NEWS

મોહમ્મદ શમીએ ફરી વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન, BCCIની ટીમ થઈ દોડતી

ટીમ ઈન્ડિયા માટે Bad News Mohammed Shami Injury: ભારતીય ટીમના દિગ્ગજ ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વનડે વર્લ્ડ કપ 2023 બાદથી ટીમ ઈન્ડિયાની બહાર છે. ઘૂંટણમાં ઈજા થવાને કારણે શમી નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિહેબ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે. ફેન્સને આશા છે કે ઓસ્ટ્રેલિયાની સાથે રમાનારી બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા શમી સંપૂર્ણ રીતે ફીટ થઈને ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે. પરંતુ હવે ફરી એકવાર ફેન્સની આશાને મોટો ઝટકો લાગે એવું લાગી રહ્યું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ્સ અનુસાર, NCAમાં રિહેબ પ્રક્રિયા દરમિયાન મોહમ્મદ શમી ફરી એકવાર ઈજાગ્રસ્ત થયા છે. શમીના ઘૂંટણમાં સોજો આવી ગયો છે. જેના કારણે મોહમ્મદ શમીની વાપસીમાં હજુ વધારે સમય લાગી શકે છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે શમી હજુ 6થી 8 અઠવાડિયા સુધી ક્રિકેટથી દૂર રહી શકે છે. આનો અર્થ એ થયો કે ફેન્સને બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં મોહમ્મદ શમીની શાનદાર બોલિંગ જોવા નહીં મળે. આ પણ વાંચોઃ ઓક્ટોબરમાં જોવા મળશે એક્શનનો ડબલ ડોઝ, જાણો ટીમ ઇન્ડિયાનું ફુલ શેડ્યુલ મોહમ્મદ શમીની તાજેતરની ઈજા પર BCCIના એક અધિકારીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, મોહમ્મદ શમીના ઘૂંટણની ઈજા ફરી એકવાર સામે આવી છે. BCCIની મેડિકલ ટીમ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને સતત શમીના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. હજુ શમીની ક્રિકેટના મેદાનમાં વાપસીમાં થોડો સમય લાગી શકે છે. બીજી તરફ મોહમ્મદ શમીએ બોલિંગ શરૂ કરી દીધી છે અને તેઓ વાપસી માટે પૂરતો પ્રયાસ કરી રહ્યા છે. આ પણ વાંચોઃ “અમે 100 રને આઉટ થવા પણ તૈયાર હતા…” રોહિત શર્માએ કર્યો ખુલાસો, કહ્યું કઈ રીતે જીતી કાનપુર ટેસ્ટ મોહમ્મદ શમીએ ટીમ ઈન્ડિયા માટે 64 ટેસ્ટ, 101 વનડે અને 23 ટી-20 મેચ રમી છે. 64 ટેસ્ટ મેચોમાં શમીએ ભારત માટે 229 વિકેટ પણ લીધી છે. આ સિવાય વનડેમાં 195 વિકેટ અને ટી20માં 23 વિકેટ પણ લીધી છે. વનડે વર્લ્ડ કપ 2023માં શમીએ ઘણી શાનદાર બોલિંગ કરી હતી. આ ટૂર્નામેન્ટમાં મોહમ્મદ શમી સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. મોહમ્મદ શમીએ વર્લ્ડ કપમાં 24 વિકેટ લીધી હતી. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.