NEWS

'ભૂખ લાગી છે...?' 1997થી ચાલતા લૂંટના ગોરખ ધંધાનો પર્દાફાશ, રાત્રે બસમાં મુસાફરો સાથે થતું એવું કે...

રાત્રે બસમાં મુસાફરી કરો છો તો ચેતજો, તમારી સાથે આવું ન થાય નહીં તો રોવાનો વારો આવશે! રાજકોટ: આજના ટાઈમમાં કોઈ અજાણ્યા પર આંધળો વિશ્વાસ કરી શકાય નહીં. અને જો પણ કરો તો તે ઘણું ખતરનાક સાબિત થતું હોય છે. ખાસ કરીને જ્યારે આપણે જાહેર વાહનમાં મુસાફરી કરતા હોઈએ ત્યારે ઘણા લોકો એવા હોય છે જેને આપણે ઓળખતા પણ નથી હોતા પરંતુ વાતચીતના બહાને વાત કઢાવીને ફાયદો ઉપાડતા હોય છે. આવી જ કંઈક ઘટના રાજકોટ શહેરમાંથી સામે આવી છે. ચાલુ બસમાં બિસ્કિટ ખવડાવીને દાગીના લૂંટી લેતો હોવાના આ ઘટના ચોક્કસ ચોંકાવી દેશે. બનાવની વિગતો જોઈએ તો, રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ રાહેથી બાતમી મળી હતી કે, બસમાં મુસાફરી દરમિયાન અન્ય મુસાફરો સાથે પરિચય કેળવીને બિસ્કિટમાં નશીલી દવા ભેળવીને બેભાન કરીને લૂંટ કરનાર વ્યક્તિ ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવનાર છે. જે બાબતે મહેન્દ્રસિંહ હરુભા ઉર્ફે હરિસિંહની ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મુસાફરો સાથે પહેલા પરિચય કેળવતો હતો અને મિત્રતા કરતો હતો. ત્યારબાદ ખાવાનું ઓફર કરીને ઊંઘની ગોળીનો ઓવરડોઝ વાળા ક્રીમવાળા બિસ્કિટ ખવડાવી દેતો હતો. આ પણ વાંચો: અમદાવાદ: શિવમ આર્કેડમાં હથિયારો સાથે ધમાલ મચાવનાર પાંચ આરોપીઓ 6 દિવસના રિમાન્ડ મંજુર આરોપી ખાસ કરીને રાજકોટ-અમદાવાદ, રાજકોટ-ભુજ, રાજકોટ-સુરત સહિતના રૂટ ઉપર રાત્રિના સમયે સ્લીપર કોચ બસમાં સાથી મુસાફરોને પોતાનો શિકાર બનાવતો હતો. મુસાફરોને આરોપી ઊંઘની ગોળીનો ઓવરડોઝ આપી દેતો હતો. જેના કારણે તેઓ ક્યારેક 48 કલાક તો ક્યારેક 72 કલાક આસપાસ ભાનમાં આવતા હતા. તે હંમેશા પોતાની સાથે ક્રીમવાળા બિસ્કિટ રાખતો હતો. જેથી પોતાની પાસે રહેલ ટેબ્લેટની પેસ્ટ બનાવી તે ક્રીમના ભાગમાં કોઈ આસાનીથી જોઈ ન શકે તે પ્રકારે ગોઠવી દેતો હતો. તો પોતાની સાથે વેફર્સનું પેકેટ પણ અચૂક રાખતો હતો. આ રીતના ગુનાહિત રીતે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મુસાફરના વેશમાં અન્ય મુસાફરો સાથે મિત્રતા કેળવીને તેમને ઘેનની દવા વાળું બિસ્કિટ ખવડાવી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ ચોરી કરનારા હિસ્ટ્રીશીટર 45 વર્ષીય મહેન્દ્રસિંહ હરુભા ઉર્ફે હરિસિંહ ચુડાસમા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ રાજકોટ શહેરમાં 2 ગુના, રાજકોટ જિલ્લામાં એક ગુનો તેમજ સુરત શહેરમાં બે અને કચ્છમાં એક ગુનો દાખલ થઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું. આ પણ વાંચો; વડોદરા: પૂરના સંકટને લઈને પાલિકાએ કરી આ મોટી જાહેરાત, વિશ્વામીત્રીના જળની સપાટી… આરોપી દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં 10થી વધુ ગુનાને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું છે. તેમજ માત્ર વર્ષ 2023માં રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ લાખથી પણ વધુની મતાની ચોરી કરી હોવાનું જણાવ્યું છે. આરોપી પાસેથી પોલીસે રોકડ, ઊંઘની ગોળી TEXINA - 2 TABLET, લેપટોપ બેગ, કપડાની જોડી, બિસ્કિટનું પેકેટ, મોબાઈલ ફોન સહિત કુલ 10000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઠગાબાજનો ગુનાહિત ઇતિહાસ અંગે તપાસ કરતાં વર્ષ 1997માં નયન પ્રવીણચંદ્ર કનૈયા ઉર્ફે કમલેશ મુંબઈ વાળા સાથે રેલવેમાં મુસાફરી કરનારા પેસેન્જરને બિસ્કિટમાં કેનની દવા નાખીને બેભાન કરી પેસેન્જરના સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી હતી. જે બાબતે વડોદરા રેલવે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હોવાની કબુલાત આપવામાં આવી છે. આરોપી મૂળ બોટાદ નામ બરવાળા તાલુકાનો વતની છે. તેમજ છેલ્લા કેટલાય સમયથી તે ખેડા જિલ્લાના ડાકોર ખાતે રહેતો હોવાનું જણાવ્યું છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.