NEWS

અડધી રાત્રે ઊંઘ ઊડી જાય છે? Sleep Disorder પાછળ હોય શકે છે આ કારણો જવાબદાર

Sleep Disorder : સામાન્ય ઊંઘ (Regular sleep) દરમિયાન તમે REM અને નોન-આરઈએમ (NREM) ઊંઘના ચાર તબક્કાઓમાંથી પસાર થાવ છો. NREM સ્લીપનો સ્ટેજ 1 સૌથી હળવો હોય છે, જ્યારે સ્ટેજ 4 સૌથી ઊંડો હોય છે. આવી સ્થિતિમાં ઊંઘમાં વારંવાર વિક્ષેપ (Problem in sleeping) પડે અને ઊંઘના આ તબક્કાની સાયકલ ન ચાલે ત્યારે મુશ્કેલી સર્જાય છે. પરિણામે તમે જાગતા હોવ ત્યારે તમને થાક લાગે છે, આળસ થાય છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં અને ધ્યાન આપવામાં મુશ્કેલી અનુભવી શકો છો. સ્લીપ ડિસઓર્ડર પાછળ આ કારણો છે જવાબદાર અનિદ્રાના કારણે તમારા જીવન પર ગંભીર અસર થઈ શકે છે. અનિદ્રાના ઘણા સંભવિત કારણો છે. જેમાં તણાવ, ચિંતા, ડિપ્રેશન, ખરાબ ટેવો, સર્કેડિયન રિધમ ડિસઓર્ડર (જેમ કે જેટ લેગ) અને અમુક દવાઓ લેવાનો સમાવેશ થાય છે. ઘણા પુખ્ત લોકો નસકોરાં બોલાવે છે. નસકોરાંની સમસ્યા પાછળ જ્યારે તમે શ્વાસ લો છો, ત્યારે હવા ગળાના રિલેક્સ્ડ ટિશ્યુ પર થતી અસર જવાબદાર ગણવામાં આવે છે. આ પણ વાંચો: કેટલા પ્રકારના હોય છે હાર્ટ એટેક, આ લક્ષણોથી કરો ઓળખ સ્લીપ એપનિયા પાછળ પણ નસકોરાંની પ્રક્રિયા જવાબદાર છે. ઉપલા શ્વસન માર્ગ સંપૂર્ણપણે અથવા આંશિક રીતે અવરોધિત થઈ જાય, ત્યારે ટૂંકા સમય માટે શ્વાસ લેવામાં વિક્ષેપ પડે છે. આ તકલીફના કારણે વ્યક્તિ સ્લીપ એપનિયાનો ભોગ બને છે. સ્ત્રીઓ ઘણીવાર તેમની ગર્ભાવસ્થાના પ્રથમ અને ત્રીજા ત્રિમાસિક ગાળામાં રાત-દિવસ થાકનો અનુભવ કરે છે. પ્રથમ ત્રિમાસિક દરમિયાન બાથરૂમ જવા માટેના ધક્કા ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. પછી ગર્ભાવસ્થામાં અલગ અલગ સપનાઓ અને શારીરિક અગવડતા ગાઢ ઊંઘને ખરાબ અસર શકે છે. ડિલિવરી પછી નવજાત બાળકની સંભાળ અથવા માતાની પોસ્ટપાર્ટમ ડિપ્રેશન ઊંઘમાં અવરોધ લાવી શકે છે. આ તકલીફ પાછળ કેટલીકવાર આનુવંશિક કારણ જવાબદાર હોય છે, પરંતુ મોટાભાગના દર્દીઓને સમસ્યાનો કોઈ પારિવારિક ઇતિહાસ હોતો નથી. ડ્રામેટિક અને અનિયંત્રિત સ્લીપ એટેક નાર્કોલેપ્સીનું સૌથી જાણીતું લક્ષણ હોવા છતાં ઘણા દર્દીઓને સ્લીપ એટેક થતો નથી. આ પણ વાંચો: ડાયાબિટીસ કઈ રીતે થાય છે? જાણો તેની પાછળના જવાબદાર કારણો ઊંઘમાં ખલેલ માટે આ કારણો છે જવાબદાર પૂરતી ઊંઘ ન મળવી: શિશુઓ દિવસમાં 16 કલાક સુધી સૂઈ શકે છે. પરંતુ મોટા ભાગના 4 મહિનાની ઉંમર સુધી ખોરાક લીધા વિના આખી રાત સૂતા નથી. શાળાકીય વયના બાળકો દિવસમાં 10 કલાક સૂઈ શકે છે. બીમારી કે તાવને કારણે તેમની ઊંઘમાં ખલેલ પડી શકે છે. જો તમારા બાળકને તાવ હોય અને જ્યારે તે જાગે ત્યારે સુસ્ત હોય તો તમારા ડૉક્ટરને કોલ કરો. તેમની પૂરતી ઊંઘ જરૂરી છે. ઉંમરલાયક લોકો: 60 વર્ષથી વધુ ઉંમરના લોકો નાની ઉંમરના લોકો જેટલી ઊંડી ઊંઘ ન લઈ શકે. વૃદ્ધ લોકોમાં સ્લીપ એપનિયા પણ વધુ જોવા મળે છે. જીવનશૈલી: જે લોકો કોફી પીવે છે, સિગારેટ પીવે છે અથવા આલ્કોહોલ પીવે છે, તેઓમાં પણ ઊંઘની સમસ્યા વધુ જોવા મળે છે. દવા: ઘણી દવાઓ અનિદ્રાનું કારણ બની શકે છે. દિવસનો થાક પણ અનિદ્રાનું કારણ બની શકે છે. હતાશા અને ચિંતા: અનિદ્રા એ હતાશા અને ચિંતાનું સામાન્ય લક્ષણ છે. હાર્ટ ફેલ અને ફેફસાંની સમસ્યાઓ: કેટલાક લોકોને રાત્રે સૂવું મુશ્કેલ લાગે છે, કારણ કે જ્યારે તેઓ સૂઈ જાય છે ત્યારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ હાર્ટ ફેલ અથવા ફેફસાંમાં સમસ્યાનું લક્ષણ હોઈ શકે છે. આ પણ વાંચો: બાળકોમાં બ્લડ પ્રેશરની બાબત કેટલી ગંભીર? અહીં જાણો નિદાન અને કારણો તણાવ: કામ, શાળા, આરોગ્ય, નાણાકીય કે પરિવારની ચિંતાઓ તમારા મનને રાત્રે જાગતું રાખી શકે છે, જેનાથી ઊંઘ લેવામાં મુશ્કેલી પડે છે. તણાવપૂર્ણ જીવનની ઘટનાઓ અથવા કોઈ પ્રિય વ્યક્તિનું મૃત્યુ અથવા માંદગી, છૂટાછેડા અથવા નોકરી ગુમાવવા જેવો આઘાત પણ અનિદ્રા તરફ દોરી શકે છે. મુસાફરી અથવા વર્ક શેડ્યૂલ: તમારી સર્કેડિયન રિધમ્સ આંતરિક ઘડિયાળ તરીકે કાર્ય કરે છે, જે તમારા ઊંઘ-જાગવાનું ચક્ર, ચયાપચય અને શરીરનું તાપમાન જેવી બાબતોનું માર્ગદર્શન કરે છે. તમારા શરીરની સર્કેડિયન લયને વિક્ષેપિત કરવાથી અનિદ્રાની સમસ્યા થઈ શકે છે. તેની પાછળના કારણોમાં મલ્ટીપલ ટાઈમ ઝોનમાં મુસાફરી કરવાથી, મોડી અથવા વહેલી શિફ્ટમાં કામ કરવાથી અથવા વારંવાર શિફ્ટ બદલવાનો સમાવેશ થાય છે. ઊંઘની ખરાબ ટેવો: ઊંઘની ખરાબ ટેવોમાં સૂવાના સમયનું અનિયમિત સમયપત્રક, નિંદ્રા, સૂતા પહેલાં ઉત્તેજક પ્રવૃત્તિઓ, ઊંઘ માટે અનુકૂળ ન હોય તેવું વાતાવરણ અને પલંગ પર કામ, ખાવા અથવા ટીવી જોવાની પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. સૂતાં પહેલાં કમ્પ્યુટર, ટીવી, વિડીયો ગેમ્સ, સ્માર્ટફોન અથવા અન્ય સ્ક્રીન તમારા ઊંઘના ચક્રમાં દખલ કરી શકે છે. રાત્રે વધુ પડતું ખાવું: સૂવાના સમય પહેલાં હળવો નાસ્તો કરવો ઠીક છે, પરંતુ વધુ પડતું ખાવાથી તમે સૂતી વખતે શારીરિક રીતે અસ્વસ્થતા અનુભવી શકો છો. ઘણા લોકોને હાર્ટબર્ન, એસિડનો બેકફ્લો અને ખાધા પછી પેટમાંથી અન્નનળીમાં ખોરાક હોવાનો અનુભવ પણ થાય છે. જે તમને જાગૃત રાખી શકે છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.