NEWS

અણગમતા વાળથી કંટાળી ગયા છો? તો આ વસ્તુઓને ડાયટમાં એડ કરો, કોઈ ટ્રિટમેન્ટ કરાવવાની જરૂર નહીં પડે

ડાયટ પર પૂરતું ધ્યાન આપો. How to stop facial hair growth in females: મહિલાઓ ચહેરા પરનાં અણગમતાં વાળને કારણે સૌથી વધારે શરમમાં મૂકાતી હોય છે. અણગમતાં વાળ દૂર કરવા માટે લોકો પાર્લરમાં જઈને જાતજાતની ટ્રિટમેન્ટ લેતા હોય છે, તેમ છતાં તમે આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકતા નથી. અણગમતાં વાળ આવવા પાછળ એક નહીં, પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે. ખાસ કરીને આ હોર્મોન સાથે જોડાયેલ છે. આ સાથે પીસીઓડીની સમસ્યા પણ એક કારણ હોઈ શકે છે. અણગમતાં વાળ આવવા પાછળ ક્યાંકને ક્યાંક તમારી લાઈફ સ્ટાઈલ પણ જવાબદાર હોય છે. આમ, તમે આ વસ્તુઓને ડાયટમાં એડ કરો છો અણગમતાં વાળમાંથી છૂટકારો મેળવી શકો છો. તો જાણો આ વિશે વધુમાં… ચહેરા પર અણગમતા વાળ કેમ આવે છે એ જાણવું ખૂબ જરૂરી છે. આ પાછળનાં કારણોની વાત કરવામાં આવે તો હાઈ એન્ડ્રોજેન્સ, ઇન્સ્યુલિન રેજિસ્ટેન્સ અને પીસીઓએસની સમસ્યા જવાબદાર હોય છે. ફેશિયલ હેરમાંથી હંમેશા માટે છૂટકારો મેળવવા ઈચ્છો છો તો ડાયટમાં બદલાવ કરવા ખૂબ જરૂરી છે. આ પણ વાંચો: આ વસ્તુથી હેર વોશ કરો, તમારા પાતળા વાળ ઝડપથી જાડા+ભરાવદાર થઇ જશે તમને દરરોજ ગળ્યું ખાવાની આદત છે તો તમારે આ ટેવ સુધારવાની જરૂર છે. ગળ્યું ખાવાથી સુગર લેવલ વધ-ઘટ થઈ શકે છે. ડાયટમાં ખાસ કરીને રિફાઇન્ડ કાર્બ્સને પૂરી રીતે ખાવાનું બંધ કરી દો. આ સાથે જરૂરી ન્યુટ્રિશનથી ભરપૂર વસ્તુઓ ખાઓ, જેમાં પ્રોટીન, નેચરલ ફેટ અને ફાઇબરની માત્રા સારામાં સારી હોય. ફેશિયલ હેર માટે લિવર પણ જવાબદાર હોઈ શકે છે. લિવર ટેસ્ટેસ્ટેરોન જેવા હોર્મોન્સની પ્રોસેસ કરે છે. આ માટે લિવર ડિટોક્સ કરવું ખૂબ જરૂરી છે. બ્રોકલી જેવા શાકભાજી ખાવાથી લિવર ડિટોક્સ કરવામાં સરળતા રહે છે. આ પણ વાંચો: નાક+કાનનું કાણું પુરાઈ ગયું છે? તો આ ટ્રિક અજમાવો, મિનિટોમાં બુટ્ટી અને ચુની પહેરી શકશો ડાયટમાં ખાસ કરીને પ્રોસેસ્ડ અને પેકેજ ફૂડને અલવિદા કહો. આ સિવાય તમે એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ફૂડ્સ ખાઓ. ઓમેગા 3 ફૂડ્સ, ફ્લેક્સ સીડને દરરોજ ડાયટમાં એડ કરો. અણગમતાં વાળમાંથી છૂટકારો મેળવવા ઈચ્છો છો તો પહેલાં તમારી લાઈફ સ્ટાઈલ બદલો. જંક ફૂડ ખાવાનું ટાળો. (નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.) None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.