NEWS

આ લીલા પાન તોડીને વાસી મોંએ ચાવી જાઓ, વધતા વજન પર લાગશે લગામ; બ્લડ સુગરથી લઇને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહેશે

ગુણોની ખાણ છે આ લીલા પાંદડા, સવારે વાસી મોંએ ચાવવાના છે અઢળક ફાયદા Subah curry patte khane ke fayde: મીઠા લીમડાના પાનનો વઘાર કરવાથી સાધારણમાં સાધારણ વાનગીનો સ્વાદ વધી જાય છે. મીઠા લીમડાના પાન સ્વાદ અને સુગંધથી ભરપૂર હોય છે અને તેનું સેવન કરવાથી હેલ્થને પણ અઢળક લાભ થઇ શકે છે. આ સિવાય મીઠા લીમડાના પાન ચાવવાથી ( Benefits of chewing curry leaves empty stomach) ઘણી હેલ્થ પ્રોબ્લેમ્સથી રાહત પણ મેળવી શકાય છે. સવારે ખાલી પેટ મીઠા લીમડાના પાન ચાવવાથી કઈ સમસ્યાઓમાં આરામ મળે છે અને મીઠા લીમડાના પાનનું સેવન કરવાની રીત કઈ છે, ચાલો અહીં જાણીએ. મેદસ્વીતાથી છુટકારો મેળવો મીઠા લીમડાના પાનના સેવનથી મેટાબોલિઝમ વધે છે અને શરીરનું વધારાનું વજન ઝડપથી ઘટે છે. ડીક્લોરોમેથેન અને ઇથિલ એસીટેટ નામના તત્ત્વો મીઠા લીમડાના પાનમાં જોવા મળે છે. આ તત્વો શરીરના ડિટોક્સિફિકેશન માટે કામ કરે છે, જે ઝડપથી વજન ઘટાડવામાં અસરકારક છે. આ પણ વાંચો: Constipation: રાત્રે સૂતા પહેલા પાણીમાં આ 3 વસ્તુ ઓગાળીને પીવો, સવારે ઉઠતાવેંત પેટ થઇ જશે સાફ; કબજિયાતની થઇ જશે છુટ્ટી રોગપ્રતિકારક શક્તિ વધે મીઠા લીમડાના પાન ચાવવાથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. ખરેખર, મીઠા લીમડાના પાનમાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તમે દરરોજ મીઠા લીમડાના પાન ચાવવાથી રોગો અને વાયરલ ઇન્ફેક્શનથી બચી શકો છો. બ્લડ સુગર કંટ્રોલમાં રહે ડાયાબિટીસના દર્દીઓ માટે મીઠા લીમડાના પાનનું પાણી સવારની હેલ્ધી ડ્રિંક બની શકે છે. મીઠા લીમડાના પાનમાં ડાયાબિટીસ વિરોધી તત્વો મળી આવે છે. મીઠા લીમડાના પાન ખાવાથી બ્લડ સુગર લેવલ ઘટે છે. તે ઇન્સ્યુલિનના ઉત્પાદન અને સંતુલનમાં પણ મદદ કરે છે. બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય સવારે મીઠા લીમડાના પાનનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં પણ મદદ મળે છે. મીઠા લીમડાના પાન શરીરમાં એકઠા થયેલા કોલેસ્ટ્રોલને શોષવાનું કામ કરે છે. આ બેડ કોલેસ્ટ્રોલ અને ગુડ કોલેસ્ટ્રોલના લેવલને બેલેન્સ કરે છે. આ પણ વાંચો: Tricks: રાત્રે છોલે પલાળવાનું ભૂલી ગયા? કુકરમાં આ વસ્તુ નાખીને સીટી વગાડી દો, ફટાફટ થઈ જશે સોફ્ટ મીઠા લીમડાના પાનનું સેવન કેવી રીતે કરવું જોઈએ? સવારે 6-7 મીઠા લીમડાના પાન લો અને તેને પાણીથી ધોઈ લો. ત્યારપછી આ પાન ચાવીને ખાઓ અને એક ગ્લાસ પાણી પી લો. તમે મીઠા લીમડાને પાણીને પાણીમાં (Curry leaves water) ઉકાળીને પણ પી શકો છો. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.