NEWS

કાળી શેરડીથી રૂપિયાનો થયો વરસાદ, એક વિઘામાંથી 1.50 લાખનું ઉત્પાદન, ખર્ચ સામાન્ય

કાળી શેરડીની સફળ ખેતી ભાવનગર: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કંટાસર ગામમાં રહેતા ખેડૂત જગદીશભાઈ દેસાઈએ પાંચ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. વિવિધ પાકનું વાવેતર કરી સારી કમાણી કરે છે. ખેડૂત દર વર્ષે કાળી શેરડીનું વાવેતર કરે છે અને સારું ઉત્પાદન મેળવે છે. શેરડીનું માવજત પ્રાકૃતિક ખેતી આધારિત કરવામાં આવે છે. શેરડીમાં જીવામૃત, બીજામૃત અને અન્ય ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. કાળી શેરડીની માંગ વધારે રહે છે. ખેડૂતને શેરડીનું વેચાણ કરવા માટે ક્યાંય જવું પડતું નથી. પોતાના ખેતર પરથી જ છૂટક અને જથ્થાબંધમાં વેચાણ કરવામાં આવે છે, જેના ભાવ એક મણના 200 રૂપિયાની આસપાસ મળી રહે છે. એક વિઘામાંથી 1,000 મણ સુધીનું ઉત્પાદન થાય છે. એક વિઘામાંથી 1,50,000 રૂપિયાથી લઈને 2,00,000 સુધીનું ઉત્પાદન મેળવે છે. જેની સામે પોતે પ્રાકૃતિક ખેતી કરતા હોવાના કારણે ખર્ચ નહિવત્ થાય છે. ખેડૂત જગદીશભાઈએ જણાવ્યું હતું કે, “હું વર્ષોથી ખેતી સાથે સંકળાયેલો છું. ચારથી પાંચ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવામાં આવી છે. ATMAના અધિકારીની સલાહ મુજબ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં મને સારી સફળતા મળી છે. હાલ હું 15 વિઘામાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું, જેમાં શેરડી, હળદર, વિવિધ ફળોનું વાવેતર કરવામાં આવ્યું છે અને સંપૂર્ણ પ્રાકૃતિક છે. હાલ મેં કાળી શેરડીનું વાવેતર કર્યું છે, તે મુખ્ય તમિલ અને દક્ષિણ ભારતમાં થતી હોય છે. પાણીની થોડી અછતના કારણે દોઢ વિઘામાં વાવેતર કરવામાં આવ્યું છે. આ પણ વાંચો: B.Sc પાસ યુવતી રાત્રી રસ્તા પર કરે છે આ કામ, જાણી તમે પણ કહેશો વાહ! કાળી શેરડીનો પાક તૈયાર થઈ ગયા બાદ વાડીએથી જ વેચાણ કરવામાં આવે છે. એક મણના ભાવ 200 રૂપિયા મળે છે. એક વિઘામાંથી 800 મણથી લઈને 1000 મણ સુધીનું ઉત્પાદન મળી રહે છે. જેમાંથી મને સારું ઉત્પાદન મળે છે. તેની માવજત માટે દેશી ખાતર અને પ્રાકૃતિક ખાતરનો જ ઉપયોગ કરવામાં આવે છે. શેરડીનો પાક તૈયાર થતા 10 થી 11 મહિનાનો સમય લાગે છે. શેરડીનું વાવેતર કરવા માટે શેરડીની બિયારણ સુરતથી લાવવામાં આવી હતી. એક વિઘામાંથી 1,50,000 રૂપિયાથી લઈને બે લાખ રૂપિયાની આવક થાય છે.” None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.