NEWS

T20 World Cup 2024: ભારતને મળી પહેલી જીત, રોમાંચક મેચમાં પાકિસ્તાનને 6 વિકેટે આપી હાર

નવી દિલ્હી : ICC મહિલા ટી20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમે પોતાની પહેલી જીત મેળવી છે. 6 ઓક્ટોબરે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમાં રમાયેલી આ મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હારવ્યું છે. ભારતીય ટીમને જીત માટે 106 રનનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં ભારતે 19મી ઓવરમાં પાંચમાં બોલે જીત મેળવી હતી. ભારતીય ટીમને પોતાની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડના હાથે 58 રને હાર સહન કરવી પડી હતી. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહોતી અને 18 રનના સ્કોરે જ સ્મૃતિ મંધાનાની વિકેટ ગુમાવી હતી. સ્મૃતિ મંધાનાને સાદિયા ઇકબાલે કેચ આઉટ કરાવી હતી. ત્યાર બાદ શેફાલી વર્મા અને જેમિમા રોડ્રિગ્સે ઇનિંગ સંભાળી હતી અને બીજી વિકેટ માટે 43 રનની પાર્ટનરશિપ કરી હતી. શેફાલીને ઓમેમા સોહેલ પોતાની ફિરકીમાં ફસાવી હતી. થોડીવારમાં સેટ બેટ્સમેન જેમિમા પણ આઉટ થઈ ગઈ હતી. જેને પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સનાએ આઉટ કરી હતી. આ પણ વાંચો : રોહિત શર્માએ કહ્યું - કોઈ નથી જાણતું! આ ખેલાડીની હોશિયારીથી જીત્યા ટી20 વર્લ્ડ કપ શેફાલી વર્માએ 35 બોલ પર 32 રન બનાવ્યાં, જેમાં 3 ચોગ્ગા સામેલ છે. જ્યારે જેમિમાએ 28 બોલમાં 23 રનનું યોગાદાન આપ્યું હતુ. પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સનાએ વિકેટકીપર બેટ્સમેન ઋચા ઘોષને 0 રને આઉટ કરી હતી. ઋચા આઉટ થઈ ત્યારે ભારતનો સ્કોર ચાર વિકેટે 83 રન હતો. એકસાથે બે વિકેટ પડતા ભારતીય ટીમ દબાણમાં જોવા મળી. ત્યારબાદ કેપ્ટન હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્માએ ભારતીય ટીમને જીત નજીક પહોંચાડી. જ્યારે ભારતને જીતવા માટે બે રનની જરૂર હતી, તો હરમનપ્રીત કૌર ઇજાના કારણે રિટાયર્ડ હર્ટ થઈ ગઈ હતી. હરમનપ્રીતે સૌથી વધુ 24 બોલમાં 29 રન બનાવ્યાં હતા. જ્યારે દિપ્તી શર્માએ 7 અને સજના સજીવન 4 રને અણનમ રહી. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.