NEWS

32ની કમર 28ની થઇ જશે! રોજ પીવો આ શાકભાજીનો જ્યુસ; ઢોલ જેવુ પેટ સપાટ થઇ જશે, ફટાફટ ઉતરશે વજન

ખાનપાનમાં તેવી વસ્તુઓ સામેલ કરી શકાય છે જે વજન ઉતારવામાં અસરકારક હોય છે. Weight Loss Drinks: જ્યારે શરીરનું વજન વધે છે તો શરીરમાં ટોક્સિન્સ પણ જમા થવા લાગે છે. આ ગંદા ટોક્સિન્સના કારણે ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. તેવામાં શરીરનું સતત વધતુ વજન ચિંતાનું કારણ બની જાય છે. તેવામાં ખાનપાનમાં તેવી વસ્તુઓ સામેલ કરી શકાય છે જે વજન ઉતારવામાં અસરકારક હોય છે. આવી જ એક વસ્તુ છે દૂધીનો જ્યુસ. શાક બનાવવામાં દૂધીનો (Bottle Gourd) ઉપયોગ કરવામાં આવે છે પરંતુ દૂધીનો જ્યુસ બનાવીને પીવામાં આવે તો ઝડપથી વજન ઓછું થાય છે. અહીં જાણો દૂધીનો જ્યુસ પીવાથી શરીરને કેવા ફાયદા થાય છે અને વજન ઉતારવા માટે તેને કેવી રીતે પીવામાં આવે છે. વજન ઉતારવા માટે દૂધીનો જ્યુસ (Bottle Gourd Juice for Weight Loss ) દૂધી ખૂબ જ પૌષ્ટિક શાકભાજી છે. દૂધીમાં વિટામિન, મિનરલ્સ અને ફાઇબરની ભરપૂર માત્રા હોય છે. તેનો જ્યુસ શરીરને વિટામિન સી, વિટામિન બી, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયરન આપે છે. તેનાથી શરીરની ઓવરઓલ હેલ્થ સારી રહે છે. આ પણ વાંચો: માથામાં સફેદ વાળનું નામોનિશાન નહીં રહે! લોખંડની કડાઇમાં આ 5 વસ્તુઓ પલાળીને લગાવો, એક-એક વાળ કોલસા જેવો કાળો થઇ જશે વજન ઘટાડવા માટે દૂધીનો જ્યુસ રોજ પી શકાય છે. ફાઇબરથી ભરપૂર હોવાના કારણે આ જ્યુસને પીવાથી પેટ લાંબા સમય સુધી ભરેલુ લાગે છે. તેનાથી શરીરને હાઇ વોટર કન્ટેન્ટ મળે છે જે વજન ઉતારવાની સાથે શરીરને ડિટોક્સ કરવામાં અસરકારક સાબિત થાય છે. શરીરમાંથી ગંદા ટોક્સિન્સ એટલે કે શરીરમાં જમા ગંદકી નીકળી જાય છે તો વજન ઓછું થવામાં અસર દેખાવા લાગે છે. આ જ્યુસમાં થોડું સંચળ અને કાળા મરીનો પાઉડર નાખીને પી શકાય છે. તેનાથી સ્વાદ પણ સારો આવે છે. દૂધીનો જ્યુસ પીવાના અન્ય ફાયદા દૂધીનો જ્યુસ પીવાથી પાચન સારું રહે છે. આ જ્યુસથી બાઉલ મૂવમેન્ટ સારી રહે છે અને એસિડીટી કે અપચો જેવી સમસ્યા દૂર રહેવા લાગે છે. હાર્ટની હેલ્થ માટે પણ દૂધીનો જ્યુસ ફાયદાકારક છે. આ જ્યુસમાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને રેગ્યુલેટ કરવાનું કામ કરે છે. તેનાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ મેનેજ થાય છે અને સાથે જ હાર્ટની હેલ્થ માટે પણ તે ખૂબ જ ફાયદાકારક છે. સ્કિન પર પણ આ જ્યુસની સારી અસર દેખાય છે. વિટામિન સી અને એન્ટીઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોવાના કારણે આ જ્યુસ પીવાથી સ્કિન ઓક્સિડેટિવ ડેમેજથી બચે છે. તેનું હાઇ વોટર કન્ટેન્ટ ત્વચા પર હાઇડ્રેશન એટલે કે મોઇશ્ચર જાળવી રાખે છે. આ પણ વાંચો: ઠંડુ, હુંફાળુ કે ગરમ, શિયાળામાં કેવું પાણી પીવું જોઇએ? શરીર માટે કેટલુ તાપમાન યોગ્ય, સમજો આખુ ગણિત હાઇ બ્લડ સુગર લેવલ ઓછું કરવામાં પણ દૂધીનો જ્યુસ અસરકારક છે. આ શાકભાજીનો જ્યુસ ડાયાબિટીસના દર્દી પણ પી શકે છે. લિવર ડિટોક્સ કરવામાં પણ દૂધીનો જ્યુસ ફાયદાકારક છે. આ જ્યુસથી લિવરની હેલ્થ સારી રહે છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.