NEWS

કાજૂ-બદામને દૂધ કે પાણીમાં નહીં આ વસ્તુમાં પલાળીને ખાવાનું રાખો; નબળા શરીરમાં ભરાઇ જશે તાકાત, હાડકાં થશે મજબૂત

આમ તો લોકો દૂધ અને પાણીમાં ડ્રાય ફ્રૂટ્સ પલાળીને ખાય છે. Almond, Kaju With Honey Benefits: ડ્રાય ફ્રૂટ્સનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. હેલ્થ એક્સપર્ટ્સ પણ હંમેશા પલાળેલા ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરવાનું ફાયદાકારક હોવાનું જણાવે છે. ખાસ કરીને કાજૂ અને બદામને ડાયટમાં સામેલ કરવા પર ભાર આપે છે. આ ડ્રાય ફ્રૂટ્સમાં એવા તત્વો હોય છે જે આપણા શરીરની રિકવરીને ઝડપી બનાવવામાં મદદ કરી શકે છે. આપણી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવવામાં મદદ કરી શકે છે. જણાવી દઈએ કે આમ તો લોકો દૂધ અને પાણીમાં ડ્રાય ફ્રૂટ્સ પલાળીને ખાય છે પરંતુ અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં પલાળીને ડ્રાય ફ્રૂટ્સ ખાવા વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે કાજૂ-બદામને મધમાં પલાળીને ખાવાથી તેની ક્વોલિટી વધુ સારી થઈ જાય છે. ચાલો જાણીએ આખરે આ બંને વસ્તુઓને મધમાં પલાળીને ખાવાથી શું-શું ફાયદા થઈ શકે છે. બદામના પોષક તત્વો બદામ પ્રોટીન, ફાઇબર, વિટામિન ઇ, કેલ્શિયમ, કોપર, મેગ્નેશિયમ, રાઇબોફ્લેવિન, આયર્ન, પોટેશિયમ, ઝિંક અને બી વિટામિન, નિયાસિન, થાયમિન અને ફોલેટનો પણ સોર્સ છે. આ પણ વાંચો : Walk: વોક કરતી વખતે આવી મામૂલી ભૂલો નથી કરતાને? ગમે તેટલું ચાલશો તો પણ શરીરને નહીં મળે કોઈ ફાયદો, ધ્યાનમાં રાખો આ ટિપ્સ કાજૂના પોષક તત્વો કાજૂમાં અનસેચુરેટેડ ફેટ્સ અને કેટલાક એસેન્શિયલ મિનરલ્સ, જેમ કે કોપર, મેગ્નેશિયમ, ઝિંક, આયર્ન સાથે જ વિટામિન કે, ઇ અને બી વિટામિન પણ હોય છે. મધના પોષક તત્વો મધ જરૂરી પોષક તત્વો, મિનરલ્સ અને વિટામિનનો ભંડાર છે. મધમાં મુખ્ય રૂપે ફ્રુક્ટોઝ હોય છે. આ સિવાય કાર્બોહાઇડ્રેટ, રાઇબોફ્લેવિન, નાયસિન, વિટામિન બી-6, વિટામિન સી અને એમિનો એસિડનો પણ સારો સોર્સ માનવામાં આવે છે. આ પણ વાંચો: આ લીલા પાન તોડીને વાસી મોંએ ચાવી જાઓ, વધતા વજન પર લાગશે લગામ; બ્લડ સુગરથી લઇને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહેશે મધમાં કાજૂ, બદામ પલાળીને ખાવાના ફાયદા મધમાં કાજૂ-બદામ પલાળીને ખાવાથી તમારા શરીરનું કોલેસ્ટ્રોલ લેવલ બેલેન્સ રહે છે. તેવામાં જો કોલેસ્ટ્રોલ વધેલું હોય તો તે ઘટાડવામાં પણ તે મદદ કરી શકે છે. બદામ અને કાજૂને મધમાં પલાળીને ખાવાથી તમારું બ્રેન ફંક્શનિંગ પણ સારું થાય છે. તે મેમરી પાવર પણ બૂસ્ટ કરવા અને બોડીમાં સુગર લેવલને પણ મેન્ટેન કરવામાં પણ મદદ કરી શકે છે. આ સિવાય આ ડ્રાય ફ્રૂટ્સના પોષક તત્વો તમારા વાળ, નખ, સ્કિન, હાડકાંને પણ મજબૂત બનાવે છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.