NEWS

VIDEO: ઉડાન ભરતા હેલિકોપ્ટર થયું ક્રેશ, પળવારમાં ફૂરચેફૂરચા ઊડી ગયા, સામે આવ્યા પુણેના હચમચાવી દેતા દ્રશ્યો

પુણેના બાવધન બુદ્રુક વિસ્તારમાં બુધવારે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. આ વિસ્તાર પુણે-બેંગ્લોર હાઈવેથી થોડે દૂર છે. અહીં એક ટેકરી પર ઓક્સફર્ડ કાઉન્ટી રિસોર્ટ છે. આ હેલિકોપ્ટરે આજે સવારે અહીંના હેલિપેડ પરથી ઉડાન ભરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પહાડી વિસ્તારમાં ધુમ્મસના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. દુર્ઘટના બાદ તરત જ હેલિકોપ્ટરમાં આગ લાગી હતી. અને તેમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. અકસ્માતનું સ્થળ ઓક્સફર્ડ કાઉન્ટીમાં બાવધન બુદ્રુક હતું અને H.E.M.R.L.નો વિસ્તાર જણાવવામાં આવી રહ્યો છે. આ ખીણમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે, તે ખૂબ જ નિર્જન વિસ્તાર છે. આ પણ વાંચો: ‘ મોટી ભૂલ કરી, હુમલાની કિંમત ચૂકવવી પડશે’, ઈઝરાયેલના PM નેતન્યાહૂની ઈરાનને ચેતવણી #Breaking : A private helicopter has crashed in Pune. Three people feared dead. Awaiting confirmation - some reports suggesting the copter belonged to the wadhwans. pic.twitter.com/JXtV9WLpXu જ્યાં હેલિકોપ્ટર ક્રેશ થયું તે વિસ્તાર હિંજેવાડી પોલીસના કંટ્રોલ રૂમ હેઠળ આવે છે. દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ, પોલીસ અને અન્ય એજન્સીઓ બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે, આ ભયાનક દુર્ઘટનામાં પાઇલટ અને હેલિકોપ્ટરમાં સવાર અન્ય બેનાં પણ મોત નીપજ્યાં હતાં. હજુ સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી. સૂત્રના જણાવ્યા અનુસાર, આ રિસોર્ટમાં અમીર લોકો હરવા-ફરવા માટે આવે છે. પુણેથી સીધા રિસોર્ટ આવવા માટે એક હેલિપેડ બનાવવામાં આવ્યું છે. આ રિસોર્ટ મુલશીથી થોડાક અંતર દૂર છે. પુણે-બેંગ્લોર હાઈ-વે પણ દૂર છે. થોડા દિવસ પહેલા મુલશી વિસ્તારમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જોકે, સદનસીબે તે સમયે કોઈ જાનહાનિ થઈ નહોતી. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.