક બેલ્ટ મળી રહે છે. જેથી ગાયને પણ ગળા પર કોઈ નુકસાન થતું નથી અને અકસ્માત બનતા અટકાવી શકાય છે. એક સાથે 100 બેલ્ટ મંગાવવામાં આવ્યા છે.” રાત્રીના સમયે ધારા ગોહેલ તેમજ તેમના મિત્ર રાત્રીના રોડ ઉપર બેસેલી ગાયોને બેલ્ટ લગાવે છે. RTO ઇન્સ્પેક્ટર જે. એ. બાંભણીયાએ જણાવ્યું હતું કે “અમરેલી જિલ્લામાં હાલ ડ્રાઇવ ચલાવવામાં આવી રહ્યો છે. વાઈટ લાઈટ લગાવનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. એલઈડી લાઈટ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે. જિલ્લાના 11 તાલુકામાં આ ડ્રાઈવ ચાલી રહી છે. વાઈટ લાઈટ લગાવનાર 30 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને દંડ કરવામાં આવ્યો છે.” આ પણ વાંચો: પશુપાલક ભેંસને રોજ ખવડાવે બે કિલો ટોપરાનો ખોળ, મહિને આટલી થાય છે આવક સાવરકુંડલા ASP વલય વૈદ્યએ જણાવ્યું કે “અમરેલી આર.ટી.ઓ. સાથે અમરેલી પોલીસ તંત્ર પણ સતત દોડતા વાહનો સામે લાલ આંખ કરી છે. માર્ગ સુરક્ષા સપ્તાહ સાથે ટ્રાફિક ડ્રાઈવ યોજીને વાહનોના ડ્રાઈવરને દંડ કરવામાં આવી રહ્યો છે. તેમજ ફેન્સી નંબર પ્લેટ, એલઈડી લાઈટ લગાડનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.” None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.