NEWS

Gold Loan: ગોલ્ડ લોન પર ઝીરો પ્રોસેસિંગ ફી, વ્યાજ દર પણ 0.99 %, જાણો ક્યાં મળશે

દિવાળીની શાનદાર ઓફર નવી દિલ્હીઃ ગણેશ ચતુર્થી અને નવરાત્રીની સાથે જ તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે. આ સમયગાળા દરમિયાન લોકોએ ખરીદી પણ શરૂ કરી દીધી છે. તહેવારની સિઝન દિવાળી અને છઠ સુધી ચાલશે. આ તહેવારોની સિઝનમાં ઘણા લોકો એવા પણ હોય છે જેઓ લોન લઈને પણ ખરીદી કરે છે. કેટલાક લોકો આ માટે પર્સનલ લોન લે છે તો કેટલાક લોકો ગોલ્ડ લોન લે છે. અમે તમને એક NBFC વિશે જણાવી રહ્યા છીએ જે ખૂબ જ સ્પર્ધાત્મક વ્યાજ દરે ગોલ્ડ લોન (Gold Loan) ઓફર કરે છે. આ ઉપરાંત તેના પર પ્રોસેસિંગ ફી પણ ઝીરો છે. IIFL ફાઇનાન્સ (IIFL Finance)એ ઝીરો પ્રોસેસિંગ ફી પર ગોલ્ડ લોન આપવાની જાહેરાત કરી છે. કંપની દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, ગ્રાહકો આગામી 19 ઓક્ટોબર સુધી ઝીરો પ્રોસેસિંગ ફીનો લાભ મેળવી શકે છે. આ સમયગાળા દરમિયાન લેવામાં આવેલી ગોલ્ડ લોન પર ગ્રાહકોએ દર મહિને 0.99% લેખે વ્યાજ ચૂકવવું પડશે. આ પણ વાંચોઃ હોમ લોન કરાવી રહ્યા છો ટ્રાન્સફર? તો પહેલા આ જાણી લેજો, નહીંતર પસ્તાવાનો વારો આવશે કંપનીનું કહેવું છે કે, આ ઓફરનો લાભ દેશભરની IIFL ફાઇનાન્સ બ્રાન્ચોમાં મળશે. આ સાથે જ જેઓ ઓનલાઈન પ્લેફોર્મ દ્વારા લોન માટે અરજી કરશે તેઓને પણ આ ઓફરનો લાભ મળશે. કંપનીનું કહેવું છે કે આ લિમિટેડ પીરિયડ ઑફરનો વધારેમાં વધારે લાભ મળી શકે, તેથી આ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચોઃ Gold Rate: આ દેશમાં મળે છે સૌથી સસ્તું સોનું, દુબઈમાં પણ અહીંથી મોંઘું છે ગોલ્ડ IIFL ફાઇનાન્સમાં ગોલ્ડ લોન ડિવિઝનના ઝોનલ હેડ મનીષ મયંકે કહ્યું કે, ‘‘અમે સમજી છીએ કે પૈસાની જરૂરિયાત અચાનક ઊભી થાય છે. અમે આવી જરૂરિયાતના સમયે અમારા ગ્રાહકોને સહયોગ આપવા માટે સમર્પિત છીએ. તારીખ 19 ઓક્ટોબર સુધી દેશની દરેક બ્રાન્ચમાં ઝીરો પ્રોસેસિંગ ફી પર ગ્રાહકોને ગોલ્ડ લોન આપવામાં આવશે. સાથે જ તેના પર વ્યાજ પણ અન્યની સરખામણીએ ઓછું લાગશે.’’ None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.