NEWS

ઠંડુ, હુંફાળુ કે ગરમ, શિયાળામાં કેવું પાણી પીવું જોઇએ? શરીર માટે કેટલુ તાપમાન યોગ્ય, સમજો આખુ ગણિત

ઠંડીમાં ગરમ પાણી પીવા સાથે જોડાયેલી વાતો અને સાવધાની Lukewarm Water in Morning: વિજ્ઞાન કહે છે કે સિઝન બદલાવાની સાથે આપણા શરીરની જરૂરિયાતોમાં પણ બદલાવ આવે છે. આ જ જરૂરિયાતો અનુસાર આપણે આપણું ખાનપાન બદલીએ છીએ. જે રીતે ગરમીમાં શરીરને ઠંડુ રાખવા માટે ઠંડી વસ્તુઓ ખાવામાં આવે છે, તેવી જ રીતે શિયાળામાં બોડીને ગરમ રાખવા માટે ગરમ વસ્તુઓ ખાવામાં આવે છે. પરંતુ તેના પહેલા દિવસની શરૂઆત 1 ગ્લાસ પાણી સાથે કરે છે. વિદ્વાનો જણાવે છે કે, રોજ સવારે ખાલી પેટ ગરમ પાણી પીવાથી વજન ઘટાડવાથી લઇને કિડની અને લીવર સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે. જો કે, પાણીના તાપમાનમાં સિઝન અનુસાર બદલાવ જરૂરી છે. હવે સવાલ છે કે આખરે ઠંડીમાં કેટલુ ગરમ પાણી પીવું જોઇએ? આપણા શરીર માટે પાણીનું કેટલુ તાપમાન યોગ્ય છે? શિયાળામાં ઠંડુ પાણી પીવાના નુકસાન અને નિયમ શું છે? તેના વિશે ને જણાવી રહ્યાં છે રાજકીય આયુર્વેદ મહાવિદ્યાલય તથા ચિકિત્સાલય લખનઉના ડો. શચી શ્રીવાસ્તવ. ઠંડીમાં શરીર અનુસાર પાણીનું યોગ્ય તાપમાન એક્સપર્ટ અનુસાર, માનવીને શારીરિક દોષ પ્રમાણે સવારના સમયે હુંફાળુ પાણી પીવું જોઇએ કારણ કે જે રીતે ઠંડુ પાણી નુકસાનકારક હોઇ શકે છે. તે જ રીતે વધારે ગરમ પાણી પણ શરીરને નુકસાન પહોંચાડે છે. તેથી ઠંડીમાં એવું પાણી પીવો જેનું તાપમાન 60°F થી 100°F (16°C થી 38°C)ની વચ્ચે હોય. આ પણ વાંચો: ખરીને પાતળા પૂંછડી જેવા થઇ ગયા છે વાળ? પાણીમાં આ બે વસ્તુ ઉકાળીને બનાવો હેર સ્પ્રે, 15 જ દિવસમાં થશે હેર ગ્રોથ શિયાળામાં ગરમ પાણી પીવાની સાચી રીત શું છે? એક્સપર્ટ જણાવે છે કે, સવારે ઉઠીને હુંફાળુ પાણી પીવું સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. તેનાથી તમને નુકસાન થઇ શકે છે. તેથી શક્ય હોય તો ગરમ પાણીમાં થોડું ઘી કે લીંબુ મિક્સ કરી લો. તેવામાં જો તમે ટ્રાવેલ કરી રહ્યા છો તો તેવામાં સાદુ પાણી પણ પી શકાય છે. ઠંડીમાં ગરમ પાણી પીવા સાથે જોડાયેલી વાતો અને સાવધાની કફ દોષ જો તમે કફની સમસ્યાથી પરેશાન છો તો તમારે એવું પાણી પીવું જોઇએ જે વધારે ગરમ કે ઠંડુ ન હોય. સીમિત તાપમાનનું હુંફાળુ પાણી ચુસ્કી ભરીને સેવન કરવું જોઇએ. જણાવી દઈએ કે, હુંફાળુ પાણી પીવાથી શરીરમાંથી ટોક્સિન્સ બહાર નીકળી જાય છે અને તમને સમસ્યાઓથી આરામ મળે છે. પિત્ત દોષ ઠંડીમાં પિત્ત દોષ વધવાથી પેટ અને છાતીમાં બળતરા થવી, અપચો, કબજિયાત અને એસિડિટીની સમસ્યા, ઉંઘ ન આવવી અને સ્કિન પર દાણા નીકળવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી છુટકારો મેળવવા માટે પાણીને શરીરનું તાપમાન ઠંડુ કરવાની જરૂર હોય છે. આ પણ વાંચો : કાજૂ-બદામને દૂધ કે પાણીમાં નહીં આ વસ્તુમાં પલાળીને ખાવાનું રાખો; નબળા શરીરમાં ભરાઇ જશે તાકાત, હાડકાં થશે મજબૂત વાત દોષ ઠંડુ વાતાવરણ, ઠંડુ ભોજન અને દિવસનું ઠંડુ તાપમાન વાત દોષને વધારે છે. તેથી વાત દોષની સ્થિતિમાં વધારે ગરમ અને ઠંડુ પાણી ન પીવું જોઈએ. જોકે શક્ય હોય તો આ સ્થિતિમાં હુંફાળુ પાણી જ પીવો. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.