NEWS

ખરીને પાતળા પૂંછડી જેવા થઇ ગયા છે વાળ? પાણીમાં આ બે વસ્તુ ઉકાળીને બનાવો હેર સ્પ્રે, 15 જ દિવસમાં થશે હેર ગ્રોથ

ચાલો જાણીએ આ DIY હેર સ્પ્રે બનાવવાની સાચી રીત શું છે. Natural hair regrowth remedy: જો તમારા વાળ ખરીને પાતળા પૂંછડી જેવા થઇ ગયા છે અને તમે તેના રિગ્રોથ માટે કેટલાક એવા ઉપાય શોધી રહ્યાં છો જેની મદદથી ઝડપથી વાળને લાંબા અને ભરાવદાર બનાવી શકાય તો તમે ઘરે જ સરળતાથી આવું એક હેર સ્પ્રે (DIY hair spray) બનાવીને યુઝ કરી શકો છો. આ રીત એકદમ સસ્તી હોવા ઉપરાંત તેને ઘરે કોઈ ઝંઝટ વિના બનાવી શકાય છે. આ હેર સ્પ્રે બનાવવા માટે તમારે ફક્ત બે જ વસ્તુની જરૂર પડશે. પરંતુ જ્યારે તમે તેને યુઝ કરશો તો તમારા વાળમાં નેચરલ શાઇન આવશે અને વાળ ભરાવદાર તથા મજબૂત બનશે. તેના રેગ્યુલર ઉપયોગથી વાળની ક્વોલિટીમાં સુધાર આવશે. સાથે જ તમારા વાળ હેલ્ધી દેખાશે. ચાલો જાણીએ આ DIY હેર સ્પ્રે બનાવવાની સાચી રીત શું છે. સામગ્રી લવિંગ- 10થી 12 રોઝમેરીના તાજા પાન 2થી 3 મુઠ્ઠી પાણી - 1 ગ્લાસ આ પણ વાંચો: Walk: વોક કરતી વખતે આવી મામૂલી ભૂલો નથી કરતાને? ગમે તેટલું ચાલશો તો પણ શરીરને નહીં મળે કોઈ ફાયદો, ધ્યાનમાં રાખો આ ટિપ્સ હોમમેડ હેર ગ્રોથ સ્પ્રે બનાવવાની રીત સૌથી પહેલા એક પેનમાં એક ગ્લાસ પાણી નાખો અને તેને ગેસ પર ઉકળવા માટે રાખો. જ્યારે એક ઉભરો આવી જાય તો તેમાં રોઝમેરીના તાજા પાન નાખો. હવે તેમાં લવિંગ નાખો અને બધી વસ્તુઓને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ન થઈ જાય. ધ્યાન રાખો કે ધીમી આંચ પર તેને ઉકાળવાનું છે. હવે ગેસ બંધ કરી દો અને તેને ઠંડુ થવા માટે રાખી દો. જ્યારે બધી વસ્તુ સારી રીતે ઠંડી થઈ જાય તો આ બધી વસ્તુઓને સાવધાનીથી એક સ્પ્રે બોટલમાં ભરી લો. તમારો ડીઆઇવાય હેર સ્પ્રે યુઝ કરવા માટે તૈયાર છે. આ રીતે યુઝ કરો હેર સ્પ્રે હેર વોશ કર્યા પછી સુકા વાળ અને મૂળમાં તમારે આ સ્પ્રે લગાવવાનો છે. તે બાદ તેને સુકવા દો. આ સ્પ્રે લગાવ્યા પછી વાળ ધોવાની પણ જરૂર નથી. આવું તમે દિવસમાં 2 વાર કરો અને 2 અઠવાડિયા સુધી સતત કરશો તો તમારા વાળનો ગ્રોથ જલ્દી થવા લાગશે અને તે સોફ્ટ તથા ભરાવદાર પણ બનશે. જો કે યુઝ કરતા પહેલા પેચ ટેસ્ટ જરૂર કરો. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.