NEWS

Hair Growth: મોંઘા તેલ નહીં આ દેશી વસ્તુ કરી નાખશે વાળની કાયાપલટ, કમર સુધી લાંબો ચોટલો ઝૂલશે, બંધ થઇ જશે હેર ફોલ

આ નુસખા અજમાવવા સરળ છે અને તેનાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે. Ayurvedic Remedies For Thick Hair: ઘણી મહિલાઓ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન રહે છે. વાળ ઘણા કારણોથી ખરવા લાગે છે અને જ્યાં સુધી સમસ્યા ઓછી ન થાય ત્યાં સુધી સતત ખરતા રહે છે. ઘણીવાર તો થોડા મહિનાઓ સુધી હેર ફોલ (Hair Fall) થવાના કારણે ચોટલી ખૂબ જ પાતળી થવા લાગે છે. તેનાથી ચિંતા વધે છે અને સ્ટ્રેસ થવા લાગે છે તથા વાળ વધુ ખરવા લાગે છે. તેવામાં કેટલાક આયુર્વેદિક નુસખા (Ayurvedic Nuskhe) તમારા કામ આવી શકે છે. અહીં કેટલાક એવા જ આયુર્વેદિક નુસખા જણાવી રહ્યાં છીએ જે વાળ ખરવાની સમસ્યા ઓછી કરવામાં કારગર છે. આ નુસખા અજમાવવા સરળ છે અને તેનાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે. તે વાળને ભરાવદાર બનાવવામાં પણ મદદ કરે છે. ભરાવદાર વાળ માટે આયુર્વેદિક નુસખા (Ayurvedic Remedies For Thick Hair) આમળા આવશે કામ આયુર્વેદિક ઔષધિના રૂપમાં આમળાનો ઉપયોગ કરવામાં આવે છે. આમળા (Amla) વિટામિન સીથી ભરપૂર હોય છે અને તેમાં ઘણા એન્ટી-ઓક્સિડેન્ટ્સ હોય છે. આમળાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે હેર ફોલિકલ્સને ફાયદો કરાવે છે, હેર ફોલ રોકે છે અને વાળમાં ચમક જાળવી રાખવાના કામ આવે છે. તાજા આમળાના રસને પાણીમાં ભેળવીને અથવા તો પાણીમાં નાખ્યા વિના પણ વાળમાં લગાવી શકાય છે. આમળાના રસને નારિયેળ તેલમાં ભેળવીને ઉકાળો. તે બાદ તેને વાળ પર લગાવી શકો છો. આમળાને સુકવીને પીસી લો. આ પાઉડરથી અલગ-અલગ હેર માસ્ક બનાવીને લગાવી શકાય છે. સૂકા આમળાને નારિયેળ તેલમાં ઉકાળીને આ તેલને આખી રાત વાળમાં લગાવી રાખ્યા બાદ બીજા દિવસે વોશ કરી શકાય છે. તેનાથી હેર ગ્રોથ વધારવામાં મદદ મળે છે. જો તમારા વાળ વધારે ઓઇલી છે તો આમળાનું તેલ હેર વોશ કર્યાના એક-દોઢ કલાક પહેલા લગાવીને ધોઈ શકે છે. આ તેલથી વાળના મૂળથી છેડા સુધી ફાયદો મળે છે. આ પણ વાંચો: 32ની કમર 28ની થઇ જશે! રોજ પીવો આ શાકભાજીનો જ્યુસ; ઢોલ જેવુ પેટ સપાટ થઇ જશે, ફટાફટ ઉતરશે વજન મીઠા લીમડાના પાન હેર ગ્રોથમાં મીઠા લીમડાના પાન (Curry Leaves) કમાલની અસર બતાવે છે. ખાનપાનમાં સામેલ કરવામાં આવતા મીઠા લીમડાના પાન વાળને એન્ટી-ઓક્સિડેન્ટ્સ, એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ આપે છે. આ પાનથી વાળને એન્ટીઇન્ફ્લેમેટરી ગુણ પણ મળી જાય છે. આ પાનના ઉપયોગથી વાળ વધે છે અને સાથે જ માથામાં જમા ડેન્ડ્રફ અને બિલ્ડ-અપ પણ હટાવે છે. આ પાનમાં વિટામિન બી, પ્રોટીન અને બીટા કેરોટીન પણ હોય છે જે વાળ માટે ફાયદાકારક છે. મીઠા લીમડાના પાન વાળમાં લગાવવા માટે આ પાનને નારિયેળ તેલમાં ઉકાળીને લગાવી શકાય છે. નારિયેળ તેલમાં મુઠ્ઠી ભરીને મીઠા લીમડાના પાન નાખો અને તેને થોડીવાર તેલમાં ઉકાળ્યા પછી આંચ બંધ કરી દો. હવે આ તેલને ગાળીને બોટલમાં ભરીને રાખી દો. જ્યારે પણ વાળમાં તેલ લગાવવું હોય ત્યારે તેને થોડું ગરમ કરો અને પછી વાળના મૂળથી છેડા સુધી લગાવો અને પછી એક કલાક બાદ ધોઈ લો. વાળની લંબાઈ વધારવા અને ભરાવદાર બનાવવામાં મદદ મળશે. મેથીના દાણા બતાવશે અસર પીળી મેથીના દાણા પણ માથા પર લગાવી શકાય છે. પીળી મેથીના દાણા પ્રોટીન અને નિકોટિનિક એસિડથી ભરપૂર હોય છે. આ દાણાથી વાળના ફોલિકલ્સને ફાયદો થાય છે, વાળ ખરવાનું ઓછું થાય છે અને સ્કેલ્પને પણ પૂરતા પ્રમાણમાં મોઇશ્ચર મળે છે. આ પણ વાંચો: HMP વાયરસથી બચવા આજથી જ ડાયટમાં સામેલ કરો આ 5 વસ્તુઓ, Immunity થઇ જશે સ્ટ્રોન્ગ; ટળી જશે ખતરો મેથીના દાણાને (Fenugreek Seeds) માથા પર અલગ અલગ રીતે લગાવી શકાય છે. મેથીના દાણાને આખી રાત પલાળી રાખ્યા પછી આ દાણાને પીસીને બીજા દિવસે સવારે તેની પેસ્ટ બનાવી શકાય છે. આ પેસ્ટને વાળમાં 45-50 મિનિટ સુધી રાખ્યા બાદ માથું ધોઈ શકાય છે. મેથીના દાણાને નારિયેળના તેલમાં પણ ઉકાળીને માથા પર લગાવી શકાય છે. મેથીનું તેલ વાળને ઝડપથી વધવા માટે અસરકારક છે. આ તેલને તમે અઠવાડિયામાં 2 થી 3 વાર વાળમાં લગાવી શકો છો. અસર દેખાય છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.