NEWS

HMP વાયરસથી બચવા આજથી જ ડાયટમાં સામેલ કરો આ 5 વસ્તુઓ, Immunity થઇ જશે સ્ટ્રોન્ગ; ટળી જશે ખતરો

આ બીમારીથી બચવા માટે ડાયટ અને લાઇફસ્ટાઇલનું ધ્યાન રાખવું જરૂરી છે. how to protect HMP Virus: કોરોનાવાયરસ જેવી ખતરનાક મહામારીના માહોલમાંથી માંડ માંડ બહાર નીકળેલું વિશ્વના દરવાજે હવે એક નવી બીમારી આવીને બેઠી છે. આ નવા વાયરસે લોકોમાં ડરનો માહોલ પેદા કરી દીધો છે. અમે વાત કરી રહ્યા છીએ ચીનમાં પ્રકોપ મચાવનારા હ્યુમન મેટાન્યૂમોવાયરસ એટલે કે HMPV વિશે. આ વાયરસના લક્ષણો લગભગ કોવિડ-19 જેવા જ છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને આ વાયરસ સૌથી પહેલા નિશાન બનાવે છે. આ વાયરસથી સૌથી વધારે ખતરો બાળકો, વૃદ્ધો અને નબળી ઇમ્યુન સિસ્ટમ વાળા લોકોને છે. મેક્સ હોસ્પિટલ ગાઝિયાબાદના સીનિયર પલ્મોનોલોજિસ્ટ ડોક્ટર શરદ જોશીએ જણાવ્યું કે, “આ કોઈ નવો વાયરસ નથી. આ વાયરસથી બચવા માટે તમારી ઇમ્યુનિટી મજબૂત હોવી જોઈએ.” શિયાળામાં સૂર્યપ્રકાશ ઓછો હોય છે અને સૂર્ય પ્રકાશ નીકળતો નથી. જેના કારણે વાયરસ ગ્રોથ વધી શકે છે. આ વાયરસની શરૂઆત પણ અપર રેસ્પિરેટરી સિસ્ટમથી થાય છે. છીંક આવવી, શરદી, ગળું ખરાબ થવું અને તાવ આવવો આ બીમારીના લક્ષણો છે. આ બીમારીના ગંભીર લક્ષણોમાં ન્યુમોનિયા જેવા લક્ષણો જોવા મળી શકે છે. આ બીમારીથી બચવા માટે ડાયટ અને લાઇફસ્ટાઇલનું ધ્યાન રાખવું જરૂરી છે. તો ચાલો જાણીએ કે HMP વાયરસથી બચવા માટે ઇમ્યુનિટીને કેવી રીતે મજબૂત બનાવી શકાય. ડાયટમાં સામેલ કરો વિટામિન સી જો તમે HMP વાયરસથી બચવા ઇચ્છો છો, તો તમારા ડાયટમાં વિટામિન સીથી ભરપૂર વસ્તુઓ જેમ કે સંતરા, લીંબુ, જામફળ, કીવી અને આમળાને સામેલ કરો. આ તમામ ફૂડ્સ ઇમ્યુનિટીને મજબૂત બનાવવામાં અને શરીરને નિરોગી રાખવામાં મદદ કરે છે. આ પણ વાંચો: 32ની કમર 28ની થઇ જશે! રોજ પીવો આ શાકભાજીનો જ્યુસ; ઢોલ જેવુ પેટ સપાટ થઇ જશે, ફટાફટ ઉતરશે વજન ઝિંક અને એન્ટીઓક્સિડેન્ટ્સ બોડીને સ્ટ્રોંગ બનાવવા અને બીમારીથી બચવા માટે ઝિંક અને એન્ટીઓક્સિડેન્ટ્સથી ભરપૂર ફૂડ્સનું સેવન કરો. ડાયટમાં પમકિન સીડ્સ, બદામ અને દાળને સામેલ કરો. એન્ટીઓક્સિડેન્ટ્સ ગુણોથી ભરપૂર ફૂડ્સ જેમ કે બેરીઝ, બ્લુબેરી, સ્ટ્રોબેરી, ટામેટા અને લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરો. પ્રોટીન ડાયટ લો અને બોડીને રાખો હાઇડ્રેટ ડાયટમાં પ્રોટીનની માત્રા વધારો. શિયાળામાં પ્રોટીનથી ભરપૂર ફૂડ્સ જેમ કે ઇંડા, દાળ અને દહીંનું સેવન કરો. આ તમારા શરીરને એનર્જી આપશે અને હેલ્ધી રાખશે. શિયાળામાં શરીરને હાઇડ્રેટ રાખો. બોડીને હાઇડ્રેટ રાખવા માટે ગરમ પાણીનું સેવન કરો. ગ્રીન ટી અને તુલસીની ચાનું સેવન કરો. આ ડ્રિંક બોડીને હાઇડ્રેટ રાખવાની સાથે ઇમ્યુનિટીને પણ મજબૂત બનાવશે. સૂપ, હર્બલ ટી અને ગરમ પાણીનું સેવન કરો. તે ગળાને આરામ આપશે. પ્રોબાયોટિક્સ ફૂડ્સ પણ છે જરૂરી HMP વાયરસથી બચવા માટે ડાયટમાં દહીં અને કિમચી જેવા ફૂડ્સને સામેલ કરો. આ ફૂડ ઇમ્યુનિટી બૂસ્ટ કરશે અને શરીરને હેલ્ધી રાખશે. એન્ટી-ઇન્ફ્લેમેટરી ડાયટ શિયાળામાં ઇન્ફેક્શનથી બચવા માટે તમારા ડાયટમાં હળદરવાળું દૂધ લો. આદુની ચા પીવો. આ એન્ટી-ઇન્ફ્લેમેટરી ડ્રિંક ઇમ્યુનિટીને મજબૂત કરશે અને બીમારીઓથી તમને બચાવશે. આ વસ્તુઓથી રહો દૂર તળેલા અને મસાલાથી ભરપૂર ફૂડ, પ્રોસેસ ફૂડ, શુગર વાળા ફૂડનું સેવન કરવાથી બચો. આ પણ વાંચો: માથામાં સફેદ વાળનું નામોનિશાન નહીં રહે! લોખંડની કડાઇમાં આ 5 વસ્તુઓ પલાળીને લગાવો, એક-એક વાળ કોલસા જેવો કાળો થઇ જશે લાઇફસ્ટાઇલમાં કરો બદલાવ - શિયાળામાં થોડો સમય તડકામાં રહો. વિટામિન ડીથી ભરપૂર ફૂડ્સ જેમ કે મશરૂમ અને માછલીનું સેવન કરો. - સારી ઊંઘ લો. દરરોજ રાત્રે 7-8 કલાકની ઊંઘ લો. - બોડીને એક્ટિવ રાખો. યોગ અને એક્સરસાઇઝ કરો. - હાથને વારંવાર ધોવો. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.