સ્કિન કેન્સર થઇ શકે છે. Laptop on lap: ટેક્નોલોજીએ દુનિયાને સરળ બનાવી છે. આજનાં આ સમયમાં દરેક કામ કરવા માટે મોબાઇલ અને લેપટોપની જરૂર પડતી હોય છે. પરંતુ આનો ઉપયોગ તમે પ્રોપર રીતે કરતા નથી તો અનેક સાઇડ ઇફેક્ટ્સ થતી હોય છે. અનેક લોકો વર્ક ફ્રોમ હોમમાં લેપટોપમાં કામ કરતા હોય છે. પરંતુ અનેક લોકો ખોળામાં લેપટોપ રાખીને કામ કરતા હોય છે. આમ, તમે ખોળામાં લેપટોપ રાખીને કામ કરો છો તો તમારે એલર્ટ થવાની જરૂર છે. આ તમને અનેક મુશ્કેલીમાં મૂકી શકે છે. તો જાણો આ સાઇડ ઇફેક્ટ્સ વિશે. આ પણ વાંચો: દરરોજ સાંજે ઘરમાં આ 4 વસ્તુઓની ધૂણી કરો, પરિવાર હંમેશા ખુશ રહેશે તમે ખોળામાં લેપટોપ રાખીને કામ કરો છો તો પીઠ અને ગરદનનો દુખાવો થઈ શકે છે. આ માટે તમે સ્ટેન્ડિંગ ડેસ્કનો ઉપયોગ કરી શકો છો. આમ, તમે આ વખતે પોઝિશન સુધારો. તમે પોઝિશન સુધારતા નથી તો પીઠ અને કમરનો દુખાવો વધી શકે છે. રિપોર્ટ્સનું માનીએ તો ખોળામાં લેપટોપ રાખીને તમે કામ કરો છો તો કેન્સરનું જોખમ થઈ શકે છે. આનાથી સ્કિન કેન્સર થઈ શકે છે. લાંબા સમય સુધી સ્કિન પર સોજા આવી શકે છે. આ પણ વાંચો: અણગમતા વાળ દૂર કરવા આટલું કરો, કોઇ ટ્રિટમેન્ટ કરાવવાની જરૂર નહીં પડે લેપટોપ તેમજ મોબાઇલ સ્ક્રીનની રોશની મેલાટોનિનનાં લેવલને રોકી શકે છે, જે તમને ઊંઘ લાવવામાં તકલીફ કરી શકે છે. આમ, તમે ખોળામાં લેપટોપ રાખીને કામ કરો છો તો ઊંઘમાં ખલેલ પહોંચી શકે છે. આમ, તમને પહેલાંથી ઊંઘની સમસ્યા છે તો તમે લેપટોપ ખોળામાં રાખીને કામ કરશો નહીં. તમે ખોળામાં લેપટોપ રાખીને કામ કરો છો તો પ્રેગનન્સી કન્સિવ કરવામાં તકલીફ પડી શકે છે. લાંબા સમય સુધી લેપટોપનો ઉપયોગ તમે ખોળામાં રાખીને કરો છો તો મહિલાઓની પ્રજનન ક્ષમતા પર અસર પડી શકે છે. આનાથી ઇંડાના ઉત્પાદનમાં સમસ્યા થઈ શકે છે અને આ સમયે કન્સિવ કરવામાં મુશ્કેલી પડી શકે છે. આ સાથે પુરુષોની સ્પર્મ ક્વોલિટી પર પણ અસર પડી શકે છે. આમ, તમને પણ આવી ટેવ છે તો આ આદત સુધારવાની જરૂર છે. (નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.) None
Popular Tags:
Share This Post:
What’s New
Spotlight
Today’s Hot
-
- January 7, 2025
-
- January 7, 2025
-
- January 7, 2025
Featured News
Latest From This Week
રાજકોટ: વિંછીયામાં પોલીસ સ્ટેશન પર પથ્થરમારો, 52 લોકોની અટકાયત, 3 પોલીસ કર્મી ઘાયલ
NEWS
- by Sarkai Info
- January 6, 2025
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.