NEWS

'મોટી ભૂલ કરી, હુમલાની કિંમત ચૂકવવી પડશે', ઈઝરાયેલના PM નેતન્યાહૂની ઈરાનને ચેતવણી

ઈરાનના મિસાઈલ હુમલા બાદ ભડક્યા PM નેતન્યાહૂ Iran Attack Israel: પોતાના દુશ્મનો સામે ઈઝરાયેલના આક્રમક સ્વભાવથી તો દરેક લોકો સારી રીતે વાકેફ છે. બે મહિના પહેલા જ ઈરાનની રાજધાની તેહરાનમાં ઘૂસીને ઈઝરાયેલની જાસૂસી એજન્સી મોસાદ હમાસના દિગ્ગજ નેતા ઈસ્માઈલ હાનિયાને ઠાર મારવામાં સફળ રહી હતી. આ ઘટના બાદ તેહરાને બદલો લેવાના સોગંદ તો ખાધા પરંતુ અમેરિકા દ્વારા આ ક્ષેત્રમાં તેના યુદ્ધ જહાજોથી લઈને આધુનિક મિસાઈલ સિસ્ટમને તૈનાત કરવામાં આવ્યા બાદ ઈરાન બેકફૂટ પર જોવા મળ્યું હતું. આ ઘટનાના બે મહિના બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કથિત રીતે ઈઝરાયેલ સાથે મોટી ગેમ રમી છે. માત્ર બે દિવસ પહેલા ઈરાનના સુપ્રીમ લીડરને મળવા માટે પુતિને પોતાના ખાસ દૂત મોકલ્યા હતા. જેના બીજા જ દિવસે ઈરાને ઈઝરાયેલમાં એરસ્ટ્રાઈક (હવાઈ હુમલો) કરી દીધી. ઈરાને ઈઝરાયેલ પર 181થી વધુ મિસાઈલો ફેંકીને હુમલો કર્યો હતો. ઈરાને મોડી રાત્રે ઈઝરાયેલના ઘણા શહેરો પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલાઓ સમગ્ર ઈઝરાયેલ પર 30 મિનિટ સુધી કરવામાં આવ્યા હતા. ઈરાની હુમલા દરમિયાન ઈઝરાયેલના નાગરિકોને તાત્કાલિક બોમ્બ શેલ્ટરમાં જવા માટે કહેવામાં આવ્યું હતું. ઈઝરાયેલ પર અંદાજે 181થી વધુ મિસાઈલ ફેંક્યા બાદ ઈરાને ફરી એકવાર નેતન્યાહૂને ધમકી આપી છે. ઈરાનના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ મોહમ્મદે કહ્યું કે મંગળવારે સાંજે ઈરાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા સામે ઈઝરાયેલ વળતો પ્રહાર કરશે તો તેને હજુ પણ વધારે ગંભીર પરિણામ ભોગવવા પડશે. એટલું જ નહીં આ હુમલા બાદ ઈરાને કહ્યું કે નસરાલ્લાહની શહાદતનો આ પહેલો બદલો છે. આ તો માત્ર શરૂઆત છે. તો બીજી બાજુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈઝારાયલી સેનાના પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું કે, આ હુમલાની ચોક્કસ જવાબ આપવામાં આવશે. અમારો પ્લાન નક્કી જ છે. અમે અમારી ઈચ્છા અનુસાર સમય અને સ્થળ નક્કી કરીને જવાબી કાર્યવાહી કરીશું. ઈરાન તરફથી કરવામાં આવેલી આ કાર્યવાહી બાદ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu)એ કહ્યું કે ઈરાને મિસાઈલો ફેંકીને મોટી ભૂલ કરી દીધી છે. યરુશલમમાં સુરક્ષા કેબિનેટની બેઠક દરમિયાન તેમણે કહ્યું કે ઈરાને આ હુમલાની કિંમત ચૂકાવવી પડશે. તેમણે કહ્યું ઈઝરાયેલ પર કરવામાં આવેલો હુમલો ‘નિષ્ફળ’ રહ્યો. નેતન્યાહૂએ એવું પણ કહ્યું ઈઝરાયેલની મિસાઈલ એર ડિફેન્સ સિસ્ટમ વિશ્વમાં સૌથી અદ્યતન છે, જેના કારણે ઇરાની હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. איראן עשתה הערב טעות גדולה - והיא תשלם על כך. pic.twitter.com/B2yppgGqcE આપને જણાવી દઈએ કે, ઈરાને ઈઝરાયેલ પર હુમલા બાદ પોતાનું નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે આ હુમલો ઈસ્માઈલ હાનિયા અને નસરલ્લાહની શહાદતનો બદલો લેવા માટે કરવામાં આવ્યો છે. હકીકતમાં, 27 સપ્ટેમ્બરના રોજ ઈઝરાયલે બેરૂતમાં હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતો. જેમાં હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહ માર્યા ગયા હતા. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.