NEWS

M.Com. સુધી અભ્યાસ કરી યુવાને શરૂ કર્યો આ ધંધો, સરકારની સહાયથી વર્ષે કમાય 6 લાખ

નર્સરીની વ્યવસાય જામનગર: ખેડૂતને વિકાસનો પંથ આપવામાં જેહમતસિલ સરકારના પરિણામે આજે ઘણા ખેડૂતો પરંપરાગત ખેતીને ત્યજી આધુનિકતા તરફ વળતા થયા છે. ખેડૂતો સરકારી યોજનાનો લાભ લઇ સમૃદ્ધિના દ્વારે ડગ મારી રહ્યા છે ત્યારે આવા જ એક ખેડૂત જામનગર જિલ્લાના ઠેબા ગામે રહે છે. જેમણે બાગાયત વિભાગ દ્વારા રૂપિયા 2.27 લાખની યોજનાકીય સહાય મળતા તેઓએ નર્સરીનું નિર્માણ કર્યું છે. આજે તેઓ વર્ષે પાંચથી છ લાખ રૂપિયાની કમાણી કરે છે. જામનગર જિલ્લાના ઠેબા ગામે રહેતા અશોકભાઈ સંઘાણી એમ.કોમ. સુધીનો અભ્યાસ ધરાવે છે. ત્યારબાદ તેમણે નોકરી કરવાને બદલે ખેતી ક્ષેત્રમાં ઝંપલાવ્યું અને જામનગરના આ ઠેબા ગામની આજુબાજુમાં ક્યાંય પણ નર્સરી ન હોવાથી તેમને શાકભાજીની નર્સરી કરવાનો વિચાર આવ્યો હતો. તેઓ શાકભાજીના નર્સરી કરી રોપા તૈયાર કરે છે અને ત્યારબાદ રોપાનું વેચાણ કરે છે. સ્થાનિક બજારમાં રોપાનું વેચાણ શરૂ કર્યું છે. તે વર્ષે પાંચથી છ લાખ રૂપિયા જેટલો નફો મેળવતો હોવાનો તેઓએ જણાવ્યું છે. ખાસ વાત તો એ છે કે આ યુવાન ખેતી સાથે તો સંકળાયેલ છે જ પરંતુ આ ઉપરાંત માત્ર એક વિઘાથી પણ ઓછી જગ્યામાં નર્સરી કરે છે અને તેમાંથી આ વધારાની કમાણી કરે છે. તેઓએ કહ્યું કે, “બાગાયત વિભાગ દ્વારા મને રૂપિયા 2.27 લાખની સહાય આપવામાં આવી છે. જેમાંથી સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરીનું નિર્માણ કર્યું છે. જેમાં વિવિધ ફળ, ફૂલ અને શાકભાજીના રોપાઓનો ઉછેર કરી તેના વેચાણ થકી હું આર્થિક રીતે સદ્ધર બન્યો છું. વિભાગ દ્વારા અવારનવાર તાલીમ સત્રનું પણ આયોજન કરી ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે અને અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કરી વ્યક્તિગત દિશાનિર્દેશો સૂચવવામાં આવે છે તે બદલ બાગાયત વિભાગ અને સરકારનો આભાર વ્યક્ત કરું છું.” ઉલ્લેખનીય છે કે, સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ યોજના હેઠળની સહાયનો લાભ મેળવવા માંગતા ખેડૂતોએ 500 ચો.મી. વિસ્તારમાં નર્સરી બનાવવાની રહેશે. લાભાર્થી દીઠ તેમજ ખાતા દીઠ આજીવન એક જ વાર સહાય મળવાપાત્ર છે. બાગાયતદાર ખેડૂતો લાભ લેવા માંગતા હોય તે પોતાના ગામના ઈ-ગ્રામ સેન્ટર કે કોઈ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.