NEWS

Detox: આંતરડામાં સડતી ગંદકી થઇ જશે ફ્લશ આઉટ! ગરમ પાણીમાં આ વસ્તુ ઉમેરીને પીવો, પાચનની તકલીફ પણ થશે દૂર

આંતરડાની ગંદકી સ્કિનના રોગોથી લઈને કેન્સર જેવી બીમારીઓનું કારણ બની શકે છે. Gut detox drinks: કહેવાય છે કે પેટ સ્વસ્થ હોય તો આખો દિવસ સારી રીતે પસાર થાય છે. કારણ કે પેટ સ્વસ્થ હોય તો શરીરને એનર્જી મળે છે અને બીમારીઓથી પણ બચાવ થાય છે. વિશ્વમાં ઘણા લોકો કબજિયાતની સમસ્યાથી પરેશાન છે. પેટ સાફ ન થવું એક એવી સમસ્યા છે, જે શરીરના એકંદર સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. ત્યારે આંતરડાને પ્રભાવી રીતે ડીટોક્સ અને સાફ કરવા માટે અહીં જણાવેલા 3 પ્રકારના ડ્રિંક્સ ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. કારણ કે ડિટોક્સિફાઇડ આંતરડા સ્વસ્થ પાચન, રોગ પ્રતિકારક શક્તિ બુસ્ટ કરવા માટે અને મૂડ સુધારવા માટે ફાયદાકારક હોય છે. આંતરડાની સફાઈ કરવા માટે ખાણીપીણીમાં સુધારો કરવો જરૂરી છે. વર્ષોથી આંતરડામાં રહેલી ગંદકી પીડા અને તકલીફનું કારણ બની શકે છે. આંતરડાની ગંદકી સ્કિનના રોગોથી લઈને કેન્સર જેવી બીમારીઓનું કારણ બની શકે છે. આંતરડાની સફાઈ માટે ડ્રિંક્સ - ગ્રીન ટી - ગરમ લીંબુ પાણી - એલોવેરા જ્યુસ આ પણ વાંચો: 32ની કમર 28ની થઇ જશે! રોજ પીવો આ શાકભાજીનો જ્યુસ; ઢોલ જેવુ પેટ સપાટ થઇ જશે, ફટાફટ ઉતરશે વજન ગ્રીન ટી ગ્રીન ટીમાં ભરપૂર પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે અને તેમાં પ્રાકૃતિક ડિટોક્સીફાઇંગ ગુણો હોય છે. તેમાં કેટેચીન હોય છે, જે લીવરના કામકાજમાં મદદ કરે છે. સાથે જ આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે. નિયમિત ગ્રીન ટી પીવાથી પેટ ફૂલવાની સમસ્યા ઘટે છે. સાથે જ તમારા આંતરડામાં ગુડ બેક્ટેરિયાનું સંતુલન સુધરે છે. ગરમ લીંબુ પાણી દિવસની શરૂઆત ગરમ લીંબુ પાણીથી કરવી જોઈએ. આ ડ્રિન્ક તમારું પેટ સાફ કરવામાં ખૂબ જ અસરકારક હોઈ શકે છે. લીંબુમાં વિટામિન સી અને એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે, જે ટોક્સિન્સ બહાર કાઢવામાં અને પાચન સુધારવામાં મદદ કરે છે. ગરમ પાણી પાચન તંત્રને ઉત્તેજિત કરે છે, જેનાથી તમારા શરીર માટે આખો દિવસ પોષક તત્વો અવશોષિત કરવા સરળ બને છે. એક સ્ટડી અનુસાર, નિયમિત આ ડ્રિન્કનું સેવન કરવાથી પેટની હેલ્થ અને ઉંમર વધવા પર સારી અસર પડે છે. આ ડ્રિન્કનું સેવન સવારે ખાલી પેટે કરવું જોઈએ. આ પણ વાંચો: HMP વાયરસથી બચવા આજથી જ ડાયટમાં સામેલ કરો આ 5 વસ્તુઓ, Immunity થઇ જશે સ્ટ્રોન્ગ; ટળી જશે ખતરો એલોવેરા જ્યુસ એલોવેરા જ્યુસ પેટની સફાઈ કરનારા ગુણો માટે ઓળખાય છે. તે પાચનતંત્રમાંથી વિષાક્ત પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે અને સ્વસ્થ આંતરડાના બેક્ટેરિયાના ગ્રોથને પ્રોત્સાહન આપે છે. એલોવેરા જ્યુસ સીમિત માત્રામાં પીવાથી ઇન્ફ્લેમેશન પણ ઘટે છે અને મળ ત્યાગમાં સુધાર થાય છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.