NEWS

IND vs NZ: મેચના સમયમાં થયો ફેરફાર, આજે આટલા વાગ્યે શરૂ થશે મેચ, જાણો વેધર રિપોર્ટ

શું સતત બીજા દિવસે પણ વરસાદ બનશે વિલન? ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ બુધવાર, 16 ઓક્ટોબરથી બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શરૂ થશે. મેચના પહેલા જ દિવસે વરસાદ વિઘ્ન બનતા મુકાબલો રદ કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે મેચના પ્રથમ દિવસે મેચ રદ થતાં આજે ફેન્સને આશા છે કે તેઓને બીજા દિવસે મેચ જોવા મળશે. હવામાન વિભાગ અનુસાર આજે બેંગ્લુરુમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાથે જ ઉમ્મીદ છે કે આજે મેચ રમાઈ શકે. પરંતુ મેચના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા દિવસે વરસાદ વિલન બનતા ટોસ પણ થઈ શક્યો ન હતો. ત્યારે બીજા દિવસે ટોસના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે બીજા દિવસે 17 ઓક્ટોબરના રોજ આજે ટોસ 8.45 કલાકે થશે. તેમજ પહેલા સેશનની શરૂઆત 9.15 કલાકે થશે. ઉલ્લેખનીય છે કે પહેલા દિવસે ટોસનો સમય 9.00 કલાકે અને મેચ 9.30 કલાકે શરૂ થવાનો હતો. ત્યારે આજે હવે જોવું રહ્યું કે મેચની શરૂઆતમાં વરસાદ વિલન બને છે કે કેમ? ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ 16 ઓક્ટોબર એટલે કે આજથી શરૂ થવાની હતી. પરંતુ વરસાદને કારણે પ્રથમ મેચ રદ કરવામાં આવી હતી. જ્યારે આગામી સિરીઝ બીજી ટેસ્ટ 24 ઓક્ટોબરથી પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. આ પછી, સિરીઝની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ 01 નવેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. 🚨 Update from Bengaluru 🚨 Day 1 of the 1st #INDvNZ Test has been called off due to rain. Toss to take place at 8:45 AM IST on Day 2 Start of Play: 9:15 AM IST #TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/RzmBvduPqr ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ. આ પણ વાંચો: સોનોગ્રાફી ત્રણ બાળકો હતા, પરંતુ ડિલિવરીના સમયે માતાનું પેટ ચીરતા એવા દ્રશ્યો સામે આવ્યા ડોક્ટરો પણ હચમચી ગયા ટેસ્ટ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડ: ટોમ લેથમ (કેપ્ટન), ટોમ બ્લંડેલ ( વિકેટકીપર ), માઈકલ બ્રેસવેલ (ફક્ત પ્રથમ ટેસ્ટ), માર્ક ચેપમેન, ડેવોન કોનવે, મેટ હેનરી, ડેરિલ મિશેલ, વિલ ઓ’રર્કે, એજાજ પટેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, બેન સીઅર્સ, ઈશ સોઢી (માત્ર બીજી અને ત્રીજી ટેસ્ટ), ટિમ સાઉથી, કેન વિલિયમસન, વિલ યંગ. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.