NEWS

પ્રેમીની ભૂલને કારણે હોટલની રૂમમાં જ પ્રેમિકાનું થયું મોત? થયો ચોંકાવનારો ખુલાસો

આ કેસમાં પોલીસે પ્રેમી યુવાન સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. નવસારી : ચીખલી તાલુકાની 23 વર્ષની યુવતીનું નવસારીની હોટેલમાં તેના યુવાન મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ વધારે માત્રામાં લોહી નીકળી જવાને કારણે મૃત્યુ થયું હતુ. જોકે, પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, સંબંધ બાંધ્યા બાદ યુવતીના ગુપ્ત ભાગમાંથી લોહી નીકળતું હતું ત્યારે પ્રેમી તેને હોસ્પિટલ લઈ જવાને બદલે ‘‘યુ ટ્યુબ’‘માંથી લોહી કઈ રીતે બંધ થાય તેના વીડિયો જોતો હતો. જે બાદ યુવતી બેભાન થઈ જતા યુવાને મિત્રને બોલાવીને તેને હોસ્પિટલ લઈ ગયો હતો. આ કેસમાં પોલીસે પ્રેમી યુવાન સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. નવસારી પોલીસના જણાવ્યા પ્રમાણે, ચીખલી તાલુકાના નોગામા ગામે રહેતો ભાર્ગવ નરેન્દ્રભાઈ પટેલને સોશિયલ મીડિયાના માધ્યમથી નર્સિંગનો અભ્યાસ કરતી ચીખલીની એક યુવતી સાથે મિત્રતા થઈ હતી. જે બાદ તેઓ વચ્ચે વાતો થવા લાગી અને પ્રેમ સંબંધ બંધાયો હતો. ભાર્ગવ ગત 23મી સપ્ટેમ્બરે યુવતીને શરીર સંબંધ બાંધવા માટે રેલવે સ્ટેશન પાસે આવેલી હોટલ ‘‘હેપી સ્ટે’‘માં લઈ ગયો હતો. રૂમમાં તેઓ અંગત પળો માણી રહ્યા હતા. આ દરમિયાન ભાર્ગવે યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. શરીર સંબંધ બાંધતી વખતે યુવતીને ગુપ્ત ભાગમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જેથી બંને ગભરાઈ ગયા હતા. **આ પણ વાંચો:** વાવાઝોડું બનશે અને ભારે પવન સાથે વરસાદ થશે? આ દરમિયાન યુવાન ઇન્ટરનેટ ઉપર લોહી બંધ કરવાના ઉપાય શોધી રહ્યો હતો. તો બીજી બાજુ ઘણો સમય વિતી જવા છતાં યુવતીના ગુપ્ત ભાગેથી લોહી નીકળતું બંધ થયું નહીં અને તે બેભાન થઈ ગઈ હતી. જે બાદ ભાર્ગવે તેના મિત્રને બોલાવી યુવતીને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. ખાનગી હોસ્પિટલમાંથી તેણીને નવસારી સિવિલ હોસ્પિટલમાં રિફર કરી હતી. પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેણીને મૃત જાહેર કરી હતી. આ પણ વાંચો: પાસપોર્ટ પર જુદા જુદા દેશના સ્ટેમ્પ લગાવીને 35 લાખ ખંખેર્યા પોલીસની પૂછપરછ કરતા યુવાને કહ્યું હતું કે, જે સમયે યુવતીને લોહી નીકળવા લાગ્યું ત્યારે તે ઇન્ટરનેટ ઉપર લોહી બંધ કરવાના ઉપાયો શોધી રહ્યો હતો. હોટલના રૂમમાં સાફ-સફાઈ કરી પુરાવાનો નાશ કર્યો હતો. એટલે કે, જ્યારે યુવતીને સારવારની જરૂર હતી ત્યારે યુવાન પુરાવાનો નાશ કરી રહ્યો હતો. પોલીસે ભાર્ગવ વિરુદ્ધ યુવતીને સમયસર હોસ્પિટલ ન પહોંચાડવાના કારણે યુવતીનું મોત નીપજ્યું હોવા અંગે ગુનો નોંધી ભાર્ગવની ધરપકડ કરી છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.