NEWS

રાશા થડાનીનું 'ઉઈ અમ્મા' સોંગ રિલીઝ, જુનિયર રવિના કહીને કરી રહ્યા છે વખાણ- 'આને કહેવાય ટેલેન્ટેડ નેપોટિઝમ!'

મુંબઈ: અભિષેક કપૂરની આગામી ફિલ્મ ‘આઝાદ’નું મચઅવેટેડ ‘ઉઈ અમ્મા’ રિલીઝ થઈ ગયું છે. આ ગીત રવિના ટંડનની પુત્રી રાશા થડાની અને અમન દેવગન પર ફિલ્માવવામાં આવ્યું છે. ગીતમાં રાશાનું પર્ફોર્મન્સ અને ચહેરાના હાવભાવ ફેન્સનું દિલ જીતી રહ્યા છે. રાશાને આ રીતે પર્ફોર્મ કરતી જોઈને ઘણા લોકોને રવીના યાદ આવી ગઈ, જ્યારે કેટલાક લોકોએ રાશાને ટેલેન્ટેડ સ્ટાર કિડ અને સુહાના ખાન અને ખુશી કપૂર કરતાં સારી એક્ટ્રેસ ગણાવી. ફેન્સ ખુલ્લેઆમ રાશા પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. આ સોંગમાં રાશા ખૂબ જ દમદાર દેખાઈ રહી છે. રાશા થડાની ‘ઉઇ અમ્મા’ ગીતમાં તેના આકર્ષક ડાન્સ મૂવ્સથી તબાહી મચાવી રહી છે. ખુસુરતી અને ટેલેન્ટનું પરફેક્ટ કોમ્બિનેશન જોવા મળી રહ્યું છે. કો-એક્ટર અમન દેવગન સાથે તેની કેમેસ્ટ્રી ગજબની છે. થોડા કલાકો પહેલા જ રિલીઝ થયેલું આ ગીત અત્યાર સુધીમાં 18 લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે. તેનું સંગીત અમિત ત્રિવેદીએ આપ્યું છે અને મધુબતી બાગચીએ ગાયું છે. આ પણ વાંચો: શું રૂપાલી ગાંગુલી છોડી રહી છે ‘અનુપમા’? એક્ટ્રેસે કર્યું રિએક્ટ- ‘મારા માટે માત્ર એક શો…’ રાશા થડાનીના અભિનયની પ્રશંસા ‘ઉઇ અમ્મા’ના ગીતો અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે તેનું કોરિયોગ્રાફ બોસ્કો દ્વારા કરવામાં આવ્યું છે. ગીતના દ્રશ્યો આકર્ષે છે. યુટ્યુબ પર આ ગીત જોનાર એક યુઝરે લખ્યું, “તેના ડેબ્યુ માટે આ ગીત ઘણું સારું છે. તેના એક્સપ્રેશન અલગ જ લેવલના છે.” અન્ય એક યુઝરે લખ્યું, “OMG … માઇન્ડ બ્લોઇંગ જુનિયર રવિના. રાશાના એક્સપ્રેશન અને તેની ડાન્સિંગ સ્કિલ રવિના પર ગઈ છે. તે ચોક્કસથી નેક્સ્ટ સુપરસ્ટાર હશે.” રાશાની સરખામણી કેટરિના કૈફ રવિના ટંડન સાથે કરવામાં આવી રહી છે અન્ય એક યુઝરે લખ્યું, “રાશા તેની મમ્મી જેવી જ ફીલિંગ આપી રહી છે.” અન્ય એક યુઝરે લખ્યું, “રાશા ખુશી કપૂર અને સુહાના ખાન કરતાં વધુ એક્સપ્રેસિવ છે, તે આગામી કેટરિના કૈફ છે.” એકે નેપોટિઝમ પર કટાક્ષ કરતા લખ્યું, “ટેલેન્ટ… આ વખતે નેપોટિઝમ યોગ્ય છે.” એકે તો કમેન્ટ કરી કે કેટરિના + રવિના = રાશા છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.