NEWS

નાક-કાનનું કાણું પુરાઈ ગયું છે? તો આ ટ્રિક અજમાવો, મિનિટોમાં પહેરી શકશો બુટ્ટી અને ચુની

આ ટિપ્સ તમને કામમાં આવી શકે છે. Tips to open closed Piercing Hole: મહિલાઓ સામાન્ય રીતે કાન અને નાક વિંધાવતી હોય છે. આમાંથી એક કોમન કાન અને નાક વિંધાવવાનું હોય છે. ઘણાં સમાજમાં છોકરીઓને નાનપણથી જ કાન અને નાક વિંધાવી દેતા હોય છે. આ એક ધાર્મિક રીતિ રિવાજોનો પણ હિસ્સો છે. નાક અને કાન વિંધાવવાનું મહત્વ વૈજ્ઞાનિક રીતે પણ અનેક રીતે રહેલું છે. પરંતુ ઘણી બધી છોકરીઓ અને મહિલાઓ સાથે એવું થતું હોય છે કે કાનમાં અને નાકમાં બુટ્ટી તેમજ ચુની ના પહેરી શકવાને કારણે એ પુરાઈ જાય છે. આ પાછળથી અનેક તકલીફમાં મૂકી શકે છે. આમ, તમારી સાથે પણ આવું થયું છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ ટિપ્સ તમે ફોલો કરશો તો મિનિટોમાં નાકની ચુની અને કાનમાં બુટ્ટી પહેરી શકશો. આ પણ વાંચો: આ વસ્તુથી હેર વોશ કરો, તમારા પાતળા વાળ ઝડપથી જાડા+ભરાવદાર થઇ જશે થોડા દિવસો સુધી તમે કાનમાં તેમજ નાકમાં કોઈ વસ્તુ પહેરતા નથી તો કાણું પુરાઈ જાય છે. સામાન્ય રીતે આ પોશન બહુ સેન્સેટિવ હોય છે. આ કારણે એ જલદી પુરાઈ જાય છે. આમ, તમારી સાથે પણ આવું થયું છે તો તમે આ ટ્રિક અજમાવી શકો છો. આ પણ વાંચો: એક દિવસમાં કેટલાં અંજીર ખાવા જોઈએ? જાણશો તો પેટ સાથે જોડાયેલી સમસ્યા દૂર થઈ જશે આ માટે સૌથી પહેલાં નાક પર હૂંફાળું તેલ લગાવો. ત્યારબાદ અરીસાની સામે ઉભા રહીને નોઝ પીન ફેરવો અને પિયર્સિંગ હોલમાં નાખવાની કોશિશ કરો. ધીરે-ધીરે સામાન્ય પ્રેશર એપ્લાય કરો અને સતત અંદરથી બાજુમાં પુશ કરો. આ રીતથી સરળતાથી તમે નોઝ પિન પહેરી શકશો. આ સેમ ટ્રિક તમે કાન માટે પણ અજમાવી શકો છો. નાક અને કાનનું કાણું પુરાઈ ગયું છે તો તમે કોઈ પ્રોફેશનલની મદદ લઇ શકો છો. પ્રોફેશનલ વ્યક્તિ પણ તમને સાચી સલાહ આપી શકે છે. તમે ઘરે બીજી વાર કાણું પાડવા ઈચ્છો છો તો એક સ્ટેરલાઇઝ નીડલનો ઉપયોગ કરી શકો છો. બીજીવાર તમે પુરાઈ ગયેલું કાણું સરખું કરાવશો તો વધારે પેઇન નહીં થાય. (નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.) None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.