NEWS

પાતળા વાળ ઝડપથી થઇ જશે જાડા અને ભરાવદાર, બસ આ વસ્તુથી કરો હેર વોશ

છાશ અનેક ગુણોથી ભરપૂર હોય છે. Hair care: વાળ તૂટતા બચાવવા માટે લોકો જાતજાતનાં નુસખાઓ કરતા હોય છે. સતત હેર ફોલ થવાને કારણે વાળ પાતળા થઇ જાય છે. પાતળા, રફ હેર કોઈને ગમતા હોતા નથી. આમ આ સમસ્યા સામાન્ય રીતે મોટાભાગનાં લોકોને હોય છે. પાતળા અને રેસા જેવા વાળ તમારો લુક બગાડવાનું કામ કરે છે. આમ, તમારા વાળ બહુ પાતળા થઇ ગયા છે તો આ વસ્તુઓથી હેર વોશ કરો. આ વસ્તુથી તમે હેર વોશ કરશો તો વાળ ભરાવદાર અને જાડા બનશે. આ માટે વધારે મહેનત કરવાની જરૂર નથી. આ પણ વાંચો: ઊનનાં કપડા પર ફેરવી દો આ વસ્તુ, એક-એક રેસા નીકળી જશે, ચમક આવશે છાશમાં ગ્રીન ટી મિક્સ કરીને હેર વોશ કરો: જ્યારે વાળનું વોલ્યુમ ઓછું હોય ત્યારે સમજી લો કે ન્યુટ્રિશનની કમી હોઈ શકે છે. આર્યુવેદ અનુસાર શરીરમાં પિત્તની માત્રા વધવાને કારણે વાળ પાતળા થઇ શકે છે. આ સમયે તમે છાશનો ઉપયોગ કરો છો તો હેર મસ્ત થઇ જશે. છાશ તમારા વાળને ભરાવદાર અને લાંબા કરવાનું કામ કરે છે. આ પણ વાંચો: એક દિવસમાં કેટલાં અંજીર ખાવા જોઈએ? જાણશો તો પેટ સાથે જોડાયેલી સમસ્યા દૂર થઈ જશે હેર વોશ કરવા માટે છાશનો ઉપયોગ કેવી રીતે કરશો એ જાણવું ખૂબ જરૂરી છે. આ માટે તમે જરૂર મુજબ છાશ લો. ત્યારબાદ આ છાશમાં ગ્રીન ટી મિક્સ કરી દો. હવે આ છાશને ગરમ કરવા માટે મૂકો ત્યારે સતત હલાવતા રહો. ઘટ્ટ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો. હવે આ છાશ ઠંડી થઇ જાય એટલે હળવા હાથે વાળમાં મસાજ કરો. છાશમાં લેક્ટિક એસિડ, પ્રોટીન, વિટામીન એ અને બી 12 હોય છે. આ સાથે છાશમાં આયરન, પોટેશિયમ અને સોડિયમની માત્રા સારી હોય છે. આમ આ બધી માત્રા વાળને કાળા કરીને ભરાવદાર કરવાનું કામ કરે છે. છાશ અને ગ્રીન ટીથી તમે હેર વોશ કરો છો તો વાળ ભરાવદાર અને કાળા થશે. આ સાથે સિલ્કી પણ થશે. ઠંડીમાં વાળમાં ખોડો વધારે થાય છે તો તમે છાશથી હેર વોશ કરી શકો છો. આ મિશ્રણથી હેર વોશ કરશો તો વાળનો ખોડો દૂર થઇ જશે. આ સાથે મસ્ત શાઇની અને સિલ્કી પણ થશે. (નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.) None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.