NEWS

માથામાં સફેદ વાળનું નામોનિશાન નહીં રહે! લોખંડની કડાઇમાં આ 5 વસ્તુઓ પલાળીને લગાવો, એક-એક વાળ કોલસા જેવો કાળો થઇ જશે

વાળને કાળા કરવાનો આ દેશી નુસખો White Hair Home Remedies: આજના સમયમાં નાની ઉંમરમાં વાળ સફેદ થઇ જવા એક સામાન્ય સમસ્યા બની ગઇ છે. વાળના અકાળે સફેદ થવાથી યુવાનોથી લઇને બાળકો પણ પરેશાન છે. જેને કાળા કરવા માટે લોકો બજારમાં મળતા કેમિકલ હેર કલરનો ઉપયોગ કરવા લાગે છે. સફેદ વાળને કાળા કરવા માટે ઉપયોગમાં લેવાતા આ હેર કલરમાં રહેલા કેમિકલ વાળને કાળા તો બનાવી દે છે પરંતુ ઘણીવાર આ કેમિકલ વાળને ડેમેજ પણ કરી દે છે. જણાવી દઇએ કે તમે ઘરગથ્થુ નુસખાની મદદથી કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યા વિના જ તમારા વાળને કાળા બનાવી શકો છો. વાળને કાળા કરવાનો આ દેશી નુસખો લાફ્ટર ક્વીન ભારતી સિંહે પોતાના એક વીડિયોમાં શેર કર્યો છે. તેણે જણાવ્યું કે, પોતાના વાળને કાળા કરવા માટે તે દેશી નુસખો અજમાવે છે. ભારતી સિંહ વીડિયોમાં જણાવે છે કે, તે વાળ પર કેમિકલ કલરનો ઉપયોગ નથી કરતી. તેના બદલે તે આમળા, મેથી અને ભૃંગરાજનું એક નેચરલ મિશ્રણ તૈયાર કરે છે. ચાલો જાણીએ આ નુસખા વિશે જેનો ઉપયોગ કરીને ભારતી સિંહ પોતાના સફેદ વાળને કાળા કરે છે. આ પણ વાંચો: ઠંડુ, હુંફાળુ કે ગરમ, શિયાળામાં કેવું પાણી પીવું જોઇએ? શરીર માટે કેટલુ તાપમાન યોગ્ય, સમજો આખુ ગણિત આમળા વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે કારણ કે તેમાં વિટામિન C હોય છે, જે વાળને મજબૂત બનાવે છે અને વાળનો કલર જાળવી રાખે છે. મેથીથી વાળના મૂળને પોષણ મળે છે. તેવામાં ભૃંગરાજ વાળનો ગ્રોથ વધારે છે. વાળને કાળા કરવાનો ઘરગથ્થુ નુસખો ( Home Remedies for White Hairs) વાળને કાળા અને હેલ્ધી રાખવા માટે ભારતી સિંહ એક ખાસ દેશી નુસખો અપનાવે છે, જેમાં નીચે જણાવેલી વસ્તુઓ સામેલ છે. એલોવેરા- તે વાળને પોષણ આપે છે અને તેને મુલાયમ બનાવે છે. કોફી- કોફીને ઉપયોગ વાળમાં નેચરલ શાઇન લાવવાની સાથે કાળા રંગને જાળવી રાખવા માટે કરવામાં આવે છે. ચા પત્તીનું પાણી- તે વાળને કાળા કરવામાં મદદ કરે છે અને તેમાં ડાર્ક કલર લાવે છે. ઇંડા- ઇંડા વાળને પ્રોટીન અને મોઇશ્ચર આપે છે. તેનાથી વાળ મજબૂત અને ભરાવદાર બને છે. મહેંદી- તે વાળને કાળા કરવાની સાથે તેને સિલ્કી અને શાઇની બનાવે છે. આ બધી વસ્તુઓ મિક્સ કરીને ભારતી એક નેચરલ હેર પેક બનાવે છે, જેનાથી વાળ હેલ્ધી અને કાળા રહે છે. આ પણ વાંચો: ખરીને પાતળા પૂંછડી જેવા થઇ ગયા છે વાળ? પાણીમાં આ બે વસ્તુ ઉકાળીને બનાવો હેર સ્પ્રે, 15 જ દિવસમાં થશે હેર ગ્રોથ આ રીતે બનાવો નેચરલ હેર ડાઇ આ દેશી હેર ડાઇ તૈયાર કરવા માટે એક લોખંડની કડાઇમાં મહેંદી, એલોવેરા, કોફી, ચા પત્તીનું પાણી અને ઇંડા નાખીને સારી રીતે મિક્સ કરી લો. આ બધી વસ્તુઓને મિક્સ કરીને આખી રાત પલળવા માટે રાખી દો. બીજા દિવસે સવારે જોશો કે મિશ્રણનો રંગ કાળો થઇ ગયો છે. હવે તમે તેને તમારા વાળ પર લગાવો અને સુકાવા દો. આશરે એક કલાક સુધી લગાવી રાખ્યા પછી વાળ ધોઇને સાફ કરી લો. આ નુસખો વાળને નેચરલી કાળા કરવામાં મદદ કરે છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.