NEWS

ગુજરાતભરમાં પાનમસાલા અને તમાકુના ડીલર સામે GSTની કાર્યવાહી: 9 કરોડની કરચોરી ઝડપાઈ

આ કાર્યવાહીમાં 9.22 કરોડની કરચોરી પકડી પાડવામાં આવી છે. અમદાવાદ : રાજ્યભરમાં સ્ટેટ જીએસટી એક બાદ એક એકમો પર કાર્યવાહી કરી પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે અને બિલ વગર ચીજ વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને રડારમાં લઇ રહ્યું છે. હવે અમદાવાદ સહિત રાજ્યના તમાકું અને પાનમસાલાના વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના એસજીહાઇવે સહિત ચાંગોદરમાં પાનમસાલા અને તમાકુના ડીલરોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. આ કાર્યવાહીમાં 9.22 કરોડની કરચોરી પકડી પાડવામાં આવી છે. ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ અને સર્વેલન્સના આધારે સ્ટેટ GST વિભાગે 2 જાન્યુઆરી, 2025 ના રોજ ચાંગોદર અને S. G. હાઇવે સહિત અમદાવાદમાં 10 સ્થળોએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રોકડના વ્યવહારો દ્વારા બિનહિસાબી વેચાણ, બિનહિસાબી સ્ટોક અને બિન નોંધાયેલ ડીલર જેવી ઘણી ગેરરીતિઓ શોધી કાઢવામાં આવી હતી. નોંધાયેલ કરદાતાઓ અને બિન નોંધાયેલ ડીલરોને ત્યાંથી લગભગ રૂ. 9.22 કરોડની કરચોરી મળી આવી હતી. આ કરચોરીની રકમ કસુરવારો દ્વારા સ્વીકારી અને ચૂકવવામાં આવી છે. સ્ટેટ GST વિભાગ સરકારી આવકના રક્ષણ અને વસુલાત માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ પણ વાંચો: નલિયામાં ફરીથી ગગડ્યું તાપમાન, ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ શરૂ મહત્વનું છે કે, પાન મસાલા અને તમાકુનું વેચાણ કરતા વેપારીઓમાં સ્ટેટ જીએસટી વિભાગની આ કાર્યવાહીથી ફફડાટ ફેલાયો છે. GST વિભાગની અલગ અલગ ટીમ ચાંગોદર અને એસજી હાઇવે પરના ડીલરોને ત્યાં તપાસમાં નીકળી હતી. પાનમસાલા અને તમાકુના ઉત્પાદકો અને વેપારીઓના ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી. વેપારીઓ દ્વારા બિલ વગર જ બરોબર પાનમસાલા અને તમાકુનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમીના આધારે આ વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. બાતમીના આધારે છેલ્લા કેટલાક દિવસથી તપાસ કરવામાં આવી રહી હતી. જેમાં ચાંગોદરમાં ફ્લેવર્ડ ઈલાયચી અને ઈલાયચી યુક્ત પાનમસાલાના ઉત્પાદકો, ગોડાઉન અને ઓફિસમાં પણ કે વેચાણો થયેલા છે તેના હિસાબો તપાસવામાં આવ્યા હતા. જે પણ વેચાણો થયેલા છે તેના બિલો બન્યા છે કે બિલ વગર વેચાણ થયા છે તે વિગતો તપાસવામાં આવી હતી. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.